SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ જીવે તે વખતે અથવા પૂર્વભવે સમ્યજ્ઞાની આત્મા પાસેથી, ઉપદેશ સાંભળેલ હોય છે, તેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે. દેશવતના પાંચ અતિચાર :૧. મર્યાદા બહાર નોકર ચાકરને મોકલવા. ૨૩ મર્યાદા બહારથી કોઇ વસ્તુ મંગાવવી, ૩૩ મર્યાદા બહાર શબ્દ કહીને, બોલીને પોતાનું કામ કરવું, ૪૩ મર્યાદાની બહાર પોતાનું રૂપ દેખાડીને સ્વાર્થ સાધવો, ૫. મર્યાદા બહાર કોઇ ચીજ વગેરે ફેંકીને પણ, પોતાનું કાર્ય કરી લેવું – એ પાંચ દેશવ્રતના અતિચાર છે. દેશવ્રતી :શ્રાવકના વ્રતીને ધારણ કરનાર, સમ્યગ્દષ્ટિ પાંચમા ગુણસ્થાને વર્તતા જીવ. દેશવિરતિ ધર્મ જેણે પોતાની ઉપજીવિકા જેટલાં સાધન માત્ર અલ્પ આરંભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પ રાગ, અલ્પ દ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે. જે સત્પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટછે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે, તે દેશ વિરતિ ધર્મ છે. દેશાંશ :પ્રદેશ, અંશનો નાનામાં નાનો ભાગ, તે પ્રદેશ. (૨) આકાર (દ્રવ્યના દેશાંશ = દ્રવ્યના પ્રદેશના આકાર) (૩) છેદ- દેશના છેદ (૪) આકાર દેશિ :દર્શનક્રિયા; સામાન્ય અવલોકન. દેવ :સર્વ દોષ રહિત પરમાત્મા તે દેવ. (૨) દેવ ગતિને પ્રાપ્ત જીવોને, દેવ કહેવાય છે. તેઓ અણિમાં, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશત્વ અને વશિત્વ, એ આઠ સિદ્ધિ (ઐશ્વર્ય) વાળા હોય છે. જેમને મનુષ્યના જેવા આકારવાળું સાત કુધાતુ રહિત સુંદર શરીર હોય છે (૩) શ્રી અર્હત અને સિદ્ધ ભગવાન, તે દેવ છે. (૪) સર્વ દોષ રહિત પરમાત્મા તે દેવ. (૫) ભવનવાસી, વ્યન્તર, જ્યોતિષી અને વૈજ્ઞાનિક, દેવ ગર નું સ્વરૂપ શ્રી અર્હત અને સિદ્ધ પરમેષ્ઠીદેવ છે. અને ભાવલીંગી દિગંબર મુનિ - આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, તે ગુરુ છે. ૪૪૭ ભગવાન શ્રી કુન્દકુન્તાચાર્યે નિયમસારમાં, દેવ-ગુરુ નું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે. (૧) શ્રી અર્હતનું સ્વરૂપ ધનધાતિ કર્મ રહિત કેવળ જ્ઞાનાદિ પરમ ગુણ સહિત અને ચોવીસ અતિશય સંયુકત, એવા અર્હત હોય છે. (ગાથા ૭૧) (બાહ્ય- અત્યંતર સર્વ મળીને ૪૬ ગુણ શ્રી અરિહંત દેવ ને હોય છે. શ્રી અરિહંત અને સિદ્ધ ભગવાનને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એકસાથે વર્તે છે, ક્રમથી નહી.) (૨) શ્રી સિદ્ધનું સ્વરૂપ આઠ કર્મના બંધનો જેમણે નાશ કર્યો છે, આઠ મહા ગુણો સહિત, પરમ લોકના અગ્રભાવમાં સ્થિત અને નિત્ય એવા સિદ્ધ હોય છે. (ગાથા ૭૨) (સિદ્ધ ભગવાનમાં વ્યવહારથી આઠ ગુણ અને નિશ્રયથી અનંતા ગુણ છે.) (૩) આચાર્યનું સ્વરૂપ પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિય રૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર, એવા આચાર્ય હોયછે. ૭૩. આચાર્યના ૩૬ ગુણ હોય છે. (૪) ઉપાઘ્યાયનું સ્વરૂપ રત્ન સંયુકત જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિઃકાંક્ષભાવ સહિત એવા ઉપાભ્યાય હોય છે. ૭૪. (ઉપાધ્યાયના ૨૫ ગુણ હોય છે. તે મુનિઓમાં શિક્ષક અઘ્યાપક છે.) (૫) શ્રી સાધુ નું સ્વરૂપ સમસ્ત વ્યપારથી વિમુકત, ચાર પ્રકારની આરાધનામાં સદા લવલીન, નિગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ હોય છે. ૭૫. (સાધુના ૨૬ મૂળગુણ હોય છે) દેવ દ્વંદભિ દેવલોકનું વાજીંત્ર નગારું, ભેરી. દેવ ભૂતા :ભય, આશા, સ્નેહ, લોભવશ, રાગી-દ્વેષી દેવોની સેવા કરવી તે, વંદન-નમસ્કાર કરવા તે. દેવષણું ઃશુભભાવનું ફળ, દેવપણું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy