________________
ત્રણ પ્રકારે શીલ-બ્રહ્મચર્ય પાળતા–મનથી શીલ ભાંગતે છતે ક્ષપણુક ( ઉપવાસ ) કરતા, વચનથી ભાંગતે છતે આયંબિલ કરતા અને કાયાથી ભાંગતે છતે એકાશન કરતા. પરસ્ત્રી પ્રત્યે સહદરનું બિરૂદ ધારણ કરતા, લેપલ દેવી વિગેરે આઠે રાણીના મૃત્યુ બાદ પ્રધાનાદિકેએ ઘણું કહ્યા છતાં પણ પરણવાના નિયમને તેમણે ભંગ કર્યો નહિ. આરાત્રિક (આરતિ) માટે સાથે રાખવા પલદેવી રાણીની સુવર્ણની મૂતિ કરાવી. શ્રી ગુરૂમહારાજે વાસક્ષેપ પૂર્વક તેમને રાજર્ષિનું બિરૂદ આપ્યું.
ઉપર મુજબ કુમારપાળ મહારાજા ચતુર્થ વ્રતને વિષે ત્રિવિધ સપ્ત પ્રતિજ્ઞા પૂર્વક શિયલનું પાલન કરતા. પરસ્ત્રી તે જેમને સદા મા બહેન તુલ્ય જ હતી. જ્યારે આજ કાલ પરદાર લંપટ મનુષ્ય ઠેર ઠેર વાનની જેમ ભટકતા ફરે છે. તેથી ખરેખર શ્વાન (કુતર) જેમ હાડકાંને ચુસતાં આનંદ માની લીયે છે ( પિતાના મુખમાં હાડકું લાગવાથી લેહિ નીકળે છે તેને ચાટે છે પણ તેથી જરા પણ તૃપ્તિ થતી નથી) તેમ પિતાની વીર્ય શક્તિને નાશ પ્રત્યક્ષ થવા ઉપરાંત અનેક મહાગને વશ થતાં પણ મિથુનને વિષે લીન થઈ જાય છે, પરસ્ત્રીની ઈચછા મનથી પણ કરનાર રાવણની જેમ નર્ક ગતિ પામે છે ત્યારે મન વચન અને કાયાથી પરસ્ત્રી ગમન કરનારનું તે શું કહેવું. સ્વદારા સતેષી સુશ્રાવક સુદર્શન શેઠની ઘેર્યતાને સહસ્ત્રવાર ધન્ય છે કે જેને અભયા રાણીએ અનેક પ્રકારે અનુકૂલ ઉપસર્ગ કરતા છતાં પણ તેઓ મનથી કિચિત ડગ્યા નહિ. વળી જંબુસ્વામિ કે જેણે આઠ કન્યા સાથે પાણિ ગ્રહણ કર્યા છતાં પણ વિષયને વિષતુલ્ય સમજ આઠે સ્ત્રીને પણ પ્રતિબધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org