________________
અવધિ દર્શન :અવધિ જ્ઞાનના પહેલાં થવાવાળા, સામાન્ય પ્રતિભાસને
અવધિદર્શન કહે છે. અધિકારી અધિકાર વિનાનું; અપાત્ર (આત્મસિદ્ધિ ગાથા ૩૧) અવધિથણ :સૂક્ષ્મત્વવાળાં મૂર્તિ દ્રવ્યોને, ગ્રહણ કરે, તે અવધિચક્ષુ છે. (૨) દેવો
સૂમત્વવાળાં મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરતા હોવાથી, અવધિચક્ષુ છે; અથવા તેઓ પણ, માત્ર રૂપી દ્રવ્યોને દેખતા હોવાથી, તેમને ઈન્દ્રિય ચક્ષુવાળાંઓથી
જુદા ન પાડવામાં આવે તો, ઈન્દ્રિય ચક્ષુ જ છે. અવવિજ્ઞાન : જીવના પાંચ ભાવોમાંથી ઔદયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક એ
ત્રણ ભાવો (પરિણામો), જે અવધિજ્ઞાનનો વિષય થાય છે; અને જીવના બાકીના ક્ષાયિક તથા પારિમાણિક, એ બે ભાવો તથા ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય અરૂપી પદાર્થ છે, તે અવધિજ્ઞાનના વિષયભૂત થતા નથી. આ જ્ઞાન સર્વરૂપી પદાર્થોને, અને તેના કેટલાક પર્યાયોને, જાણે છે. એમ સમજવું. (૨) જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના, રૂપી પદાર્થોને દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે, તે અવધિજ્ઞાન છે. (૩) પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્ર-કાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે જાણવામાં આવે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાન દેવો અને નારકીઓમાં તો સર્વને હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યોમાં પણ કોઈ કોઈને હોય છે અને અસંજ્ઞી સુધીના જીવોને તો આ જ્ઞાન હોતું જ નથી. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પુલોને આધીન છે. અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે-દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. એ ત્રણેમાં થોડા ક્ષેત્રકાળની મર્યાદાપૂર્વક કિંચિત્માત્ર રૂપી પદાર્થને જાણવાવાળું દેશાવધિજ્ઞાન છે, તે કોઈક જીવોને હોય છે, તથા પરમાવધિ, સર્વાવધિ અને મન:પર્યય એ ત્રણ જ્ઞાન મોક્ષમાર્ગમાં જ પ્રગટે છે. કેવળજ્ઞાન મોક્ષમાર્ગ સ્વરૂપ છે, તેથી આ અનાદિ સંસાર અવસ્થામાં તેનો સદ્ભાવ જ નથી. એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક, જે રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે, તેને અવધિજ્ઞાન કહે છે. (૫) આ આત્મા,
૧૧૮ અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે અવધિજ્ઞાન છે. તે અવધિજ્ઞાન લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ એમ બે પ્રકારે જાણવું. અથવા અવધિજ્ઞાન દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ એવા ભેદો વડે ત્રણ પ્રકારે છે. તેમાં, પરમાવદ્ધિ તે સર્વાવધિ ચૈતન્યના ઊછળવાથી ભરપૂર આનંદરૂપ પરમસુખામૃતના રસાસ્વાદરૂપ ચમરસીભાવે પરિણત ચરમદેહી તપોધનોને હોય છે. ત્રણ પ્રકારનાં અવધિજ્ઞાનો વિશિષ્ટ સમ્યકરૂત્વાદિ ગુણથી નિશ્ચયે થાય છે. દેવો અને નારકોને થતું ભવપ્રત્યથી જે અવધિ જ્ઞાન તે નિયમથી દેશાવધિ જ હોય છે. (૬) અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાન દ્વારા કોઈક મૂર્ત દ્રવ્યોને વિશેષરૂપ સાક્ષાત્ જાણવામાં આવે છે તેનું નામ અવધિજ્ઞાન છે. (૭) અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશયથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાન દ્વારા કોઈક મૂર્ત દ્રવ્યોને વિશેષરૂપે સાક્ષાત્ જાણવામાં આવે છે તેનું નામ અવધિજ્ઞાન છે. (૮) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણનારું જ્ઞાન. (૯) જે ઈંદ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો, મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. (૧૦) મર્યાદાને વિષે રહેલ જે રૂપી દ્રવ્ય તેને ઈન્દ્રિયોની અપેક્ષા વિના જે જાણવું તે અવધિજ્ઞાન. અવધિ નામ મર્યાદાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહેલા પુલોનું અથવા પુદગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જોવું તે આ જ્ઞાનનું કામ છે, આ જ્ઞાન થવામાં મન અને ઇન્દ્રિયોની જરૂર નથી. આત્મા પોતે જ જાણે છે. અવધિજ્ઞાનના બે ભેદ : ભવપ્રત્યય અને ગુણ પ્રત્યય. ટેવ તથા નારકીઓને તે જન્મથી જ હોય છે તે ભવપ્રત્યય. પશુઓને તથા માનવોને સખ્યત્વ કે તપના પ્રભાવથી થાય છે તે ગુણપ્રત્યય. (૧૧) જે ઈન્દ્રિય કે મનનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. (૧૨) અવધિજ્ઞાનના બે ભેદ છે :- • ભવપ્રત્યય, • ગુણ પ્રત્યય. પ્રત્યય કરણ અને નિમિત્ત એ ત્રણે એકાર્થવાચક શબ્દો છે. અહીં ભવપ્રત્યય શબ્દ બાહ્ય નિમિતત્ની અપેક્ષા કહેલ છે, અંતરંગ નિમિત્ત તો દરેક પ્રકારના અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કમનો