________________
(૧૧૦) પસીનાનાં ટીપાં નહિ પડે અર્થાત્ સુખી થશે ને અનુક્રમે શિવ સંપદાને પણ પામશે. વિશેષ તે તમારા પ્રધાનપણામાં તમે જ વાકેફ છે, તેથી દરેક કાર્ય ઉપગ, વિવેક, જયણા પૂર્વક કરે.
૯. તિથીને દિવસે દળવું, ખાંડવું, ભરડવું, દેવું, માથું ગુંથવુ, હાવું, છાણ લેવા જવું, ગાર કરવી વિગેરે કરવું કેરાવવું અનુમેદવું નહિ, તથા ત્રણ ચોમાસાની, બે આંબેલની ઓળીની તથા પર્યુષણ પર્વની, એમ છ અઠ્ઠાઈમાં ઉપર મુજબના કોઈ પણ આરંભ ત્રિગે(મન, વચન, કાયાએ) કરવા નહિ.
૧૦. મિથ્યાત્વ લોકિક પર્વ—જેમકે દિવાસે, રક્ષાબંધન, શ્રાદ્ધ, રતાં, હુતાશની, સંક્રાંત, ગણેશચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શીલસાતમ (વાશી ખાવું), ગોકળ આઠમ, નેલીનવમી, ભીમ અગીઆરસી, અહવાદશમી, ધનતેરશી, અનંતદશ, અમાવાસ્યા, સેમપ્રદેશ, સેમવતી, બુદ્ધાષ્ટમી, દશેરા, તાબુત, બકરી ઈદ પ્રમુખ પર્વે મિથ્યાત્વના હેતુ તથા અનર્થ કારક છે તેથી તેને ત્યાગ કરે; આપણે દુધપાક, બાસુદી, લાડુ વગેરે કરીને ખાવાના કયાં બીજા દિવસો નથી કે તે જ દિવસે ખાવું કે ઉત્તેજન આપવું? આવા મિથ્યા આચરણને ત્યાગ કરી આપણે આચાર શું છે તે જાણવા-પાળવા ઉજમાળ થાઓ ! ધન્ય છે સુલસા શ્રાવિકાને કે જેનું સમ્યકત્વ અત્યંત દ્રઢ હતું જેથી તે શ્રાવિકા આવતી ચોવીસીમાં આ ભરતક્ષેત્રમાં પંદરમા શ્રી નિમમ નામના તીર્થંકર થશે.
૧૧. રડવા ટવાના ચાલ, દશા, અગ્યારમું, બારમું, તેરમું, દાડે, વાસ્તુ, અઘરણી, શ્રાદ્ધ, બાળલગ્ન વિગેરે હાનિકારક રિવાજે હવે પડતા મૂકે! તેથી ફાયદો તે લગારે નથી અને નુકશાન તે પારાવાર થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org