________________
(૧૧૯) પણ ધર્મના સોગન સમકિતિ પ્રાણિ ખાય નહિ ત્યારે કેવળ પાપી પેટને ભરવા માટે અને જે કુટુંબાદિક નર્ક ગતિને વિષે દીવે દેખાડવાવાળું છે તેના અર્થે આ અતિ ખેદજનક છે કે ધર્મના જુઠા સોગન ખાતાં પણ આ બિચારાઓ લેશ માત્ર ડરતા નથી. વળી કેઇ હિતશિક્ષા દેતાં બચાવ અર્થે કહેશે જે “સાચું નભતુ નથી. સાચું બોલીએ તે પહેલા ભુખે મરીયે, આવા વક્ર ઉત્તર દેનારાએ જાણવું જોઈએ કે-હાલ પણ અનેક મોટાં શહેરોમાં ઈગ્લીશ ફર્મ-ઈગ્રેજની દુકાનમાં તથા કેટલાંક પારસીઓ અને વિરલા હિંદુએ જને પણ એકજ ભાવ રાખે છે (બેડ ઉપર ફક્ત લખેલ એકજ ભાવ એટલું જ નહિ પણ નાનાથી મોટા દરેકને માટે એકજ ભાવ લેવો.), જેઓ પિતાની સત્યપણાના વિશ્વાસની છાપને અગે વ્યાપારમાં ઘણે લાભ પ્રાપ્ત કરે છે, તે સત્ય પ્રતિજ્ઞાવંત થવું. શ્રાવકે જ કુડકપટ અસત્યને વિષે કંઠ પ્રમા ણમાં ડુબી રહ્યા છે એટલું જ નહિ પણ જેન મુનિનું લિંગ-વેશ ધારણ કરી અનેક પ્રકારના કલહ કદાગ્રહ પ્રમુખને વશ બની બીજા વ્રતની મયદાનું ઉલ્લંઘન કરનાર થાય છે ત્યારે હવે પિકાર કયાં કરે? જેને માટે ઉપાધ્યાયજી મહારાજ સવાસે ગાથાની સીમંધર સ્વામિની વિનતિ કરતા પ્રથમ હાલમાં સાફ લાવ્યા છે.
કલહકારી કદાગ્રહ ભર્ય, સ્થાપતા આપણા બોલરે જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢાલશે.
તેઓ કહે છે જે-કલહના કરવાવાળા, કલેશમાં રાચીમાચી રહેલા અને કદાગ્રહથી ભરપુર છે તે પિતાના વચનની સ્થાપના કરે છે અને પ્રભુના આસ–સત્ય વચનેને આ વર્તમાન કાળમાં ખુલે છેગે નિડરપણે એળવે છે. શું કારણ તે કહે છે -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org