SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ પ્રકતિબંધનું જાણ :જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોના તે કર્મોને યોગ્ય એવો જ પુદ્ગલ દ્રવ્યનો સ્વ-આકાર, તે પ્રકૃતિબંધ છે. પ્રતિભૂત સ્વભાવભૂત (સુખ સ્વભાવભૂત છે) પ્રકતિતના એકાર્યવાથીનામાં પ્રકૃત્તિ, શીલ અને સ્વભાવ એ બધા એકાર્થવાળા છે. શકિત, લક્ષણ, વિશેષ, ધર્મ,રૂપ, ગુણ, તથા સ્વભાવ, પ્રકૃતિશીલ અને આકૃત્તિ એ બધા એકાર્ણવાચી છે. પ્રકનિબંધુ અને પ્રદેશબંધ ગ્રહણ એટલે કર્મપુદગલોનો જીવપ્રદેશવર્તી ( જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્રે રહેલા) કર્મ સ્કંધોમાં પ્રવેશ; તેનું નિમિત્ત યોગ છે. યોગ એટલે વચનવર્ગણા, મનોવર્ગણા, કાયવર્ગણા અને કર્મવર્ગણાનું જેમાં આલબન હોય છે એવો આત્મપ્રદેશોનો પરસ્પદ (અર્થાત જીવના પ્રદેશોનું કંપન તેને પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કહે છે. તેથી અહીં (બંધને વિષે) બહિરંગ કારણ ( નિમિત્ત) યોગ છે કારણ કે તે પુગલોના ગ્રહણનો હેતુ છે. (૨) મન, વચન, કાયાના યોગના નિમિત્તે થતું આત્માના પ્રદેશોનું કંપનથી થાય છે. સ્થિતિબંધ અને અનુભાગબંધ મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયથી થાય છે. પ્રકનિબંધુ કેટલાંક કર્મનો સ્વભાવ આત્માના જ્ઞાનગુણને રોકવાનો હોય, કોઇનો દર્શનગુણ રોકવાનો સ્વભાવ હોય; કોઇ કર્મ શાતા કે અશાતા વેદનીય આપવાના સ્વભાવવાળું હોય તેને પ્રકૃતિ કહે છે. મૂળ પ્રકૃતિ આઠ છે. (જ્ઞાનાવરણીય આદિ) ને ઉત્તર પ્રવૃત્તિ ૧૪૮ છે. (૨) કર્મનો સ્વભાવ અથવા પરિણામ. કેટલાંક કર્મનો સ્વભાવ આત્માના જ્ઞાનગુણને રોકવાનો હોય, કોઇનો દર્શન ગુણ રોકવાનો હોય, કોઇ કર્મ શાતા કે અશાતા વેદનીય આપવાના સ્વભાવવાળું હોય તેને પ્રકૃતિ કહે છે. મૂળ પ્રકૃતિ આઠ છે. (જ્ઞાનાવરણીય આદિ) ને ઉત્તર પ્રકૃતિ ૧૪૮ છે. (૩) એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રવૃત્તિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક નથી. વિષના દૃષ્ટાંતો જેમ ખોરાક એક જગોએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઈન્દ્રિયને પહોંચે છે, ને દરેક ઈન્દ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા તો એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઈન્દ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખત મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તો ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે, અને તેને લીધે બીજી પ્રવૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઊતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે; એવો તેમાં સ્વભાવ રહેલો છે. મૂળ કર્મપ્રકૃતિઓ ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તરકર્મપ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તો પણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ. અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાલીસ કોડાકોડીની અને મોહનીય (દર્શનમોહનીય) ની સિત્તેર કોડાકોડીની છે. (૪) મોહાદિ જનક તથા જ્ઞાનાદિ ઘાતક તે તે સ્વભાવવાળા કાર્માણ પુગલ સ્કંધોનો આત્મા સાથે સંબંધ થવો તેને પ્રકૃતિબંધ કહે છે. (૫) રાગ-દ્વેષ નિમિત્તથી જીવની સાથે, યૌગલિક કર્મોનો બંધ નિરંતર થાય છે. જીવના ભાવોની વિચિત્રતા અનુસાર કર્મ પણ વિભિન્ન પ્રકારનાં ફળ આપવાની શકિતની સાથે લઇને આવે છે. એથી તે વિભિન્ન સ્વભાવ યા પ્રકૃતિવાળા થાય છે. પ્રકૃતિની અપેક્ષાથી તે કર્મોના મૂળ આઠ પ્રકાર છે અને ઉત્તર પ્રકૃતિના ૧૪૮ ભેદ છે. ઉત્તરોત્તર ભેદ અસંખ્યાત થઇ જાય છે. સર્વ પ્રકૃતિઓમાં કોઇ પાપરૂપ હોય છે. કોઈ પુણ્યરૂ૫, કોઇ પુલ વિભાગી, કોઇ ક્ષેત્ર અને ભવવિપાકી, કોઇ ધ્રુવબંધી, કોઇ અધુવબંધી ઇત્યાદિ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy