________________
૧૮૦ આત્માના પ્રદેશને માપવાનું એક પરમાણુ-રજકણ તે માપલું છે તે એક પરમાણુ જેવડો આત્માનો એક-એક પ્રદેશ છે તે અસંખ્ય પરમાણુ જેવડો આત્મા ક્ષેત્રથી છે, એ રીતે પરમાણુથી આત્માના પ્રદેશનું માપ આવે છે. પરંતુ તેથી આત્મા કાંઈ ખંડરૂપે નથી. અસંખ્ય પ્રદેશનો પિંડ આત્મા અખંડ
આત્મા અખંડ અક્રિય જ્ઞાનાનંદપણે ધ્રુવ છે. તેનો સ્વભાવ એક રૂ૫ (પરમાં) અક્રિય છે, તેને નહિ જોતાં વર્તમાન અવસ્થાના પુણ્ય-પાપની ક્રિયાના શુભાશુભ વિકારને જુએ છે; પણ તે પુણય-પાપની ક્ષણિક વૃત્તિ સ્વભાવમાં નથી-સ્વભાવ આધીન પણ નથી. તે ક્ષણિક અવસ્થા નિમિત્તાધીન છે. તે વિકારી અવસ્થાનો નાશક પોતાનો જ્ઞાયક સ્વભાવ અવિકારી ધ્રુવ છે તેને જે માનતો નથી તેને સમ્યગ્દર્શન થઈ શકે નહિ. જ્ઞાનીને ક્ષણિક વિકારી અવસ્થા ઉપર વજન નથી, પણ માત્ર અવિકારીપણાની રુચિનું જોર છે, અને તે
સ્વભાવના જોરે સ્થિર થવાથી વિકારનો નાશ કરે છે. આત્માર્થ :આત્મા માટે. (૨) આત્મકલ્યાણ માર્ગ આત્માથી આત્માની ઈચ્છાવાળો કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ આત્મસિદ્ધિ ગાથા-૩૮ (૨) સમ્યક શ્રદ્ધાને વિપરીત અભિપ્રાયરહિતપણે સમજે, આચરે, સ્વસમ્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે આચરે; અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે અને આચરે; જેને તે યથાર્થ સમજાયું નથી તે યથાર્થ સમજવાની સાચી જિજ્ઞાસા રાખે, પ્રયત્ન કરે છે તે આત્માર્થી છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષી અભિલાષ; ભાવે ખેદ્ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્મસિદ્ધિ ગાથા. (૩) આત્માનો કામી; આત્માને પામવાનો ઈચ્છુક;
આત્મકલ્યાણની કામનાવાળો. આત્માથીપણું એકરૂપ વીતરાગ દશા. આત્મારૂપી અધિકરણમાં રહેલા :આત્માના આશ્રયે રહેલા. આત્મારામ :આત્મામાં જ આરામ કરતો; આત્મામાં જ રમણ કરતો. આત્મારામી આત્મામાં રમણતા કરનાર. આત્માવલોકન :પુસ્તક છે. દીપચંદ્રજી તેના લેખક છે. આત્મા વસ્તુ છે તે પોતાના અસંખ્ય પ્રદેશી અરૂપી આકારવાળો છે. અસંખ્ય
અવયવવાળો છે. અસંખ્ય કહ્યું એટલે કટકે કટકા જુદા જુદા થઈને અસંખ્ય છે તેમ નથી. પરંતુ અસંખ્ય પ્રદેશોનો પિંડ અખંડરૂપ છે, જેમ ગજથી તાકો મપાય એટલે તાકો ખંડ રૂપ થયો નથી પણ તાકો તો અખંડ રહે છે. જેમ
આત્મસ્વભાવ સુખથી ભરેલો છે; આત્મામાં આનંદરસ ભરપૂર છે. અતીન્દ્રિય
સુખ સ્વભાવ છે. આત્મા શાંત સ્વભાવથી ભરેલો છે. આત્મા જ્ઞાન સ્વભાવ
છે; અંતરમુહર્તમાં કેવળ જ્ઞાન લઈ લે એવી મહાન તાકાતવાળો છે. આત્માસાત : પોતારૂપ. આત્મસિદ્ધિની પ્રાપ્તિનો ઉપાય જ્યારે આ આત્મા સ્વ-પર ભેદવિજ્ઞાન વડે
શારીરાદિ પરદ્રવ્યને જુદા જાણે ત્યારે તેમાં આ ભલા-ઈષ્ટ, આ બૂરા તેવી બુદ્ધિનો ત્યાગ કરે. કારણ કે જે કાંઈ ભલું કે બૂરું થાય છે તે તો પોતાના પરિણામોથી જ થાય છે, પર દ્રવ્યના કરવાથી ભલું-બૂરું થતું નથી. તેથી સર્વ પદ્રવ્યોમાં રાગદ્વેષ ભાવનો ત્યાગ કરે. જો આવશપણે (પુરુષાર્થની નિર્બળતાથી) રાગાદિ ઊપજે તો તેના નાશના માટે અનુભવ-અભ્યાસમાં ઉદ્યમવંત રહે. આમ કરતાં જ્યારે સર્વ વિભાવ-ભાવનો નાશ થાય, અક્ષુબ્ધ સમુદ્રવત, શુદ્ધાત્મસ્વરૂપમાં લવણવત્ પરિણામ લીન થાય, ધ્યાતા-ધ્યેયનો વિકલ્પ ન રહે, એમ ન જાણે કે હું શુદ્ધાત્મસ્વરૂપને ધ્યાવું છું, પોતે જ તાદાભ્યવૃત્તિથી શુદ્ધાત્મ સ્વરૂપ થઈ નિષ્કપણે પરિણમે, તે વખતે આ આત્માને જે કંઈ કરવાનું હતું તે કરી લીધું, કાંઈ કરવાનું હવે બાકી રહ્યું નહિ તેથી એને કૃતકૃત્ય કહીએ છીએ. જેની અવસ્થામાં પુરુષાર્થની સિદ્ધિ થઈ. પુરુષોનો જે અર્થ અર્થાત્ પ્રયોજનરૂપ કાર્ય તેની જે સિદ્ધિ થવાની હતી તે
થઈ ગઈ. આવી અવસ્થાને જે પ્રાપ્ત થયો તે આત્માને કૃતકૃત્ય કહીએ છીએ. આત્મિક સુખ આત્મા સમય સમય ઉપયોગી છતાં, અવકાશની ખામી અથવા
કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી, એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. જો ખાવાનો પીવાનો ઊંઘવાનો ઈત્યાદિનો, વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના