________________
૬૧૩
કે દ્રવ્ય-ગુણનું નિત્ય વર્તમાનરૂપ નિરપેક્ષપણું છે. આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય-ગુણ અને નિરપેક્ષ પર્યાયરૂપ વસ્તુની જે પૂર્ણતા છે, તેને પરિણામિક ભાવ કહે છે. જેનો નિરંતર અભાવ રહે તેને પરિણામિક ભાવ કહે છે; સર્વ ભેદ જેમાં ગર્ભિત છે. એવો ચૈતન્યભાવ, તે જ જીવનો પારિણામિક ભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવળજ્ઞાનાદિ, જે અવસ્થાઓ છે, તે પારિણામિક ભાવ
નથી. પરિણામિક આત્મલાભ (હયાતી) જેનો હેતુ છે તે પરિણામ છે. અને
પરિણામથી યુક્ત તે પારિણામિક છે. (૨) ભગવાન આત્મા વસ્તુ છે, તે અસ્તિ છે, તે સત્તા છે, એટલે હોવાવાળું તત્ત્વ છે. આ હોવાવાળો ભાવ, એવા આત્મામાં બે અંશો છે, એક બદલતો અંશ, ને બીજો ત્રિકાળ ટકતો અંશ. બદલતો અંશ, તે પર્યાય છે. અને જે ત્રિકાળ ટકતો અંશ, તે ધ્રુવ, અવિનાશી અંશ છે. તેને પરિણામિક કહ્યો છે, પરંતુ તે ઉત્પાદ-વ્યયરૂપ પરિણામને, સૂચવવા માટે કહયો નથી. આ તો વીતરાગ વિજ્ઞાન છે. આ પરમ પારિણામિક ભાવ, તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ એકરૂપ છે. અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. (૩) કર્મના ઉદયાદિની અપેક્ષા વગર આત્મામાં
જે ગુણ મૂળ થી રહેવાવાળા છે તે ‘પારિણામિક' કહે છે. પરિણામિક ભાવ દ્રવ્યના સ્વરૂપની પ્રાપ્તિ (હયાતી) જેનો હેતુ છે અર્થાત્ દ્રવ્ય
પોતાને ધારી રાખે છે અર્થાત્ પોતે હયાત રહે છે તેથી તે પારિણામિક ભાવ છે. (૨) જીવના પારિણામિક ભાવનું લક્ષણ અથવા સ્વરૂપ સહજ ચૈતન્ય છે. આ પરિણામિક ભાવ અનાદિ અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ અનંત છે. (૩) આત્માનો ત્રિકાળી સહજ એકરૂપ શાશ્વત સ્વભાવ તે પારિણામિક ભાવ છે. તે ધ્રુવ દ્રવ્યરૂપ છે. તેને પરમભાવ કહ્યો છે. અન્ય ચાર ભાવો-દયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક ક્ષણિક છે. તેથી તેમને પરમભાવ ન કહ્યા. પારિણામિકરૂપ પરમસ્વભાવભાવ પ્રત્યેક જીવને સદાય વિદ્યમાન છે.
હવે આ પાંચ ભાવોમાં સવિશુદ્ધ પરમ પરિણામિક ભાવ જે શાશ્વત ધ્રુવ અચલ છે તે દ્રવ્યરૂપ-વસ્તુરૂપ છે અને અન્ય ચાર ભાવો પ્રગટ પર્યાયરૂપ છે. તેમાં ત્રણ નિર્મળરૂપ છે ને ઔદયિક મલિનરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાય દ્રવ્ય તે આત્મા-પદાર્થ છે. અર્થાત્ દ્રવ્ય-પર્યાય બન્ને થઈને આખો આત્મા-પદાર્થ છે. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર : બન્ને થઈને પ્રમાણ વસ્તુ સત્. (૪) પારિણામિક એટલે સહજ સ્વભાવ; ઉત્પાદવ્યય વગરનો ધ્રુવ, એકરૂપ કાયમ રહેનાર ભાવ, તે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ બધા જીવોને, સામાન્ય હોય છે. ઔદયિક, ઔપથમિક, માયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવ રહિતનો જે ભાવ, તે પારિણામિક ભાવ છે. પરિણામિક કહેતાં જ પરિણમે છે એવો ધ્વનિ આવે છે. પરિણમે છે, એટલે કે દ્રવ્ય ગુણનું નિત્ય વર્તમાનરૂપ નિરપેક્ષપણું છે, આવી દ્રવ્ય પૂર્ણતા છે તેને પરિણામિક ભાવ કહે છે. જેનો નિરંતર સદ્ભાવ રહે, તેને પરિણામિકભાવ કહે છે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે. એવો ચૈતન્યભાવ, તે જ જીવનો પારિણામિક ભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવળજ્ઞાનાદિ, જે અવસ્થાઓ છે તે પારિણામિકભાવ નથી. (૫) ઉદયભાવ, ઉપશમ ભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાવિકભાવ, એ ચારને કોઇ ઠેકાણે શાસ્ત્રમાં, વિભાવભાવ કહ્યા છે. ઉપશમ, ક્ષયોપશમ, શ્રાવિકભાવને ગૌણ કરીને, પરની અપેક્ષા વગરનો એકલો સ્વભાવભાવ છે, તેને શાસ્ત્રમાં પારિણામિક ભાવ કહ્યો છે. - જ્ઞાયકભાવ કહ્યો છે. (૬) ત્રિકાળી પરિણામિકને, ભાવરૂપ કહીએ; એને પારિણામિક કહીએ, ધ્રુવ કહીએ, નિત્ય કહીએ, સદશ કહીએ, એક પદ કહીએ, અને જે આ પર્યાય,. છે તે અનિત્ય, અંધૃવ, વિસદ કહીએ, કેમ કે તેમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય થાય છે. મોક્ષનો મારગ છે તે પણ ઉત્પાદ વ્યયરૂપ છે. એટલે કે વર્તમાન, જેનો ઉત્પાદ થાય, તેનો બીજે સમયે વ્યય થાય છે. બીજે સમયે ઉત્પાદ થાય, તેનો ત્રીજે સમયે વ્યય થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ હોવાથી, મોક્ષમાર્ગની પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ દ્રવ્યથી, કથંચિત ભિન્ન છે. કેમ? કેમ કે, તે પર્યાય ભાવનારૂપ છે. (૭) આત્માનો ત્રિકાળી સહજ