________________
( ૫૩) રાત્રે આ યે હોય તે અભક્ષ્ય છે. માટે સૂર્યોદય પછી આંથીને કરવાં અને સૂર્યાસ્ત પહેલાં વાપરવાં જોઈએ. બંધુઓ! આવી વસ્તુઓ પ્રમુખના બીજા દિવસે શીરામણ થાય તે ખરેખર શ્રાવક કુળને શું શરમાવા જેવું નથી? ટાઢા રોટલી, રોટલા, - ૧ વળી કેટલાક દાળ કઢી વગેરે રાખું ધાન્ય આપી દાતણ જેવી નમાલી ચીજ ખરીદે છે તે વિશેષ શરમાવા જેવું છે. દેખાદેખીથી બીજી નાતન કે બીજા કૂળ ધર્મવાળાની સ્ત્રીઓ પિતાના વસ્ત્ર મફત દેવરામણને બદલે ધાબીને હમેશાં રાંધેલ અનાજ દાળ કઢી આપે છે એવું જોઇને શ્રાવકાઓ તેવું કરે તેને જોઈને ઘરધણી વારી રાખે નહીં તો ગુરૂ મહાહાજે સમજાવવું જોઈએ કે –
બેબીને તથા વાઘરીને ધંધે છે કે તેઓ વાશી રાખે છે, વાશી ખાય છે, અને વાશી કહેલું ધાન્ય લુગડાંઓને આર દેવામાં વાપરે છે પણ તેઓ કાંઈ ફેંકી દેતા નથી ત્યારે શ્રાવકોએ વાશી રાખવું કે ખાવું નહીં પણ વાશી રખાવવું તથા ખવરાવવું એમ થયા કરે છે એટલે વાક્ષીની છવહિંસા કરવી કે કરાવવી તેનું સરખે સરખું પાપ ઉભું રહે છે.
શ્રાવિકાઓ પિતે ધવા કે ન્હાવા સારૂ નદી તળાવે જાય છે તેમાં પર્વતિથિને પાળવાનું પુન્ય લે છે અને દેવરામણના પૈસા બચાવવા પતે રાંધેલું આ રીતે વેચીને પાપ લે છે ત્યારે વાશીમાં ત્રસ જીવો બે ઈદ્રિય ઉપજે છે તેની શ્રદ્ધા ક્યાં રહી ?
ઘેબી તથા વાઘરીને દેવા સારૂ ઘરમાં ખાતાં ખાતાં જે દાળ કઢી વગેરે એ કરેલું છતાં વધેલું રાખી મુકે તેઓને ત્રસજીવ સમુછિમ પગૅક્રિય મનુષ્ય અસંખ્યની હત્યા લાગે છે અને તે ઉપરાંત વાશીના રસછવને વિનાશ જુદે.
શ્રાવક ભાઈઓએ પિતાને ઘરે લુગડાં પેવરામણ ખર્ચ કરવાની અથવા સ્ત્રી પિતે દેવે તેમ નહી હોય તે કાચું અનાજ દેવાની ફરજ સમજાવવી જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org