SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણ બહિરાત્માપણું મિથ્યાત્વ સહિત હોવાથી, હેય (છોડવા લાયક) છે. | તેથી આત્મહિતેચ્છએ તેને છોડીને અંતરાત્મા (સમ્યગ્દષ્ટિ) બનીને, પરમાત્માપણું પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે તેથી હંમેશા સંપૂર્ણ અને અનંત આનંદ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય છે. નિકટ સૌથી ખરાબ, ખરાબમાં ખરાબ, અત્યંત હીનદશા. નિકાચિત કોઇપણ પ્રકારે, કરી શકતો નહિ હોવાથી, અત્યંત દઢપણાને કારણે નિકાચિત છે. નિકાચિત કર્મ પૂર્વ કર્મ બે પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવો છે કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે તે જ પ્રકારે ભોગવી શકાય. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી, વિચારથી કેટલાંય કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન કરવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભોગવવાં યોગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે; નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો વિચારે, પશ્ચાતાપ, જ્ઞાન વિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવ્યે જ છૂટકો. (૨) જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. (૩) અત્યંત ચીકણાં કર્મો! ભોગવ્યે જ છૂટા થાય, તેવાં. (૪) પૂર્વના બાંધેલા આકરાં કર્મ, જે પૂરા ભોગવ્યા વિના છૂટતાં નથી, તેને નિકાચિત કર્મ કહે છે. બહુ ચીકણાં કર્મ, તેથી સંસારના ભોગ છૂટતા નથી. (૫) જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે, ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. નિકાય સમૂહ (૨) ફેંસલો, પતાવટ કરવી, પૂરું થવું તે, પતવું. નિકાસિત ર્મ પૂર્વે બાંધેલા કર્મ ભોગવ્યે જ છૂટકો થાય તે નિકાસિત કર્મ છે. ૫૨૩ નિગમ ઈશ્વર કે મહાપુરુષનું વચન; વેદશાસ્ત્ર, તર્કવેપાર; વણજાર; કોઇ પણ વિષયનું તંત્ર-કોર્પોરેશન (૨) વિકલ્પ, તેમાં હોય તે નૈગમ. નિર્ગથ સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધ પણે વિચરે છે, શત્રુ, મિત્ર પ્રત્યે જે સમાન દ્રષ્ટિવાળા છે અને શુધ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે અથવા સ્વાધ્યાયે ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રીય અને જિતકષાય તે નિર્ગથો પરમ સુખી છે. (૨) આત્મવાદ પ્રાપ્ત; આત્મવાદ પ્રાપ્તનો અર્થ ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસનું ભાજન, પોતાના કરેલા કર્મોના ભોક્તા, વ્યવસ્થા કરી દ્રવ્ય પર્યાયરૂપ નિત્યાનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. નિગ્રથતા :બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગ યુકત, નિગ્રંથતા છે. નિગ્રહ :પકડી લેવું; પકડી રાખવું એ; ઇનિદ્રયોનો સંયમ; અવરોધ; અટકાવ (૨) ઇન્દ્રિયોનો સંયમ; અવરોધ-અટકાવ; પકડી લેવું-પકડી રાખવું એ. (૩) અવરોધ, અટકાવ, દમન, બંધન, સજા (૪) અપકાર, તિરસ્કાર, દેષભાવ. (૫) પકડી લેવું- પકડી રાખવું, એ ઇદ્રિયોનો સંયમ, અવરોધ- અટકાવ. (૬) કેદ કરવી, અટકાવ, અવરોધ, (૭) ઇન્દ્રિયોનો સંયમ (૮) ઇન્દ્રિયોનો સંયમ નિગ્રહ અને અનુગ્રહ અપકાર કે ઉપકાર, રાગ કે દ્વેષ. (૨) અપકાર અને ઉપકાર (નિગ્રહ એટલે અપકાર અને અનુગ્રહ એટલે ઉપકાર.) નિગણું :ગુણ વિનાની (સત્તા નિગુર્ણ છે, દ્રવ્ય ગુણવાળું છે. જેમ કેરી વગુણવાળી, ગંધગુણવાળી, સ્પર્શગુણવાળી વગેરે છે, પરંતુ વર્ણગુણ કંઇ ગંધગુણવાળો, સ્પર્શગુણવાળો કે અન્ય કોઇ ગુણવાળો નથી કારણ કે વર્ણ કાંઇ સુંઘાતો કે સ્પર્શતો નથી); વળી જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો નથી; તેમ દ્રવ્ય અનંત ગુણોવાળું છે પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહીં જેમ દંડી દંડ વાળો છે તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું; કારણ કે દંડી અને દંડને પ્રદેશભેદ છે. દ્રવ્ય તે ગુણ તો અભિન્નuદેશી છે.) (૨) ગુણ વિનાની (સત્તા નિર્ગુણ છે, દ્રવ્ય ગુણવાળું છે. જેમ કરી વર્ણગુણવાળી, નિબત :પેસી ગયું; ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું (૨) ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું નિખાલસ :સરલ, સહજ, નિર્દોષપણે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy