________________
(૧૪) કે માથે ઢાંકણ ન હોય તેવા ઉઘાડા સ્થાનમાં પણ આહાર છે.
નહિ. ઘી, ગોળ, દૂધ, દહિં, છાશ, દાળ, શાક, પાણ પ્રમુખના ભાજન મુદ્દલ ક્ષણવાર પણ ઉઘાડા ન મૂકવાં. શ્રાવક પ્રથમ તે જોઈએ તે કરતાં ઓછું જ ભેજન લેવું અથવા જરુર જેટલુંજ લેવું અને એવું મુદ્દલ ન મૂકતાં થાળી વાટકા પ્રમુખ ધઈને પીઈ જવાં જોઈએ; થાળી ધોઇને પીવાથી આયંબીલનું ફળ મળે છે. આવી રીતે નિત્ય પ્રથમ શુદ્ધમાન આહાર' નિગ્રંથ મુનિ મહારાજને વહેરાવ્યા બાદ ઉપયોગ પૂર્વક ભજન કરવાથી તે અમૃત સમાન ફળ આપે, નહિતર તેના વિષસમાન ફળે. અવશ્ય ચાખવાં પડે, તે નિઃસંદેહ જાણવું. એમ સહિ ભવ્ય બંધુઓ ! અષ્ટપ્રવચન માતાને હૃદયમાં સ્થાન આપી આ મનુષ્ય જન્મનું સાર્થક કરે. જેથી અષ્ટકમનું વિદારણ કરી અલ્પ ભામાં શિવ-સંપદા-સુખડાં પામીએ !
૧ શુદ્ધમાન આહારમાં પ્રથમ તે ન્યાયોપાર્જત દ્રવ્યનું ભજન જોઈએ. અન્યાયથી મેળવેલ ધનને આહાર તુછ છે તેથી નીતિને ન્યાય પૂર્વક વ્યાપારાદિકમાંથી મેળવેલું ધન હોય તેનું જ ઉત્તમ અને શુદ્ધ ભોજન છે, તેવો તથા શ્રાવકથી લાગતા દોષો ટાળીને જે નિર્દોષ આહાર પહેરાવવો તે જ શુદ્ધમાન આહાર છે. તેવીજ રીતે ન્યાયપાર્જિત અલ્પ મૂડીમાં પુણિયા શ્રાવક એક દિવસ પિતે ઉપવાસ કરતા અને બીજે દિવસ તેની સ્ત્રી ઉપવાસ, કરતી અને તેમ કરીને દરરોજ એક સાધર્મી ભાઈની ભક્ત કરતા હતા. આપણે પણ તેવીજ રીતે ન્યાયપૂર્વક દ્રવ્ય મેળવવું ઉચિત છે. નહિતર કુડકપટ કરી અન્યાય માર્ગેથી મેળવેલ દ્રવ્ય અહીં મૂકી જઈ હાય દ્રવ્ય ! હાય દ્રવ્ય ! કરતાં મૃત્યુ પામી તેના ફળ ભોગવવા પડશે. અન્યાય અનીતિ જ્યાં ત્યાં સર્વત્ર પ્રસરી રહી છે. કેઈ વિરલા ન્યાયમાર્ગે ચાલનારા હશે. તેનું અનુ કરણ થાય તે ઉત્તમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org