________________
બહાર કાઢે કે તરત જ અંતર્મુહુર્તમાં સૂક્ષ્મ દ્વણ જીવ ઉ. ત્પન્ન થાય છે, તેમાં શંકા કરવી ઉચિત નથી. કારણ વસ્તુ માત્ર બે પ્રકારે સિદ્ધ થાય છે, એક હેતુગમ્ય, બીજું આગમગમ્ય; માખણ તથા દ્વિદલ પ્રમુખમાં જે જીવ ઉત્પન્ન થાય છે તે હેતુગમ્ય નથી પણ આગમગમ્ય છે. માટે જિનેશ્વરભગવતે જે પ્રરૂપ્યું છે તે સત્ય માનવું જ જોઈએ, જે કઈ પણ પુરૂષ કેઈપણ શાસ્ત્ર ન માને અને ચક્ષુએ દીઠેલી વસ્તુ જ માને તે નરક સ્વગદિ જે અદશ્ય છે તેમજ પરમેશ્વર (સિ" ને જીવે) સાતમા કે ચઉદમા રાજક ઉપર છે, અને
સ્વર્ગ તથા નરકમાં જ પુન્ય, પાપ કરવાથી જાય છે તે પણ માની શકાશે નહિ; તેની સાતમી કે આગળની પેઢી હતી કે કેમ તે શંકા થશે; પણ તેમ નથી. કારણ કે કેટલીક વસ્તુ હેતુગમ્ય હોય અને કેટલીક માટે આગમપ્રમાણ પણ માનવું; કારણે સર્વ વસ્તુ આપણું જોવામાં આવતી નથી. માટે માખણ પ્રમુખમાં જે જીવની ઉત્પત્તિ થાય છે તે આગામગપેજ મજી અરિહંત ભગવાનના વચનમાં કિંચિત્ શંકા કરવી જ નહિ. છાશમાંથી માખણ કાઢતાં તરતજ તાવડામાં ચૂલા ઉપર થકી દેવું યુક્ત છે.
ઉપરની ચાર મહા વિગઈ (મધ-મદિરા-માંસ-માખણ) ને અવશ્ય ત્યાગ કરે જોઈએ. પ્રભુની આજ્ઞા પાળવી તેજ ધર્મ છે.
૧ અહીં જઘન્ય અંતર્મુહૂર્ત સમજવું તેને કાળ નવ સમય છે ધિક સેકન્ડમાં અસંખ્યાતા સમય થાય છે માટે છાશથી જુદું પાડ્યું છે રિત અભક્ષ્ય સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org