SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) આગમ= આત પુરુષના વચનના નિમિત્તે, પદાર્થને જાણવો, તેને આગમ કહીએ છીએ. જેમ શાસ્ત્ર વડે, લોકનું સ્વરૂપ જાણીએ. આ રીતે પાંચ ભેદ પરોક્ષ પ્રમાણના છે. પરોણશાન :પરોક્ષજ્ઞાન ખંડિત છે અર્થાત્ અમુક પ્રદેશો દ્વારા જ જાણે છે, જેમ કે વર્ણ આંખ જેટલા પ્રદેશો દ્વારા જ (ઈન્દ્રિયજ્ઞાનથી) જણાય છે; અન્ય દ્વારા બંધ છે. (૨) પર દ્રવ્યભૂત મન, ઇન્દ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક, તેમના દ્વારા થતું જે વિષયભૂત પદાર્થનું જ્ઞાન, તે પર દ્વારા પ્રગટ થતું હોવાથી પરોક્ષજ્ઞાન તરીકે ઓળખાય છે. (૩) ખંડિત છે એંર્થાત અમુક પ્રદેશો દ્વારા જ જાણે છે, જેમ કે વર્ણ આંખ જેટલા પ્રદેશો દ્વારા જ (ઇન્દ્રિયજ્ઞાનથી) જણાય છે; અન્ય દ્વારા બંધ છે. પરોણાશાનમાં આકુળતા છે: (૧) “પર દ્વારા ઊપજતું' થયું પરાધીનતાને લીધે, (૨) અસમંત' હોવાથી ઈતર દ્વારોના આવરણને લીધે, (૩) (માત્ર) કેટલાક પદાર્થોમાં પ્રવર્તતું થયું ઈતર પદાર્થોને જાણવાની ઈચ્છાને લીધે, (૪) સમળ હોવાથી અસમ્યક અવબોધને લીધે (કર્મમળવાનું હોવાથી સંશય, વિમોહ, વિભ્રમ સહિત જાણવાને લીધે) અને (૫) અવગ્રહાદિ સહિત હોવાથી ક્રમે થતા પદાર્થગ્રહણના ખેદને લીધે (આ કારણોને લીધે) પરોક્ષજ્ઞાન અત્યંત આકુળ છે; તેથી તે પરમાર્થે સુખ નથી. પરોણા:મહેમાન પરોપદેશ :અન્યનો ઉપદેશ. પરોલોક ૫રમાત્મ તત્ત્વ પરિ :અનુસરનારો સમુદાય;અનુચરસમૂહ. (સમિતિ ઇંદ્રિયરોધ વગેરે ગુણો પાંચ વ્રતોની પાછળ પાછળ હોય જ છે તેથી સમતિ વગેરે ગુણો પાંચ વ્રતોનો પરિકર અર્થાત અનુચરસમૂહ છે. (૨) સમૂહ; સામગ્રી (૩) અનુસરનારો સમુદાય; અનુચરસમૂહ. (સમિતિ, ઈન્દ્રિયવિરોધ વગેરે ગુણો પાંચ વ્રતોની પાછળ પાછળ હોય જ છે તેથી સમિતિ વગેરે ગુણો પાંચ વ્રતોનો પરિકર અર્થાત્ અનુચરસમૂહ છે.) (૪) અનુસરનારો સમુદાય; અનુચર સમૂહ; (પાંચ મહાવ્રતોની પાછળ તેને અનુસરનારા પાંચ પ્રકારની સમિતિ, પાંચ ૫૯૦ પ્રકારની ઇન્દ્રિય રોધ, લોચ, છ પ્રકારના આવશ્યક અચલકપણું, અસ્નાન, ક્ષિતિશયનું અદંતધાવન, ઊભાં ઊભાં ભોજન, એક વખત આહાર એ પ્રમાણે અઠ્ઠાવીસ નિર્વિકલ્પ સામયિક સંયમના ભેદો તેના અનુચર સમૂહો છે. (૫) પરિવાર રૂપે. (૬) પરિવાર પરિકર સમુહ :અનુસરનારો સમુદાય; અનુચર સમૂહ; (સમિતિ ઇન્દ્રિયરોધ વગેરે, ગુણો પાંચ વ્રતોની પાછળ હોય જ છે. તેથી સમિતિ વગેરે, ગુણ પાંચ વ્રતોનો પરિકર અર્થાત અનુચર સમૂહ છે. પશ્કિર્મ તપશ્ચરણાદિ ક્રિયા (૨) શોભા; શણગાર; સંસ્કારનું પ્રતિકર્મ પરિશય સર્વથા ક્ષય, સર્વ રીતે નાશ થવો. પરિધાન :અનુભવ પરિપીણ સંપૂર્ણ રીતે ઘસાઈ ગયેલું; વિનાશ પામેલું. પરિશીણતા :સંપૂર્ણ ઘસારો; સંપૂર્ણ નાશ. પરિગ્રહ :સ્વીકાર; અંગીકાર. (૨) મમત્વ; મમતા; મારાપણાનો ભાવ; મિથ્યા માન્યતા (૩) મમતા; મિથ્યા માન્યતા; પૈસા, મકાન, સુવર્ણ આદિ, પ્રત્યે મમત્વ. (૪) રાગમાં પોતાની હયાતી માનવી, તે પરિગ્રહ છે; પોતાના જ્ઞાયકપણામાં નાટકતાં પરવસ્તુના રાગમાં તન્મય થવું, તે પરિગ્રહ છે. (૫) પરિગ્રહ ત્રણ પ્રકારે છે. સચિત્ત એટલે સજીવન વસ્તુઓ, અચિત્ત એટલે નિર્જીવ વસ્તુઓ-પદાર્થો, અને મિશ્ર જીવ-અજીવ બન્ને પદાર્થો, ગૃહસ્થની અપેક્ષાએ સચિત્ત પરિગ્રહ. પુત્ર, કલત્ર(સ્ત્રી), માતા, પિતા ઇત્યાદિ, અચિત્ત પરિગ્રહ-ક્ષેત્ર, મકાન, આભરણ, ધન, ધાન્યાદિ તથા મિશ્ર-પરિગ્રહ. આભરણ સહિત, સ્ત્રી પુત્રાદિ મુનિની અપેક્ષાએ, સચિત્ત પરિગ્રહ શિષ્યાદિ, અચિત્ત પરિગ્રહ, પછી, કમંડલ, શાસ્ત્ર ઇત્યાદિ, મિશ્ર પરિગ્રહ, પીંછી, કમંડલ સહિત શિષ્ય વગેરે. અથવા બીજી રીતે પણ પરિગ્રહ બતાવે છે. ઇચ્છા કરે છે, તેઓ શુદ્ધાત્માની અનુભૂતિથી રહિત છે, અજ્ઞાની છે, તથા વીતરાગ શાસનથી બાહ્ય છે. તેઓ વધેલા આહારને ગ્રહણ કરનારની સમાન, નિંદવા યોગ્ય થાય છે. (૬) પરવસ્તુમાં મમત્વ; મમત્વ ભાવ (૭) મમત્વ; મૂચ્છભાવ; મમત્વપરિણામ જ મૂર્છા છે. આ વસ્તુ મારી છે - આ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy