________________
એમ નથી. આ તો એકલું વિજ્ઞાનનું દળ જેમાં પરનો કે પર્યાયનો પ્રવેશ નથી એવા ચિત્માત્ર જયોતિ હું વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે એક છું આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યાતપ્રદેશી શરીર પ્રમાણ હોય. પરંતુ તેના સ્વભાવનું સામર્થ્ય અનંત, અપાર-બેહદ છે. ક્ષેત્રની કિંમત નથી, સ્વભાવના સામર્થ્યની કિંમત છે. સાકરના ગાંગડા કરતાં સેકેરીનની કણીનું ક્ષેત્ર ખૂબ નાનું છે. પણ સેકેરીનની મીઠાશ અનેકગણી છે. એમ ભગવાન આત્મા શરીર પ્રમાણે થોડા ક્ષેત્રમાં રહેવા છતાં એનું વિજ્ઞાનઘનસ્વભાવરૂપ સામર્થ્ય અનંત છે. ભાઇ! જયાં જેટલામાં તે છે ત્યાં ધ્યાન લગાવવાથી તે પ્રગટ થાય
હું એક છું એની આ વ્યાખ્યા કરી. હું એક છું એક જ્ઞાયક ભાવપણાને લીધે હું ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક
ભાવોની ભેદરૂપ થતો નથી માટે એક છું, તેથી આ કમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોની અસ્તિ નથી એમ ન સમજવું. ગતિ, રાગાદિ, અવસ્થા, લેશ્યાના પરિણામ કે જ્ઞાનની પર્યાય ઇત્યાદિ પર્યાય છે જ નહિ એમ નથી. તેમની (પોતપોતાથી) અસ્તિ તો છે પણ તેમની અસ્તિથી હું અખંડ આનંદનો નાથ પ્રભુ ભેદરૂપ થતો નથી. ચિત્માત્રપણાને લીધે એટલે અખંડ એક જ્ઞાન સ્વભાવને લઇને એ ક્રમે થતી મતિ અને અક્રમે થતી જ્ઞાન પર્યાય, રાગ, વેશ્યા, કષાય એ સઘળા વ્યાવહારિક ભાવો-ભેદોથી હું ભેદરૂપ થતો નથી માટે હું એક છું અહાહા ! પર્યાય અને રાગથી ખસીને દ્રષ્ટિ ભગવાનને ભાળવી ગઇ, એ જ્ઞાનનેત્ર નિજ ચૈતન્યને જોવા ગયાં ત્યાં ચૈતન્યને આવો જોયો કે-કુમ અને
અક્રમે પ્રવર્તતા ભેદોથી હું ભેદાતો નથી. હું તો ત્રિકાળ એકરૂપ છું, અભેદ છું. હું શાનદર્શન વડે પરિપૂર્ણ છું ચિન્માત્ર જયોતિનું (આત્માનું), વસ્તુ સ્વભાવથી જ
સામાન્ય અને વિશેષ વડે પરપુર્ણપણું (આખામણું) હોવાથી હું જ્ઞાનદર્શન વડે પીરપૂર્ણ છું સામાન્ય તે દર્શન અને વિશેષ તે જ્ઞાન, એમ દર્શન-જ્ઞાન વડે પરિપુર્ણ વસ્તુ છું; આત્મા વિકારપણે તો નથી, અલ્પજ્ઞપણે પણ નથી. અહીં કહે છે કે જ્ઞાન-દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય
૧૦૮૪ એમ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નહિ. પણ હું તો જ્ઞાન-દર્શન સ્વભાવથી પરિપુર્ણ વસ્તુ છું હું જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું એમ પ્રથમ નકકી કરે. સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું હોવાથી હું આકાશાદિ દ્રવ્યની જેમ પામાર્થિક વસ્તુવિશેષ છું. અહીં સુધી તો વિકલ્પથી નિર્ણય કરવાની વાત છે કે-હું અખંડ જ્ઞાનજયોતિ સ્વરૂપ વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે એક છું -ષટ્ટારકના પરિણમનથી રહિત શુધ્ધ છું -રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું -જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું આકાશ જેમ પદાર્થ છે; પરમાણુ જેમ પદાર્થ છે; તેમ હું પણ પારમાર્થિક વસ્તુવિશ છું એટલે કે સર્વથી ભિન્ન વસ્તુ છું. આ પ્રમાણે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે છે એની આ વાત છે. વિકલ્પ તોડીને અનુભવ કરવાની વાત પછી કહેશે. આ તો બીજાઓએ (અજ્ઞાનીઓએ) કહેલો જે આત્મા તેનાથી જુદો પરમાર્થસ્વરૂપ આત્માનો નિર્ણય કરવા વિકલ્પ દ્વારા હું આવો છું એમ પ્રથમ શિષ્ય નિર્ણય કરે છે. હવે કહે છે-તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પર દ્રવ્યના નિમિત્થી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં જે આ ક્રોધાદિકભાવો તે સર્વને ક્ષય કરું છું; રાગાદિ વિકારો પર દ્રવ્યની પ્રવૃત્તિ છે અને તે નિમિત્ના આશ્રયે ઉત્પન્ન થાય છે. પ્રથમ કહ્યું કે વિકરી ભાવોના સ્વામી પુદગલ છે. હવે કહ્યું કે તે પર દ્રવ્ય પ્રવૃત્તિ છું. તે પોતાના અપરાધથી પર દ્રવ્યના નિમિત્રના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આ ચૈતન્ય સ્વરૂપને જ અનુભવું છું એમ કહે છે.