________________
(૪૫ )
છે. ધર્મ જે ખુશીથી કરે ન ગમતું હોય તે પણ પરાણે કમરૂપી રોગનું હરણ કરવા ધર્મરૂપી ઔષધ ગ્રહણ કરવું.. જેમ કોઈ રેગી માણસ હોય તેને કડવી વિષસમાન દવા પીવી જરાયે ગમતી નથી, ત્યારે તેથી વિમુખ થઈ જે તે દૂધપાક પુરી આદિક મિષ્ટ પદાર્થો વાપરે તે અલ્પ વખતમાં તે કાળવશ થઈ જાય અને જે ઝેર જેવી કડવી દવા પરાણે પણ. પીયે તે તેના રોગનું અવશ્ય નિવારણ પણ થાય; તેમજ જે આપણને ધર્મ ઉપર રૂચી થતી ન હોય તે પણ કરવી અને જે. વિષયવાસના પ્રમુખમાં લપટાશું તે અનંત ભવ ભ્રમણ કરવું પડશે તેથીજ કર્મરૂપી રોગનું નિવારણ કરવા આ ધર્મરૂપી જુદાં જુદાં અનુપાને (ઔષધ ) પ્રાગે જણાવ્યા છે તેથી કંટાળીને વિમુખ ન થતાં સંપૂર્ણ આત્મવીર્ય ફેરવવું જેથી સહેજે શિવ સંપદા પામીશું.
૧૪. વસાણુ–સેવ, ગાંઠીયા, બુંદી,' દાળ પ્રમુખ વસાણું પકવાન હોવાથી તેને કાળ મિઠાઈ જેટલે જાણ અને વર્ણ ગધ રસ સ્પર્શ કરે તે કાળમાન પહેલાં પણ અભક્ષ્ય જાણવું. ભજીયાં, કચેરી, ચાપુરી, માલપુવા, પ્રમુખ નરમ વસ્તુઓ બીજે દિવસ વાશી થાય છે.
૧૫. ચુરમાના લાડુ-તન્યા વગરના બીજે દિવસ વાશી થાય પણ સારી રીતે તળેલા ઉત્તમ બનાવ્યા હોય તે બીજે
૧ બુંદી નરમ તળેલ હોય તે વાશી થાય. ૨ રાત્રે પલાળેલી દાળ વાશી થાય માટે વાપરવી નહિ. ૩ ઘી તથા તેલ ખરું થાય તે અભક્ષ્ય કહેલ છે તે તેવા ઘી તેલની મીઠાઈ પણ અભક્ષ્ય જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org