________________
.
રહી છે, હજી પણ પેયાપેય અને ભક્ષ્યાભક્ષ્યની ખાખતના વિવેક પ્રાપ્ત કરવાના જીજ્ઞાસુઓ તરફથી ઉપરાઉપર માગણી ચવાથી ખીજી આવૃત્તિમાં બનતા સુધારા વધારે કરીને આ ત્રીજી આવૃત્તિ છપાવી છે. આ આવૃત્તિમાં કેટલીક પુનેટ શ્રી ભાવનગર નિવાસી શ્રીયુત વહેારા અમરચંદજસરાજે લખી આપેલ દાખલ કરી છે.
આ પુસ્તક વાંચી ધર્મના ખપી પુરૂષ તે અભક્ષ્ય વસ્તુઓના ત્યાગ કરશે અને અન્યમન્ધુઓને વ‘ચાવી, ઉપદેશથી સમજાવી ત્યાગ કરાવશે તા યાજકના અને અમારે ઉદ્દેશ અને પ્રયત્ન સફળ થયા સમજીશું,
આાજકાલ કેટલેક સ્થળે શ્રીપર્યુષણુપર્વમાં અઠ્ઠાઇ આહિ તપ કરનારે નવકારશી કરવીજ જોઇએ એવા ફરજીયાત રીવાજ પડી ગયેલ છે તેથી કરી સામાન્ય સ્થિતિવાળા જને આવા ઉત્તમ તપના લાભ લઇ શકતા નથી; અને સાત કે નવ ઉપવાસ કરી · મનને સતેષ માને છે. તેવા રીવાજ શ્રી વરતેજ ગામમાં પણ હાવાથી મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજીના સદુપદેશથી તે રિવાજ દૂર કરવા ખાતર ભાવસાર ગાંડાલાલ માનચ'દે તેમના સુપનિ પુરીબાઇએ કરેલ અઠ્ઠાઈ તપનિમિત્તે નવકારશી નહિ કરતાં રૂ. ૧૮૦) ની મદદ અમાને માકલીને આ પુસ્તકની ૧૦૦૦ કાપી તેમના તરફથી છપાવી છે.
આ ગ્રંથની પ્રથમની બે આવૃત્તિએ અમેાએ શાસ્ત્રી ટાઈપમાં છપાવી હતી પરંતુ ગુજરાત કાઠીયાવાડના કેટલાક ભાઈઓને શાસ્ત્રી અક્ષરનુ જ્ઞાન નહિ હૈાવાથી તેઓના લાભને ખાતર આ આવૃત્તિ ગુજરાતીમાં છપાવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org