________________
( ૨૫ ) હેય. ઉપરના તુચ્છ અથાણુઓને ખરેખર જિહાઈદ્રિયને જય કરનારા રત્નશિરોમણિ વીરપુત્રાજ ત્યાગ કરે છે અને તે જ ખરેખર પ્રશંસનીય છે, કારણ આ જીવે અનંતીવાર દરેક ચીજો આઈને વમન કર્યું તે પણ તૃણ જતી નથી તે આશ્ચર્યજ છે! અણહારી થયા શિવાય કઈ ક્ષે ગયા નથી, જતા નથી ને જશે પણ નહિ; તે ક્રમે ક્રમે આવી તુચછ અભક્ષ્ય વસ્તુ પરથી મમત્વ ભાવ ઉઠાડ કે જેથી સદાને માટે અણુહારી પદ પ્રાપ્ત થાય.
૧૭. ઘેલવડાં શબ્દ દ્વિદલજે વિદલ-કઠળ નિઃસ્નેહ છતાં દાળ થઈ શકે એવા હેય, બે સરખી ફાડ થાય, જેમાં ચીકણાશ ન હોય અને ઘાણીમાં પીલવાથી તેલ ન નીકળે તે તથા તેને સુકાં કે લીલાં પત્ર અને તે સિવાય પણ જે તેલ વિનાના હેય અને જેની બે દાલ થતી હોય પણ તે વૃક્ષનું ફલ ન હોય જેમકે સાંગરી (વૃક્ષનું ફલ છે તેથી દ્વિદલ નહિ) પ્રમુખ વૃક્ષ ફલ શિવાય સર્વે દ્વિદલ જાણવા; જેમકે ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, મટર (વટાણા), લાંગ, ગુવાર, મેથી અને મસુર પ્રમુખ કઠોલ તથા તેના લીલવા, તેની દાળ, લેટ તથા મેથી ભાજી વિગેરે દ્વિદલ છે. તેની સાથે કાચાં ગોરસ (દૂધ-દહિ કે છાશ) ને સવેગ થતાંજ તત્કાળ બેઇદ્રિય
જીવ ઉપજે. છાશ, દૂધ, દહિ ખુબ ગરમ કરી અથવા ગરમ કર્યા પછી ઠંડા પાડીને વિદલ સાથે મેલવે તે દેષ નથી. મેથી, ગુવાર, કઠલ માત્રનાં પાંદડાની ભાજી, વાલોળ, તુવેર, ચાળાફળી, મગની ફળી, ગુવારની ફળી, વટાણાની ફળી, લીલા ચણા,
* તેલ નીકળી શકે નહિ તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org