SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ કાલ દ્રવ્ય :પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને, પરિણમનમાં જે નિમિત્ત હોય, તેને કાલદ્રવ્ય કહે છે. તે એક પ્રદેશ છે. વર્તનાહેતુ તેનો ગુણ છે. અને લોકમાં અસંખ્ય છે. કાલ દ્રવ્યનું સ્વરૂપ :વર્તના લક્ષણવાળા એવા કાલદ્રવ્યને પણ તું જાણ, જેમ રત્નોના ઢગલામાં રત્નો જુદાં જુદાં રહેલાં છે, તેમ તે કાલ દ્રવ્યના અણુઓ છે. એટલે કે એક કાલાણુ બીજા કાલાણુથી મળતો નથી. પોતાની મેળે પરિણમતા દ્રવ્યોને જે બહિરંગ સહકારી કારણ છે, તે વર્તના છે. તે વર્તના કાલનું લક્ષણ છે. જો કે દ્રવ્ય પોતે પરિણમે છે પણ તેમાં બાહ્ય કારણની જરૂર હોય છે, જેમ કુંભારનો ચાક કરે છે. પણ તેમાં નીચેનો ખીલો ચાક કરવામાં સહાયક હોય છે, તેમ દ્રવ્યોના પરિવર્તનમાં કાલ સહાયક થાય છે, તે કાલ દ્રવ્ય અસંખ્યાન જુદા જુદા કલાણુઓ રૂપે છે. અહીં કોઇ શંકા કરે છે કે, સમય જ નિશ્ચયકાલ છે અન્ય કોઇ નિશ્ચયકાલ નામવાળું કાલદ્રવ્ય નથી. અર્થાત્ સમયને જ મૂળ દ્રવ્ય માનો, કાલદ્રવ્ય માનવાની શી આવશ્યકતા છે? આચાર્યશ્રી તેનું સમાધાન કરે છે કે; સમય કે કાલ દ્રવ્યનો પર્યાય છે, કારણ કે તે વિનાશ પામે છે, શ્રી પંચાસ્તિકાયમાં સમયનું નાશપણું બનાવ્યું છે. સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ કથનથી એમ જણાય છે કે, સમય એ પર્યાય (અવસ્થા) છે. દ્રવ્ય વિના પર્યાયનો સદ્ભાવ હોય નહિ. તો સમય કોનો પર્યાય છે? એમ વિચારીએ ત્યારે સમય પૂલનો પર્યાય થઇ શકે નહિ. કારણ કે જો તે પુદગલનો પર્યાય હોય તો મૂર્તિકપણાનો પ્રસંગ આવે, પણ સમય તો અમૂર્તિક-અરૂપી છે. માટે સમય જેનો પર્યાય છે, એવું કાલ દ્રવ્ય છે. પુગલ પરમાણુ આકાશના એક પ્રદેશથી, બીજા પ્રદેશે ગમન કરે અને તેમાં જેટલો વખત થાય, તેને સમય કેહવામાં આવે છે. અને તે સમય પર્યાય કાલદ્રવ્યનો છે. તે પુલ પરમાણુના નિમિત્તે થાય છે નેત્રોનું ઉઘડવું તથા બંધ થવું, તેથી નિમેષ પર્યાય થાય છે. ૩૦૯ જળ પાત્ર તથા હસ્તાદિના વ્યાપારથી (ક્રિયાથી) ઘટિકા (ઘડી) થાય છે. અને સૂર્ય બિંબના દર્શનથી, ઊગવાથી દિવસ થાય છે. એ પર્યાયો કાલ દ્રવ્યના છે. પણ પુલ તેમાં નિમિત્ત કારણ છે. મૂળ કારણ નથી. મૂળ કારણ કાલ દ્રવ્ય છે. જો ઉક્ત પર્યાયોનું મૂળ કારણ પુદ્ગલ હોય તો પુદ્ગલની સમાન સમયાદિ પર્યાયો પણ મૂર્તિક-રૂપી ગણાય. પણ સમય અમૂર્તિક અરૂપી છે.કાલ દ્રવ્યના પર્યાય છે. સમય પોતે દ્રવ્ય નથી. કાલ દ્રવ્ય અણુરૂપ, અમૂર્તિક અને અવિનાશી છે. પણ સમયાદિ પર્યાય નાશવાન છે, તે અવિનાશી નથી. માટે સમયાદિ કાલદ્રવ્યના પર્યાય છે. પણ પુદ્ગલની પર્યાય નથી, એમ જાણવું. કાલકોપ :સમયનો દુર્વ્યય; વિલંબ; ઢીલ. (૨) વખત ગુમાવવો તે; વિલંબકરવો. કાલવ્ય :પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતાં જીવાદિક દ્રવ્યોને પરિણમનમાં જે નિમિત્ત હોય, તેને કાલદ્રવ્ય કહે છે, જેમ કુંભારના ચાકને ઘુમાવવામાં લોઢાની ખીલી. દરેક કાલાણુ દ્રવ્ય લોકાકાશના એક એકપ્રદેશે રત્નની રાશિ સમાન એક એક ભિન્ન ભિન્ન જ રહે છે. કલાણું અને પરમાણુ એક પ્રદેશી દ્રવ્ય છે. કાલના બે ભેદ છે : નિશ્ચયકાલ અને વ્યવહાર કાલ. નિશ્ચયકાલ= કાલ દ્રવ્યને નિશ્ચયકાલ કહે છે. લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલાં જ કાલ દ્રવ્યો છે અને લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક કાલદ્રવ્ય (કાલાણુ) સ્થિત છે. વ્યવહારકાલ સમય, પલ, ઘડી, દિવસ, મહિના, વર્ષ વગેરે કાળ દ્રવ્યના પર્યાયોને વ્યવહારકાળ કહે છે. કાલધર્મ સમયને યોગ્ય ધર્મ, મોત, મરણ. કાયુ પરિવર્તન :અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય થાય, તેટલા સર્વ સમયમાં જન્મવું અને મરવું તેને કાલ-પરિવર્તન કહે છે. કાલ પરિવર્તનરૂપ સંસારમાં ભ્રમણ કરતો જીવ, અવસર્પિણી-ઉત્સર્પિણી કાલના સર્વ સમય અને આવલિકાઓમાં અનેકવાર જન્મે છે અને મરે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy