________________
૧૭૯
ત્રિકાળી સામાન્ય સ્વભાવ દ્રવ્યાર્થિકનયે આત્માનું સ્વરૂપ છે, એ ત્રિકાળી શુદ્ધતા તરફના વલણથી જીવનો જે શુદ્ધ પર્યાય પ્રગટે છે તે શુદ્ધ પર્યાયને વ્યવહાર કહેવાય છે, તે સદભૂત વ્યવહાર છે. અને અવસ્થામાં જે વિકાર કે રાગનો અંશ રહે છે તે પર્યાય જીવનો અસભૂત વ્યવહાર છે. અભૂત
વ્યવહાર જીવનું પરમાર્થ સ્વરૂપ નહિ હોવાથી ટળી શકે છે, અને તેથી નિશ્ચનયે તે જીવનું સ્વરૂપ નથી એમ સમજવું. (૨) જ્ઞાન અને આનંદ આત્માનો સ્વભાવ છે. તે આત્માની સ્વરૂપ સંપદા છે. (૩) અકૃત્રિમ છે એટલે કે સ્વતઃ સિદ્ધ, નિત્ય, કાયમ રહેનારી વસ્તુ છે. (૪) અરૂપીપણું અને નિર્વિકાર-વિશુદ્ધિપણું આત્માનો સ્વભાવ છે. (૫) ઉદાસીન જ્ઞાતા; શુદ્ધ શાંત પવિત્ર સ્વભાવ છે. (૬) શાંત, નિર્મળ અકૃત્રિમ અને પરમ આનંદરૂપ છે અને તેને તે રૂપે અનુભવે છે. (૭) વીતરાગ સ્વસંવેદન જ્ઞાન સિવાય આ આત્માનો બીજો કોઈ સ્વભાવ નથી. એટલે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. એમ જાણીને હે યોગી, પરવસ્તુમાં પ્રીતિ ન બાંધ, ન કર, અર્થાત્ દેહાદિ પર પદાર્થમાં મમત્વબુદ્ધિ ધારણ ન કર. (૮) આત્માનો સ્વભાવ આસવોથી ભિન્ન જાતિનો છે. આત્મા અબંધ છે, આત્મા ધ્રુવ છે, આત્મા શરણ સહિત છે, આત્મા નિત્ય છે, આત્મા સુખરૂપ છે અને સુખ ફળરૂપ છે. (૯) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય- ઈશ્વરના આદિ જે અનંત સ્વભાવ છે તે સાંભળતાં કાળજે ઘા વાગે ને શરીરની સોંસરવટ કાળજામાં
જ્ઞાનમાં ઊતરી જાય અને રુવાડે રુવાંડા ખડાં થઈ જાય. આત્મામાં અનંત શકિતઓ છે તેમાંથી કોઈ શક્તિ એવી પણ હશે કે આત્મા
પદ્રવ્યનું કાર્ય પણ કરે ? :આત્મામાં અનંત શક્તિઓ છે તે પોતાનું સંપૂર્ણ કાર્ય કરે છે અને અન્ય દ્રવ્યથી ભિન્નપણે પોતાને ટકાવી રાખે છે. અન્ય દ્રવ્યો આત્માથી બહાર લોપ્તા હોવાથી અને અન્ય દ્રવ્યમાં આત્માનો વ્યાપવ્યાપક ભાવે અભાવ હોવાથી આત્મા જ્ઞાનાવરણીય કર્મ કે શરીરાદિ અન્ય
દ્રવ્યનું કાર્ય કરવા અસમર્થ છે. આત્મામાં દિપપણું-અશુદ્ધતા કેવી જાતની છે ? :આત્મા અને કર્મ, આ બન્ને
સ્વરૂપનું જ્યારે વિકારરૂપ પરિણમન થાય છે, જયારે બન્નેય પોતાનું સ્વરૂપ
છોડી દે છે, તેનું જ નામ અશુદ્ધતા છે. આ અશુદ્ધતાના વ્યવહાર દૃષ્ટિથી છે. વાસ્તવિક દષ્ટિએ આત્મા અમૂર્ત છે. અશુદ્ધતા કર્મ અને આત્માનો ભાવ, એ બન્નેના મળેથી થાય છે તેથી અશુદ્ધતામાં બે ભાગ હોય છે. તે બન્ને ભાગોનો જો વિચાર કરીએ તો એક ભાગ તો આત્માનો છે. કેમ કે અશુદ્ધતા આત્માના જ ગુણની વિકાર અવસ્થા છે, પરંતુ બીજો ભાગ કર્મનો છે. તેથી
રાગદ્વેષાદિ વૈભાવિક અવસ્થાઓ જીવાત્મા અને પુદ્ગલ કર્મ, એ બન્નેની છે. આત્મામાં વર્તમાન અવસ્થામાં ઊણ૫ અને દુઃખ છે તે ત્રિકાળ ટકનાર
આનંદગુણની-સુખ ગુણની વર્તમાન નિમિત્તાધીન વિકારી અવસ્થા છે. અંદર સ્વભાવમાં દુઃખ નથી. પરાશ્રિત વિકાર છે તે વર્તમાન એક એક સમયની અવસ્થા પૂરતો છે. તે સિવાય આખો ધ્રુવ સ્વભાવ વર્તમાનમાં પણ પૂર્ણ અખંડ નિર્મળ છે. જે વસ્તુ સત્ હોય તે નિત્ય સ્વતંત્ર હોય, અવિકારી હોય, અને જો તેની વર્તમાન પ્રગટ અવસ્થા પણ અવિકારી જ હોય તો આકુળતા હોય નહિ; પણ વર્તમાન અવસ્થામાં આકુળતા છે તેથી દુઃખે છે. આકુળતા એકેક સમય માત્રની સ્થિતિથી વર્તમાન અવસ્થામાં નિમિત્ત આધીન ભાવ કરવાથી થાય છે. પોતાના સ્વભાવના અભાન વડે અનાદિથી નિરાકુળ શાંતિને મૂકીને આકુળતાનું દુઃખ જીવ ભોગવી રહ્યો છે. વિકારમાં પર સંયોગની નિમિત્ત માત્ર હાજરી છે અને અજ્ઞાનભાવે નિમિત્તાધીન થવાથી યોગ્યતા પોતાની છે. પર તરકના વલણથી વિકારી અવસ્થા જીવમાં થાય છે. જ્યાં ગુણ જ ન હોય ત્યાં તે ગુણની કોઈ અવસ્થા પણ ન હોય. લાકડામાં ક્ષમાં ગુણ નથી તેથી તેની (ક્ષમા ગુણની) ઊંધી અવસ્થા ક્રોધ પણ તેમાં નથી. જ્યાં ગુણ હોય ત્યાં જ તે ગુણની વિકારી કે અવિકારી અવસ્થા પોતાથી થઈ શકે છે. છતાં કોઈ કાળે ગુણમાં દોષ પેસી જતા નથી. ગુણ તો એકરૂપ નિર્મળ રહે છે. આવા ત્રિકાળ સ્વભાવની જેને ખબર નથી તે પોતાના ધ્રુવ અવિકારી સ્વભાવની પોતામાં હયાતી જાણતો નથી અને તેથી ત્રિકાળી એકરૂપ અખંડ સ્વભાવને માનતો નથી, પણ વર્તમાન નિમિત્તાધીન વિકારની પ્રવૃત્તિને જ જુએ છે.