________________
(૨૬) પાંદડી વગેરેનું શાક, સુકવણ, સંભારે, અથાણું કે દાળ, બુંદી, કળી (સેવા), ગાંઠીઆ પ્રમુખ તળેલું જે કાંઇ હોય તેની સાથે તથા મગ, અડદ ચોળા પ્રમુખ કઠોળના પાપડ, વડ પ્રમુખની ચી સાથે તથા મેથી નાંખેલ અથાણું સાથે કાચાં ગોરસ (દૂધ-દહિ-છાશ) ને સંગ ન થવું જોઈએ. ઘોલવડાં (દહીંવડાં) તે દ્વિદલ છે પણ તે ઘેલવડાં જે ઉકાળેલા ગેરસમાં કર્યો હોય તે તેજ દિવસ ભય, કાચા ગેરસના અભક્ષ્ય. છે. રાઈ તથા સરસવ દ્વિદલ નથી કારણ તેમાં તેલ છે. શિખડની સાથે પણ દ્વિદલને સ્પર્શ ન કરવો. સ્પર્શ દેષ ટાળવા દ્રાક્ષ, કેળા, ખારેક વગેરેનું રાઇતું પણ ગેરસ ઉનું કર્યા પછીજ બનાવવું જોઈએ. ઘઉં, બાજરાના, જેટલી રોટલા સાથે કાચું ગેરસ ખાવું હોય તે દ્વિદલવાળું વાસણ, હાથ તથા મુખ વગેરેની શુદ્ધિ કર્યા પછી વાપરવું અથવા જે પ્રથમ કાચું ગેરસ ખાધું હોય તે તે વાસણ, હાથ, મુખ વગેરેની બરોબર શુદ્ધિ કર્યા પછી વિદલ વાપરવું. અર્થાત કોઈ પણ રીતે કિંચિત પણ વિદલ ને કાચાં ગેરસને અન્ય સંયોગ ન થવું જોઈએ. કઢી, રાઈતું, દહિંવડી, ઢોકલી, શાક, દાળ (જેમાં ગોરસ નાંખવું હોય તે) વિગેરે કરતાં પહેલાં છાશ કે દહિ હવા ઉડાવવા જેવાં ગરમ કેટલાક કરે છે પણ તેમ કરવા કરતાં છાશ હિમાં મીઠું (નિમક) અથવા બાજરાને લેટ નાંખી સારી રીતે ગરમ થતાં સુધી હલાવ્યા કરવાથી છાશ ફાટી જશે નહિ, માટે સારી રીતે ઉકાળવું જોઈએ; પરંતુ લગાર ગરમ થયું (સામાન્ય વરાળ નીકળે) તે ઉકાળેલું ગેરસ કહેવાય નહિ. શાસ્ત્રોમાં ઉકાળેલું ગેરસ એમ લખે છે. શ્રી જિનદત્તસૂરિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org