________________
આત્માના પ્રદેશો અસંખ્ય પ્રદેશ છે પણ તે સંકોચ-વિસ્તાર સહિત છે. તેને | અવગાહના કહે છે. કીડીના શરીરમાં આત્માના અસંખ્ય પ્રદેશો સંકોચાઈ જાય છે અને એક હજાર જોજનવાળા મગરમચ્છના શરીરનો આત્મા અસંખ્ય પ્રદેશોવાળો વિસ્તાર પામે છે. પણ તેના પ્રદેશોની સંખ્યામાં કંઈ ન્યૂનાધિક થતું નથી. આ આત્માના પ્રદેશોની અવગાહના છે. (૯) વિદ્યા વગેરેના
વિષયમાં ઊંડા ઊતરવાની ક્રિયા. અવગાહપરિણામ :આકાશ. અવગાહરૂપે જીવને ગ્રહે છે કર્મપરિણિત યુગલોનું જીવન સાથે ખાસ અવગાહરૂપે
રહેવું, તેને જ અહીં કર્મપુદ્ગલો વડે જીવનું ગ્રહવું કહ્યું છે. અવગાહહેતૃત્વ આકાશમાં પણ અવગાહહેતુત્વગુણને લીધે, એવી શક્તિ છે કે
તેનો એક પ્રદેશ પણ, અનંત પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે. અવગાહાઈને આખા લોકોમાં; વિસ્તારાઈને અવધારણ :અંતરાત્મવૃત્તિનું પરિણમન. અર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિ સરળ, નિષ્કપટ, માયારહિત. (૨) સફળ.
(૩) નહિ છેતરનારું, પ્રામાણિક. અવંથક યોગ સ્વરૂપ ઓળખાણ. અવછેદ વિધ્વંસ; નાશ. (૨) વિભાગ; વિવેક; જુદાં. અવશેદપુર્વક પૃથકકરણ કરીને; સૂક્ષ્મતાથી; વિશેષપણાથી; સ્પષ્ટતાથી. અવચિછઝ :વિશિષ્ટ; વિશેષ ગુણને લીધે જુદું તરી આવતું. અવંથક :પ્રમાણિક; નહિ છેતરનારું. અવશા :અવગણના, તિરસ્કાર; માનભંગ; અપમાન; આજ્ઞાક્તિપણાનો અભાવ.
(૨) તિરસ્કારબુદ્ધિ (૩) અનાદર; આજ્ઞાભંગ. અવતરણ :નીચે ઊતરવું એ; દેવી તત્ત્વોનું પૃથ્વી ઉપર જન્મ લઈ આવવું એ. અવતાર થવો જન્મ થવો. અવૈતિ:જાણે છે. અવેદક વિરક્ત; અભોક્તા. (૨) વેદનાર નહિ. દષ્ટા; અભોક્તા.
૧૧૭. અવધ ન કહેવાય તેવું; ન કહેવા જેવું; નિંદ્ય; દોષવાળું; હલકું, અધમ, નીચ.
(૨) પાપ સહિત. અવદાસંયુત સાવદ્ય = પાપયુક્ત વચન, છેદન. જે નાક વગેરે છેદવાનું વચન,
કાપવાનું મારવાનું, શોષણ-ખેંચવાનું, વ્યાપાર કરવાનું, ચોરી કરવાનું વગેરે કહેવું તે બધું અવદ્ય સહિત જૂઠનું સ્વરૂપ છે, એનાથી પ્રાણીઓનો ઘાત
થાય છે. અવિદ્યા:૫રને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવું તે અવિદ્યા. અવદર્શન :ખરાબ દર્શન; ઊતરતું દર્શન; અવદત :નિર્મળ; ઉજવળ; રૂપાળું; સુંદર; પવિત્ર; શુભ; માંગલિક. અવદાન :સ્વચ્છ; નિર્મળ; અવધુ વૈરાગી; મસ્ત. અવધૂત વીતરાગી; વૈરાગી, વિરક્ત; (૨) પરમ વિરક્ત અવધુત કરી ફગાવી દઈ. (સર્વસંગ ધૂતકાર કરી = સર્વ સંગ છૂપાવી દઈ) અવંધ્ય :ફળદ્રુ૫; સાર્થક; સફળ; વાંઝિયું નહિ તેવું. અવધાન એક વખતે અનેક કાર્યોમાં લક્ષ રાખી સ્મૃતિ શક્તિ તથા એકાગ્રતાની
અદ્ભુતતા બતાવવી. (૨) લક્ષ. સ + અવધાન = સાવધાન = લક્ષપૂર્વક. અવધારું :અખંડ શ્રદ્ધા ધારણ કરું. અવધારો નકકી કરજો; નકકી માનજો; ધ્યાનપૂર્વક જો જો; તપાસજો. અવધારણ નિશ્ચય; નિર્ણય. (૨) વચનને લક્ષમાં રાખી સ્મૃતિશક્તિ તથા
એકાગ્રતાની અદ્ભુતતા બતાવવી. (૩) ધ્યાનમાં લેવું. અવધારવું ખ્યાલમાં લેવું. (૨) ધ્યાનમાં લેવું; નિશ્ચિત કરવું; સાંભળવું. અવધારવા જાણવા અવધારવો :સમજવો. અવધારિત :નિશ્ચિત કરેલું (અવધારણ = નિશ્ચય; નિર્ણય) અવધિ મર્યાદા. (૨) કાળમર્યાદા; હદ; સીમા; અંત; છેડો; સમાપ્તિ; છેલ્લી
ટોચ; મુદત; મર્યાદિત જ્ઞાન (જૈન.)