________________
થાય છે, નિમિત્તથી નહિ, અને સ્પર્શાદિ નિમિત્તની હયાતી છે તો મારોમાં જ્ઞાન થાય છે એમ પણ નથી, તત્સંબંધી જ્ઞાન રૂપે પરિણમવાની યોગ્યતા મારામાં સહજ સ્વભાવથી જ છે. એ સ્પર્શ, રસ, ગંધ આદિને જાણવા છતાં તે સ્પર્શાદિ મારામાં આવતી નથી, હું સ્પર્શાદરૂપે પરિણમતો નથી. મારું જ્ઞાન અને સ્પર્શાદિ ભિન્ન ભિન્ન રહે છે. આમ હોવાથી હું પરર્થ સદાય અરૂપી છું આવો આત્મા જયાં સુધી જાણે અને અનુભવે નહિ ત્યાં સુધી જીવ સમ્યગદ્રષ્ટિ થતો નથી. સમ્યગ્દર્શન વિનાનાં જે વ્રત અને તપ છે. વ્રત, તપ, જાત્રા વગેરેના વિકલ્પ તો શુભ ભાવ છે. આ શેત્રુંજો અને સન્મેદશિખરના ડુંગરે ચઢે અને જાત્રા કરે એ તો પુણ્યભાવ છે, રાગ છે, ધર્મ નહિ ભાઈ ! અંદર ત્રણલોકનો નાથ, અખંડાનંદ સ્વરૂ૫ ચૈતન્યનો ડુંગર છે. એમાં જાય તો
સાચી જાત્રા છે. એ ધર્મની રીત છે. પ્રશ્ન : સ્પર્શ, રસ, ગંધ, ર્વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા
છતાં-એમ પોઠમાં નિમિત્તે કહ્યું છે ને ? ઉત્તર : નિમિત્તે કહ્યું છે એની કોણ ના પાડે છે? પણ એનો અર્થ શું?
સ્પર્શાદિ નિમિત્ત છે એટલું જ માત્ર. સ્પર્ધાદિ નિમિત્તથી સંવેદન (જ્ઞાન) થાય છે એમ નથી. જ્ઞાનરૂપે પણિમવાની મૂળ શક્તિ તો મારી પોતાની છે. હું સંવેદનરૂપે પરિમયો છું એ મારા શુધ્ધ ઉપાદાનથી છે, નિમિત્તથી નહિ. સ્પર્શાદિ નિમિત્તથી હું જ્ઞાનરૂપે પરિણમું છું એમ તો નથી પણ સ્પશાદિ નિમિત્તની હયાતી છે. તેના કારણે મને જ્ઞાનરૂપ પરિણમન છે એમ પણ નથી. તથા સ્પશાદિનું જ્ઞાન થતાં જ્ઞાન સ્પર્શદિરૂપ થઇ જાય છે એમ પણ નથી. સંવેદન (જ્ઞાન) તો મને મારાથી થયું છે અને એ મારું છે, સ્પર્શદિનું નથી તેથી હું પર્માર્થ સદાય અરૂપી છું કોઇ એમ કહે કે સંસાર અવસ્થામાં જીવ રૂપી છે. કેમ કે કર્મ જે રૂપી છે એનો જીવની સંબંધ છે. માટે તે રૂપી છે. પણ એ વાત બરાબર નથી. નિમિત્તની અપેક્ષાએ રૂપી કહ્યો છે.
(ઉપચારથી) ખરેખર તો જીવ સદાય અરૂપી જ છે. હું આ આત્માપત્યશ અખંડ અનંત ચિન્માત્ર જયોતિ-અનાદિ અનંત નિત્ય
ઉદયરૂપ વિશાન થના સ્વભાવપણાને લીધે એક છું. હું શબ્દથી પોતાની |
૧૦૮૩ અસ્તિ સિધ્ધ કરી છે અને આ થી પ્રત્યક્ષ અસ્તિ દર્શાવી છે. છે ને કે હું આ આત્મા પ્રત્યક્ષ ચિન્માત્ર જયોતિ છું ? પ્રત્યક્ષ થઇ શકે એ વાત નથી. પ્રત્યક્ષ છે જ. ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. શક્તિના અધિકારમાં બારમી સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ કહી છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવા પ્રકાશગુણ સહિત છે. આત્માનો એવો પ્રકાશ સ્વભાવ છે કે પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ પ્રકાશમાન થાય છે. વળી અખંડ છું એમ કહ્યું છે. અહાહા ! એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં કયાં છે ? (નથી) પર્યાય તો વ્યવહાર નયનો વિષય છે. સોળમી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાન-દર્શન-ચારિત્રપણે આત્મા પરિણમે છે એ મેચકપણું-મલિનતા છે. એકને ત્રણ પણે પરિણમતો કહેવો એ મેચક છે. ભેદ પડે તે મેચક છે., વ્યવહાર છે, અસત્યાર્થ છે. વસ્તુ શુધ્ધ એકાકાર છે તે નિશ્ચય છે. વળી, હું અનંત ચિત્માત્ર જયોતિ છે, સ્વભાવની શક્તિનું સ્વરૂપ જ અનંત છે. અખંડ અને અનંત એ ત્રિકાળી ચિન્માય જયોતિનાં વિશેષણ છે. આ ભાવની વાત કરી હવે કાળની વાત કરે છે. હું અનાદિ અનંત કહેતાં ત્રિકાળ આદિ-અંત રહિત છે જે છે એની આદિ શું? જે છે એનો અંત શું ? વસ્તુ તો અનાદિ-અનંત નિત્ય ઉદયરૂપ છે. વસ્તુ નિત્ય પ્રગટરૂપ છે. સૂર્ય તો સવારે ઊગે અને સાંજે નમી જાય. પરંતુ આ ચૈતન્ય સૂર્ય તો નિત્ય ઉદયરૂપ જ છે. અહાહા ! વર્તમાનમાં અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂ૫ ચિત્માત્ર જયોતિ હું છું એમ કહે છે. જેમ અનિી જયોતિ છે તેમ આ આત્મા ચિત્માત્ર જયોતિ છે. એનો આશ્રય લેતાં સંસાર બળીને ખાક થઇ જાય છે. આટલાં વિશેષણો કહીને હવે કહે છે કે વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવપણાને લીધે હું એક છું. વિજ્ઞાન ઘન સ્વભાવ એટલે વિકલ્પ તો શું, જેમાં એક સમયની પર્યાયના પણ પ્રવેશનો અવકાશ નથી. પર્યાય તેની ઉપર ઉપર તરે છે. પણ અંદર પ્રતિષ્ઠા પામતી નથી. આ વાત અગાઉ કળશમાં આવી ગઇ છે. બધા આત્મા ભેગા થઇને હું એક છું