SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ કાશવર્તી સમયવર્તી કાલાણ :નિશ્ચય કાલ દ્રવ્ય કાલિમા :કાળ૫ કાળ સમય; (જીવ-પુગલોના ઉપત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ એટલે તેમની સમય વિશિષ્ટ. વૃત્તિ તે સમયવિશિષ્ટ, સમયને ઉત્પન્ન કરનારા, કોઈ પદાર્થ વિના (નિશ્ચયકાળ વિના) હોઈ શકે નહિ, જેમ આકાશ વિના, દ્રવ્યો અવગાહ પામી શકે નહિ. અર્થાત્ તેમને વિસ્તાર (તિર્યકપણું) હોઈ શકે નહિ. તેમ નિશ્ચયકાળ વિના દ્રવ્યો પરિણામ પામી શકે નહિ, અર્થાત્ તેમને પ્રવાહ (ઉર્ધ્વપણું) હોઈ શકે નહિ. આ પ્રમાણે નિશ્ચયકાળની હયાતિ વિના (અર્થાત્ નિમિત્તભૂત કાળદ્રવ્યના સદ્ભાવ વિના, બીજી કોઈ રીતે જીવપુલનાં પરિણામ, બની શકતાં નથી, તેથી ‘નિશ્ચયકાળ' વિદ્યમાન છે.એમ જણાય છે - નકકી થાય છે.) જો કે કાળદ્રવ્ય જીવ-પુગલોના પરિણામ, ઉપરાંત ધર્માસ્તિ-કાયાદિના પરિણામને પણ નિમિત્તભૂત છે, તો પણ જીવ-પુલોના પરિણામ, સ્પષ્ટ ખ્યાલમાં આવતા હોવાથી કાળદ્રવ્યને સિદ્ધ કરવામાં, માત્ર તે બેના પરિણામની જ વાત લેવામાં આવી છે. લોકાકાશ, એકક પ્રદેશે, એકેક કાળાણુ (કાળ દ્રવ્ય) રહેલું છે. આ કાળાણું (કાળ દ્રવ્ય) ને નિશ્ચય કાળ છે. અલોકાકાશમાં, કાળાણું (કાળ દ્રવ્ય) નથી. (૨) બે પ્રકારે છે - વ્યવહાર કાળ; નિશ્ચય કાળ. વ્યવહાર કાળ, નિશ્ચયકાળના પર્યાયરૂપ હોવા છતાં, જીવ-પુદગલોનાં પરિણામથી મપાતો જણાતો હોવાને લીધે, જીવ-પુગલોના પરિણામથી, ઉત્પન્ન થતો કહેવાય છે; અને જીવ-પુગલોના પરિણામ, બહિરંગ-નિમિત્તભૂત દ્રવ્યકાળના સદુભાવમાં, ઉત્પન્ન થતા હોવાને લીધે ‘દ્રવ્ય કાળથી ઉત્પન્ન થતાં” કહેવાય છે. ત્યાં તાત્પર્ય એ છે કે, વ્યવહારકાળ, જીવ-પુલોના પરિણામ વડે, નક્કી થાય છે; અને નિશ્ચયકાળ, જીવ-પુલોના પરિણામ, બીજી રીતે નહિ બની શકતા હોવાથી, નકકી થાય છે. વ્યવહાર કાળ ક્ષણે ક્ષણે નાશ પામનારો છે, કારણ કે સૂમ પર્યાય, એવડો જ માત્ર (ક્ષણ માત્ર જેવડો જ, સમયમાત્ર જેવડો જ) છે; નિશ્ચયકાળ નિત્ય છે, કારણ કે તે પોતાના ગુણ-પર્યાયોના આધારભૂત દ્રવ્યપણે, સદાય અવિનાશી છે. કાળના નિત્ય અને ક્ષણિક, એવા બે વિભાગ છે. આ કાળ છે આ કાળ છે એમ કરીને, જે દ્રવ્ય વિશેષનું સદા કથન કરવામાં આવે છે. તે (દ્રવ્યવિશેષ અર્થાત્ નિશ્ચયકાળરૂપ ખાસ દ્રવ્ય) ખરેખર પોતાના સદ્ભાવને જાહેર કરતું, થયું નિત્ય છે; અને જે ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થાય છે, તે (વ્યવહારકાળ) ખરેખર તે જ દ્રવ્ય વિશેષનો સમય નામનો પર્યાય છે. તે ક્ષણભંગી હોવા છતાં, પણ પોતાની સંતતિ (પ્રવાહને) દર્શાવતો હોવાને લીધે, તેને નયના બળથી લાંબા સમય સુધી ટકનારો કહેવામાં દોષ નથી; આવલિકા, પલ્યોપમ, સાગરોપમ ઈત્યાદિ, વ્યવહારનો નિષેધ કરવામાં આવતો નથી. એ રીતે અહીં એમ કહ્યું છે કે, નિશ્ચયકાળ દ્રવ્ય હોવાથી નિત્ય છે, અને વ્યવહારકાળ પર્યાયરૂપ હોવાથી, ક્ષણિક છે. જેમ જીવ, પુલ, ધર્મ, અધર્મ અને આકાશને, દ્રવ્યનાં સઘળાં લક્ષણોનો સદૂભાવ હોવાથી, તેઓ દ્રવ્ય સંજ્ઞાને પામે છે. તેમ કાળ પણ (તેને દ્રવ્યના સઘળાં લક્ષણોનો સદ્ભાવ હોવાથી) દ્રવ્ય સંજ્ઞાને, પામે છે. એ પ્રમાણે છે દ્રવ્યો છે. પરંતુ જેમ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને, દ્વિઆદિ પ્રદેશો જેનું લક્ષણ છે, એવું અસ્તિત્કાયપણું છે. તેમ કાળાણુઓને - જો કે તેમની સંખ્યા લોકાકાશના પ્રદેશો જેટલી (અસંખ્ય) છે, તો પણ - એકપ્રદેશીપણાન, લીધે અસ્તિત્વકાયપણું નથી. (૨) નિશ્ચય કાળ અને વ્યવહારકાળ; અથવા ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ. (૩) પોતાની વર્તમાન વર્તતી અવસ્થા. (૪) વસ્તુના સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે, કાળ સામાન્ય છે. (૫) વર્તમાન અવસ્થા (૬) સ્વકાળ (૭) પોતાની વર્તમાન વર્તતી અવસ્થા. (૮) પોતાની વર્તમાન વર્તતી પ્રગટ, અવસ્થા (૯) તે એક અરૂપી પદાર્થ છે. ચૌદ બ્રહ્માંડમાં અસંખ્યાતા કાલાણુ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચાર અરૂપી દ્રવ્યો છે. તે યુક્તિથી ન્યાયથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy