________________
મોક્ષમાર્ગ તે અનુષ્ઠાન કરવાની શકિતના અભાવને લીધે નિશ્ચયસાધક શુભાનુકાન કરે, તે તેઓ સરાગ સમ્મદષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે. આમ વ્યવહાર એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યાં. (અહીં જે સરાગ સમ્યગ્દષ્ટિ જીવો કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટયું છે પરંતુ ચારિત્ર અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને “સરાગ સમ્યગ્દષ્ટિ' કહ્યા છે. એ સમજવું. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ નિશ્ચય સાધક (નિશ્ચયના સાધનભૂત)
કહેવામાં આવ્યું છે એમ સમજવું.) વ્યતિરેકો:ઉપજવાપણું તથા નષ્ટ થવાપણું દર્શાવે છે. વ્યપરોપણ નાશ વિષમતા :વિપરીતતા, ભયાનકતા, કરુણતા વ્યાવૃત્ત થવું:જુદા થવું, અટકવું, રહિત થવું, પાછા ફરવું વ્યવહાર ત૫ :જે જીવને સહજ શુદ્ધ સ્વરૂપના પ્રતાપનરૂપ નિશ્ચયતપ હોય તો
જીવના, હઠ વિના વર્તતા અનશનાદિ સંબંધી ભાવોને તપ કહેવામાં આવે છે. જેમાં વર્તતો શુદ્ધિરૂપ અશ તે નિશ્ચયતા છે અને શુભપણારૂપ' અંશને વ્યવહાર-તપ કહેવામાં આવે છે. (મિથ્યાટિને નિશ્ચય તપ નથી તેથી અનશનાદિ સંબંધી શુભભાવોને વટ્વહાર-તપો પણ કહેવાતા નથી, કારણ કે જયાં વાસ્તવિક તપનો સદ્ભાવ જ નથી, ત્યા તે શુભ ભાવોમાં આરોપ
કોનો કરવો. વર્ગ જે કર્મના રસની શકિતઓના અવિભાગ પરિચ્છેદોના સમૂહરૂપ વર્ગ છે તે
બધોય જીવને નથી કેમ કે તે પગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. (૨) ફળપ્રદ શકિતનો અંશ (૩) પુલ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. અમુક ચોકકસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલા પરમાણુઓના સમૂહથી વર્ગ થાય છે. (૪) સમાન અવિભાગ પ્રતિષ્ઠદોને ધારણ કરનાર પ્રત્યેક કર્મ પરમાણુને વર્ગ કહે છે. કર્મના રસની શકિતઓના અવિભાગ પરિચ્છેદોના સમૂહરૂપ વર્ગ.
૮૫૩ વર્ગણા જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે બધીય જીવને નથી કારણ કે તે પુલ
દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. (૨) સમાન
અવિભાગ પ્રતિરછેદોના ધારક કર્મપરમાણુના સમુહને વર્ગ કહે છે તેવા વર્ગોના સમૂહને વર્ણવા કહે છે (૩) કર્મનો સ્કંધ (૪). ઉપર મુજબના વર્ગના સમૂહથી વર્ગણા થાય છે. તેવી કર્મરૂપ પરિણમવાની શકિતવાળી કાર્મણ વર્ગણાઓ લોકમાં સર્વત્ર ભરપૂર છે. (૫) વર્ગના સમૂહને વર્ગણા કહે
છે. સજાતીય વસ્તુઓનો સમુદાય વર્ગણાઓ લોકમાં અનંત પરમાણુની બનેલી વર્ગણાઓ છે, અસંખ્યાત
પરમાણુઓની બનેલી વર્ગણાઓ પણ અનંત છે. અને (દ્વિઅણુક અંધ, ત્રિઅણુક સ્કંધ ઈત્યાદિ) સંખ્યાન પરમાણુની બનેલી વર્ગણાઓ પણ અનંત
છે. (અવિભાગી પરમાણુઓ પણ અનંત છે.) વજર્ષભનારાથસિંહનન આદિ વર્ષભનારસ,વજનારાય,નાચય, અર્ધનારાય,
કીલિકા અથવા અસંપ્રાસાસુપાટિકા સંહનન છે તે હાંડકાંની મજબૂતાઈની વાત કરે છે. વર્ષભનારાય સંહનન વિના કેવળ જ્ઞાન જ થાય એમ આવે છે ને ? ભાઈ, નિશ્ચયથી તો કેવળજ્ઞાનની પર્યાય પોતાના કારણે થાય છે. દ્રવ્યના તથા ગુણના કારણે થાય છે એમ પણ નથી. તે પર્યાયનું પરિણમન, પોતાના પકારકથી તે રૂપે પરિણમવાનો કાળ છે તેથી થાય છે. વર્ષભનારાય સંહનન નિમિત્ત છે માટે કેવળજ્ઞાન થાય છે એમ નથી. સ્ત્રીને ત્રણ સંહનન હોય છે. અને તેથી તેને કેવળજ્ઞાન થાય નહીં એમ શાસ્ત્રમાં આવે છે. એ તો સ્ત્રી પર્યાયમાં કેવળ જ્ઞાન થવાની યોગ્યતા નથી તેથી થતું નથી ત્યારે નિમિત્ત કેવું હોય છે. જેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સ્ત્રીનું શરીર છે માટે સાધુપણું આવતું નથી એમ નથી. પરંતુ સ્ત્રીનો દેહ હોય તેને આત્માની પરિણતિનું છછું ગુણસ્થાન આવે એવી યોગ્યતા જ હોતી નથી એમ નિમિત્તનું ત્યાં યથાર્થ જ્ઞાન કરાવ્યું છે. જેને પૂર્ણજ્ઞાન થવાનું છે તેના શરીરની દશા નગ્ન જ હોય છે. વસ્ત્ર હોય અને મુનિપણું આવે તથા વસ્ત્ર સહિતને કેવળ જ્ઞાન થાય એ વસ્ત્રનું સ્વરૂપ' જ નથી. છતાં પરદ્રવ્ય છે માટે કેવળ જ્ઞાન નથી એમ નથી. ભારે વિચિત્ર! એક