SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ નામાખ્ય :નામ સમાખ્ય = નામ સંજ્ઞાવાળું નામાખ્ય કર્મ ના સંજ્ઞાવાળું કર્મ. (૨) નામરૂપ સંજ્ઞાવાળું કર્મ. નામાંતરો :અન્યનામો નામાન્તર :બીજું નામ, પર્યાય નામ નામાંક્તિ :પ્રસિદ્ધ નાના અનેક (૨) વિવિધ; તરેહ તરેહનું (૩) અનેક, ભિન્ન ભિન્ન, જુદા જુદા નાના પ્રકાર અનેક પ્રકાર; વિવિધ જાતિ નાના રૂપ અનેકરૂપ. નાનાત્વ:જુદાપણું નારકી જીવો શ્રી કે પુરુષ હોતાં નથી, પરંતુ નપુસકો હોય છે. તેઓ વૈકિયિક શરીરવાળાં હોય છે, જાતજાતનાં બિહામણાં શરીર બનાવી લે છે. જેમના શરીરને કાપીને ટુકડે ટૂકડા કરી નાખે, તોપણ તે મરતાં નથી, હરણીયા પારા જેમ, તે પાછાં એકઠાં મળીને એકરૂપ થઇ જાય છે. જેમનું આયણ ખૂબ લાંબુ દીર્ધકાળ ટકે, તેવું હોય છે. આયુષ્ય પુરું ભોગવ્યા વિના, તે મુત્યુ પામતા નથી. નારકીપણું :અશુભભાવનું ફળ, નારકીપણું છું. નારાથ સંહનન જે કર્મના ઉદયથી, બેઠક અને મેખ સહિત હાડ હોય. નારાયણ:૫રમાત્મા, શ્રીકૃષ્ણ નાલી ઘડી; ૨૪ મિનિટનો સમય; ત્રીસ ઘડીનો એક દિવસ થાય છે. નાળિયેરની આત્માની ઉપમા જેમ નાળિયેરમાં ઉપરનાં છાલાં તેમજ કાચલી છે તે નાળિયેર નથી. તથા તે કાચલી તરફની લાલ છાલ તે પણ નાળિયુર નથી. અંદર જે ધોળો અને મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આ શરીર છે તે ઉપરનાં છાલાં છે, અંદર જે કર્મ છે તે કાચલી છે તથા જે દયા, દાન, ભકિત, કામ, ક્રોધ, આદિ પુણ્ય-પાપના જે ભાવ છે. તે લાલ છાલ છે. અને અંદર આનંદનો શુધ્ધ ગોળો છે એ ભગવાન આત્મા છે. જેમ ધોળો અને મીઠો ગોળો તે નાળિયેર છે. એમ જ્ઞાનાનંદ શુધ્ધ ગોળો એ આત્મા છે. આમ સર્વ ભિન્ન ભિન્ન છે. નાસ્તિ :અભાવ નાસ્તિક :આત્માદિ પદાર્થોને, ન માનનાર. નાસ્તિક દર્શન :આત્મને નહિ માનનારા, ચાર્વાક દર્શન. નાતિત્વ :અસત્પણું નિકટ :સમીપ; બે પ્રકારે છે. -ક્ષેત્રથી અને ભાવથી. નિકટપણું એકક્ષેત્રાવગાહ, એક ક્ષેત્રે સાથે રહેલા. નિકટભવી અલ્પકાળમાં ભવનો અંત આવવાનો છે એવાં. નિકટવર્તી સત્ય સમજવાનો કામી, પાત્ર છે, સમજવા માટે નિકટ આવેલો છે, જ્ઞાની પાસે આવીને ઊભો છે. નિકટ બે પ્રકારે છે (૯) ક્ષેત્રે નિકટ, (૯) ભાવે નિકટ. બાહ્યમાં સાક્ષાત્ જ્ઞાની પાસે આવ્યો છે, તેક્ષેત્ર નિકટ, અને અંતરથી સમજવાની જેની તૈયારી છે, તે ભાવે નિકટ. (૨) સમજવા માટે નિકટ આવેલો છે, જે સમજવા માટે પાત્ર-લાયક જીવ છે, સત્ય સમજવાનો કામી. નિકટવર્તીનો અર્થ “જ્ઞાની પાસે આવીને ઉભો છે', એવો થાય છે. નિકટનો અર્થ બે પ્રકારે છે (૯) કોત્રે નિકટ (૯) ભાવે નિકટ. બાહ્યમાં સાક્ષાત્ જ્ઞાની પાસે આવ્યો છે, તે ક્ષેત્રે નિકટ છે. અને અંતરથી સમજવાની જેની તૈયારી છે, તે ભાવે નિકટ છે. (૩) સમજવા માટે નિકટ આવેલો છે, માત્ર જીવ, અનંતકાળમાં જે સ્વરૂપ સમજ્યો નથી, તે આત્મા કેવો છે, તેને સમજવાની ધગશવાળો છે, તે નિકટવર્તી છે, સત્ય સમજવાનો કામી. (૪) કર્મો દૂર નથી, નજીકમાં એક ક્ષેત્રાવગાહે રહે છે, તેથી નિકટવર્તી કહયા છે. નિકટવર્તઓ અર્થ જ્ઞાની પાસે આવીને ઊભો છે. નિકટ બે પ્રકારે છેઃ (૧) ક્ષેત્રે નિકટ. (૨) ભાવે નિકટ. બાહ્યમાં સાક્ષાત્ જ્ઞાની પાસે આવ્યો છે, તે ક્ષેત્રે નિકટ છે. અને અંતરથી સમજવાની જેને તૈયારી છે, તે ભાવે નિકટ છે. નિકલ :શરીર રહિત. નિષુ પરમાત્માનું છાણ :ઔદારિક આદિ શરીર રહિત શુદ્ધ જ્ઞાનમય દ્રવ્ય. ભાવ નોકર્મ રહિત. નિર્દોષ અને પૂજ્ય સિદ્ધ પરમેષ્ઠી નિકલ પરમાત્મા કહેવાય છે. તે અક્ષય અનંતકાળ સુધી અનંત સુખનો અનુભવ કર્યા કરે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy