________________
અને મસ્તક નીચે ( છાતી સરસું ) રાખવું જેમ રાજા, શેઠ પ્રમુખ આવતાં ઉભા થઈ તેમનું બહુમાન કરીએ છીએ તેમ જ્ઞાનનું બહુમાન, વંદન, પૂજન કરવું. જે જ્ઞાનાવરણીય કર્મ શીધ્ર ક્ષય કરવાં હોય તે જ્ઞાનની આશાતના કોઈ પણ પ્રકારે ન થાય તે શુદ્ધ ઉપયોગ રાખે છે જેથી કાલેકપ્રકાશકઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય! સુષ કિબહુના ?
લી. ગ્રંથકર્તા.
ભૂમિકા. પ્રિય વાંચનાર !
કઈ કઈ જાતિની દેશી પરદેશી દવાઓ, હમેશની ઉપયોગની વસ્તુઓ, ઘન અને પ્રવાહી પદાર્થો, કે જે દોષવાળા છતાં તે વસ્તુઓની ઉત્પત્તિ અને દોષના જ્ઞાનના અભાવે ભવભીરૂજનથી પણ તે વસ્તુઓ જાણ્યે અજાયે વપરાશમાં લેવાતી, તેમજ પશ્ચિમાત્યની છાયાના વધુ સંસર્ગથી ભક્યાલક્ષ્યને વિવેક બહુજ ઓછા હૃદયમાં રહેવા પામ્યું અને તેને લઈને ઘણીક વસ્તુઓ કે જે એક જૈન તરીકે ઓળખાતી વ્યક્તિને કદી પણ નહીં ખાવી પીવી જોઈએ એવી વસ્તુઓ પણ વપરાવી શરૂ થઈ; આવા સમયમાં દોષવાળી અભસ્થ અનંતકાય વસ્તુઓ કે જે શું કારણથી નહીં વાપરવી જોઈએ ? વાપરવાથી શું દોષ થાય છે? તે અને તેને લગતી વધુ હકીકતે સૂચવનારા એક પુસ્તકની ખાસ જરૂર હતી; તેવા સમયમાં જુનાગઢ નિવાસી મી. પ્રાણલાલ મંગળજીએ કેવળ ઉપકાર બુદ્ધિથી જ આ ગ્રન્થની ચેજના કરી છે. જે જરૂરીયાતના વખતમાં જીજ્ઞાસુ જનેને ઘણી જ ઉપયોગી થઈ પડવાથી પ્રથમની બે આવૃત્તિ ટુંક મુદતમાં થઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org