________________
मांडवीबंदर शाकगली - मुंबई.
પહેલી પુત્રી પણ તેજ પ્રમાણે ૧૦૮ શ્લોકા બાલી ગઇ. તેમ બીજી, ત્રીજી, એમ અનુક્રમે સાત પુત્રીએ બેલી ગઈ. તેવારે વરરૂચિને મનમાં વિચાર ઉપન્યા કે, મ્હારા કીધેલા કાવ્યા એઆને ક્યાંથકી આવડે છે. એમ મનમાં વિષાદ પામ્યા. તેવારે રાજા કહેતા હવે કે હું વરરૂચિ ! તુ' જે કાવ્ય કરીને મુજને સંભળાવે છે, એ કાવ્યે તા મત્રીની પુત્રીઓને પણ આવડે છે. આજથી તું મ્હારા દરબા રમાં આવતા નહીં. એમ કહી કાઢી મેલ્યેા. પછી તે વરરૂચિ પેાતાને મહિમા વધારવા માટે નિચે મુજબ કપટકાય કરવા લાગ્યા.
ગંગાં નદીમાં એક યંત્ર ગાઢવી સંધ્યાકાળે ૧૦૦) પાંચસે સાનામ્હારા કાથળીમાં નાંખી નદીમાં મુકી જાય, પ્રભાતે લેકાન દેખતાં ગંગા નદીની સ્તુતિ કરી કળ દખાવે એટલે પેલી કાચળી ઉછળીને હાથમાં આવે ત્યારે લોકોને કહે કે મને ગગા પ્રસન્ન થઈને ૫૦૦) પાંચસે સેાના ડેારા આપે છે. તેવારે લોકા આશ્ચર્ય પામી તે વિપ્રની ગુણસ્તુતિ કરવા લાગ્યા. કહ્યું છે કેઃ—જ્ઞાન તે દાને કરી જ્ઞાનવંત થાએ; અભયદાન કી નિર્ભયપણું પામે; અન્નદાન થકી નિત્ય સુખી રહે, અને હૃદાનથી વ્યાધીરહિત થાએ.
ܐ ܺ
અન્યદા આ વાતની રાજને ખબર પડી, ત્યારે રાજા વિચાર કરવા લાગ્યા કે, ગગાજી એને દિનપ્રત્યે ૫૦૦) સેનામ્હારો આપે છે ને હુ તા અને ૧૦૮ સેાના મ્હારા આપતા. વળી એને અપમાન ક્રેઈને કાઢચે તાપણ વિદ્યાવત જ્યાં જાય ત્યાં સુખી થાય. એવુ વિચારી રાજાએ મંત્રીને કહ્યું કેઃ–ડે મત્રી! આપણે પણ જોવા જઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org