________________
હોવાથી વિશાળ છે; નિશ્ચયનયે એકપ્રદેશી હોવા છતાં વ્યવહારનયે અસંખ્યાતપ્રદેશી છે. ધર્માસ્તિકાય અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે રૂપે સદા પરિણમે છે, નિત્ય છે. ગતિક્રિયાયુક્તને કારણભૂત (નિમિત્તરૂ૫) છે અને પોતે અકાર્ય
ધર્મપ્રેમી જીવો દુઃખને ટાળવાના સાચા ઉમેદવારો. ધર્મભાવના ધર્મભાવનામાં તો, વારંવાર વિચારની મુખ્યતા છે અને ધર્મમાં
નિજગુણોમાં સ્થિર થવાની, પ્રધાનતા છે. ધર્મમંથન કાળ :તત્ત્વમંથનકાળ ધર્મલાભ શુદ્ધાત્મ-અનુભવરૂપ ધર્મપ્રાપ્તિ. ધર્મલાભ થતો નથી શુદ્ધાત્મ- અનુભવરૂપ ધર્મપ્રાપ્તિ થતી નથી. ધર્માચાર્ય :આચર્યાનો મુનિઓ સાથે ધાર્મિક સંબંધ જ હોય છે. પરંતુ
ગૃહસ્થાચાર્યનો ગૃહસ્થોની સાથે, ધાર્મિક અને સામાજિક બન્ને પ્રકારનો
સંબંધ રહે છે. તેથી આચાર્યને ધર્મનું વિશેષણ આપ્યું છે. ધર્માત્મા ધર્મી જીવ ધર્માનુરાગ દેવ-ગુરુ- પતિની કે તેમની પ્રતિમાની પૂજામાં આહારાદિ ચતુર્વિધ
દાનામાં, આચારાંગાદિ શાસ્ત્રોમાં કહેલાં, શીલવ્રતોમાં તથા ઉપવાસાદિક તપમાં પ્રીતી, તે ધર્માનુ રાગ છે. જે આત્મા દ્વેષરૂપ અને વિષયાનુરાગરૂપ, અશુભ યોગ ને ઓળંગી જઇને,
ધર્માનુરાગને અંગીકાર કરે છે, તે શુભોપયોહિ છે. ધર્માસ્તિકાય :આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં, ધર્મદ્રવ્ય નિમિત્ત માત્ર
છે. આ ધર્માસ્તિકાયને સિદ્ધ કરે છે. કહે છે – એક ધર્માસ્તિકાય નામનું, ચૌદ રાજુ પ્રમાણ (લોકપ્રમાણ) દ્રવ્ય છે, અને તે જીવ સ્વાભાવિક ગતિ ક્રિયા કરે, તેમાં નિમિત્ત છે, તેવી જ રીતે (છૂટો) પરમાણુ, સ્વાભાવિક ગતિક્રિયા કરે કે પુદ્ગલ સ્કંધ વૈભાવિક ગતિક્રિયા કરે, તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત છે. (૨) અસ્પર્શ,અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોકવ્યાપક છે; અખંડ; વિશાળ અને અસંખ્યાતપ્રદેશી છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનો અત્યંત અભાવ હોવાથી ધર્મ (ધર્માસ્તિકાય) ખરેખર અમૂર્ત સ્વભાવવાળો છે; અને તેથી જ અશબ્દ છે; સમસ્ત લોકાકાશમાં વ્યાપીને રહેલો હોવાથી લોકવ્યાપક છે; અયુતસિદ્ધ (નહિ જોડાયેલો) પ્રદેશવાળો હોવાથી અખંડ છે. સ્વભાવથી જ સર્વતઃ વિસ્તૃત
ધર્મ અને અધર્મ વિદ્યમાન છે. કારણકે લોક અને અલોકનો વિભાગ અન્યથા બની શકે નહિ. જીવાદિ સર્વ પદાર્થોના એકત્ર અસ્તિત્વરૂપ લોક છે; શુદ્ધ એક આકાશના અસ્તિત્વરૂપ અલોક છે. ત્યાં જીવ અને પુદ્ગલ સ્વરસથી જ (સ્વભાવથી જ) ગતિપરિણામને તથા ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત હોય છે. જો ગતિપરિણામ અથવા ગતિપૂર્વક સ્થિતિ પરિણામને સ્વયં અનુભવતાં એવાં તે જીવ-પુદ્ગલને બહિરંગ હેતુઓ ધર્મ અને અધર્મ ન હોય, તો જીવ-પુગલને નિરર્ગળ ગતિપરિણામ અને સ્થિતિ પરિણામ થવાથી અલોકમાં પણ તેમનું જીવ-પુદ્ગલનું) હોવું કોનાથી વારી શકાય ? (કોઈથી ન જ વારી શકાય.) તેથી લોક અને અલોકનો વિભાગ સિદ્ધ ન થાય. પરંતુ જો જીવ-પુલની ગતિના અને ગતિપૂર્વક સ્થિતિના બહિરંગ હેતુઓ તરીકે ધર્મ અને અધર્મનો સદ્ભાવ સ્વીકારવામાં આવે તો લોક અને અલોકનો વિભાગ (સિદ્ધ) થાય છે. માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે.) વળી (તેમના વિશે વિશેષ હકીકત એ છે કે), ધર્મ અને અધર્મ બન્ને પરસ્પર પૃથભૂત અસ્તિત્વથી નિષ્પન્ન હોવાથી વિભક્ત (ભિન્ન) છે; એકક્ષેત્રાવગાહી હોવાથી અવિભક્ત (અભિન્ન) છે; સમસ્ત લોકમાં વર્તનારાં જીવ-પુદ્ગલને ગતિ-સ્થિતિમાં નિષ્ક્રિયપણે અનુગ્રહ કરતા હોવાથી (નિમિત્તરૂપ થતા હોવાથી) લોકપ્રમાણ છે. ધર્માસ્તિકાય ગમન કરતો નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતો નથી; તે જીવો તથા પુલોને (ગતિપરિણામમાં આશ્રયમાત્રરૂપ હોવાથી) ગતિનો ઉદાસીન પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારમાં ઉદાસીન (નિમિત્તભૂત) છે.) (૨) તે અનાદિ અનંત પદાર્થ છે. અરૂપી છે, લોકાકાશ પ્રમાણ, તે એક અખંડ દ્રવ્ય છે. તે દ્રવ્ય પોતે ગતિ કરતું નથી. પણ જીવ પુદ્ગલને ગતિ