________________
( ૯૮)
દિયા વિગેરે ની માફક ઘણે કર્મબંધ થાય છે. કહ્યું છે કે
જે ભવ્યપ્રાણિ ભાવથી વિરતિને દેશ અથવા સર્વથી) અંગીકાર કરે છે તેઓની વિરતિ કરવાને અસમર્થ એવા દેવતા ઘણી પ્રશંસા કરે છે. એક દ્રિય છો કવલાહાર બિલકુલ કરતા નથી તેપણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી એ અવિરતિનું કારણ જાણવું. એકેદ્રિય જીવો મન વચન ને કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંતા કાળ સુધી તે કાયામાં રહેવું પડે છે; અને જે પરભવે વિરતિ કરી હતી તે તિર્યંચ જ આ ભવમાં ચાબુક, અંકુશ, પરોણુની તિફણ આ ઈત્યાદિના પ્રહાર તથા વધ, બંધન, મારણ, પરવશપણું ઈત્યાદિ સેંકડો દુ:ખ ન પામત! હે સુ! અવિરતિપણથી મહાદુઃખો પરવશપણે તિર્યંચ નારકી વિગેરે ભમાં ભોગવવાં પડે છે તેથી વિરતિને અંગીકાર કરો ! નજીવા કષ્ટથી પાળી શકાય તેવા નિયમે અતિ ફળને આપનારાં થાય છે અને તે કષ્ટ-દુઃખ (અજ્ઞાનીને બહાથી ભાસે છે) નથી શું પરિ"ણામે સુખના હેતુ હેવાથી (નિયમ) મહા સુખ જ છે જેથી સકામ નિજ થાય છે, અને જે તે નહિ અંગીકાર કરીએ તે પરભવે તિર્યંચ તથા નારકીઓમાં પરમાધામી વિગેરે ક્રૂર જથી મહા આકરી વેદનાઓ પમાડાતી પરવશપણે ભેગવવી પડશે! જેથી વિશેષ હવે શું? પણ ટુંકામાં પ્રાણુન્ત કષ્ટ પણ તીર્થંકર મહારાજે નિષેધેલી વસ્તુઓનું ભક્ષણ કરવું નહિ અને તેમાં પણ અમુક શેરની છુટ-આગાર વિગેરે શિથિલપણાને ત્યાગ કરી બાવીશ અભક્ષ્યને સર્વથા ત્યાગ અને બીજા પણ અનાચરણય-અભક્ષ્યને પણ અવશ્ય ત્યાગને નિયમ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org