________________
(૪૯) હિ, વાશી દુધનું કે મિશ્રણ કરેલા દૂધનું કે સંચાના ધનું બનાવે, કાળમાન ઓછું વધારે કહે, વળી પહુવા રાંધીને પણ દૂધની સાથે મિશ્ર કરી મેળવી દહીં બનાવે છે, કેટલીક વખત મૃત્યુ પામેલા જીવે પણ દહિમાંથી નીકળેલા જોવામાં આવે છે વગેરે અનેક દેના કારણથી ઘેર બનાવી વાપરવું યુક્ત જણાય છે.
કાંજી કે જે કાચી અથવા ગરમ કરેલી છાશની આછ– પરાસ કહેવાય છે તે કાંજીને કાળ સોળ પ્રહરને કહ્યું છે.
દહિં, છાશ ને કાંજીને સેળ પ્રહર જે ઉત્કૃષ્ટો કાળ કહો તે સોળ પ્રહર એટલે કે બે રાત્રિ ઉલ્લંઘન ન થવી જોઈએ તે પહેલાં પણ જે વર્ણદિક ફરે તે તે અભયજ છે. ચલિતરસમાં જે જે કાળમાન કહ્યું છે તે તે વસ્તુ ઉત્કૃષ્ટા કાળ સુધી આચરણય, ત્યારપછી કદાચ નિશ્ચયથી ચલિત ન થઈ હોય તે પણ તે વ્યવહારથી અનાચરણીય છે એટલે કાળમાનને અર્થ એ થયે કે જે મયાદા જે કાળની આચાર્ય મહારાજે બતાવી છે તે પછી તે તે વસ્તુ નજ વપરાય અને કાળમાન પહેલાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પલટાય કે તે અભય જાણી ત્યારથી જ વર્જવી તે ખાસ ધ્યાનમાં રાખવું.
૧૯ દૂધ ચાર પ્રહર સુધી ભક્ષ્ય છે પણ સાંજનું દેહેલું દૂધ હોય તેને ઉપગ મધ્યરાત્રિ અગાઉ થઈ જવે. જોઈએ. કેટલીક વખત ગ્રીષ્મ ઋતુમાં દૂધ સખ્ત તાપને લીધે કે વધારે વખત રહેવાથી અથવા ઉપગ પૂર્વક શુદ્ધ વાસણમાં ન રાખવાના કેટલાક કારણને પામીને બગડી જાય છે અને કોઈવાર દહિની માફક જામી જાય છે, તેને દહિં થયું સમજી વાપરવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org