________________
( ૧૪.). કાચું-સચિત્ત મીઠું શ્રાવકે વર્જવું અને અચિત્ત વાપરવું. પૃથ્વિમાંથી ખાણ ખોદતાં તથા કેઈ પહાડના શીખરરૂપે અને સમુદ્રના પાણીથી આગરમાં જમાવેલું એવું સર્વ વડાગરૂ, ઘશીયું, ખારે, લાલ સિંધવ વગેરે અનેક ક્ષાર જેને અગ્નિ શસ્ત્ર ન લાગ્યું હોય, ત્યાં સુધી “સચિત્ત છે તેવું સર્વ મીઠું દરેક જૈને એ શ્રદ્ધાથી તજવા ગ્ય છે. ગૃહસ્થીઓને જે અચિત્ત કરેલું વેચાતી મળે નહીં તે ખપ જેટલું અચિત્ત કરાવે છે. દાળશાકમાં તે સચિત્તનું અચિત્ત થઈ જાય છે પણ અથાણામાં, મશાલામાં, મુખ વાસમાં અને ઔષધમાં અચિત્ત મીઠું વાપરી શકાશે.
અણુહારીમાં ગણેલા સુરેખાર, સાજીખાર, ટંકણખાર અને ફટકડી તે અચિત્તજ છે. અચિત્ત મીઠું જુદી જુદી રીતે થાય છે એક તે માટીના વાસણમાં મીઠું ભરી ઉપર મજબુત પેક કરી કુંભારની અગર કદઈની ભઠ્ઠીમાં મૂકવાથી બરાબર અચિત્ત થાય; તે મુજબ અચિત્ત કરેલું મીઠું બે ચાર વર્ષ કે તેથી વધારે વખત સુધી સચિત્ત થતું નથી. શ્રાવકે ઘેર એક શેર મીઠું, ખાંડીને દળીને આશરે બેશર પાણીમાં પલાળી તે એકરસ થઈ જાય ત્યારે તે રસ ગાળીને ચૂલા ઉપર જેમ સાકરખાંડનું બુરૂ બનાવે છે તેમ શેકી નાંખે છે; આ પ્રમાણે બનાવેલું મીઠું અચિત્ત ખરેખર થાય પણ પાણીના સંગે રસ કયે છે માટે
૧ મીઠું કુંભારને ત્યાં અચિત્ત કરવા માટે આપવાની પ્રવૃત્તિ ગુજ રાતમાં પાટણ શહેરમાં છે જે કુમારપાલ રાજાના વખતથી ચાલી આ છે એમ કહેવાય છે. તથા દાતણની ચીર પણ તૈયાર વેચાતી મળે છે. વળી મી પણ અચિત્ત મળે છે જે અમદાવાદના કેટલાક શ્રાવકે મંગાવે છે તથા ખારો તે કંઈ (હલવાઈ) ની પેઢીમાં અચિત્ત મળે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org