________________
પ્રથમ શરીર સારું રાખીએ, તો ભવિષ્યમાં ધર્મકાર્યમાં વાંધો નહિ આવે, એમ માને છે. જે મોક્ષનો ઉપાય કરી શકે નહિ, એની જાતિ જુદી ન જાણે, તો તે સંસાર માર્ગનો ઉપાય કરે છે. ને પર દ્રવ્યોમાં રાગ દ્વેષરૂપ પરિણામ કરે છે. શરીર બગડતાં દ્વેષ કરે છે. અનુકુળ પદાર્થો ઉપર રાગ કરે છે, ને પ્રતિકૂળ પદાર્થો ઉપર દ્વેષ કરે છે. તે મોક્ષ માર્ગમાં કેવી રીતે પ્રવર્તે છે ? એટલે કે પ્રવર્તી શકે નહિ. માટે બે માન્યતા હોવાના કારણે, રાગ-દ્વેષ થયા વિના રહે નહિ. તેને પરમા ઠીક અઠીક બુદ્ધિ થાય. જેનું શરીર સારું રહે તો ઠીક એમ માને અથવા શરીરને એવું જીર્ણ કરવું કે વિકાર ઉત્પન્ન જ ન થાય, એમ રાગદ્વેષ કરે છે તે ભૂલ છે. શરીરને જીર્ણ કર્યું વિષયો ઘટતા નથી. પથાયબુદ્ધિ રહે છે. આ પમાણે બે સામાન્ય તત્ત્વો તો અવશ્ય શ્રદ્ધાન કરવા યોગ્ય છે. (૨) સાત તત્વોની શ્રધ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું છે. તે સાત તત્વો આ પ્રકારે છે :(૧) જીવ ‘તત્ત્વ:-ચેતના-લક્ષણવંત જીવ છે, સંસાર અવસ્થામાં તે
અશુધ્ધ છે. (૨) અભ્યતત્વ:
(૧) જીવને વિકારનું કારણ) પુદગલ (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય (૪) આકાશ અને (૫) કાલ. એ પાંચ ચેતનારહિત અજીવ દ્રવ્ય આ જગતમાં છે. આસ્રવતત્વ' :-કમોને આવવાનાં કારણને અથવા કર્મોના આવવાને આસ્રવ કહે છે. બંધ‘તત્વ':-કર્મોને આત્માની સાથે બંધાવાનાં કારણને અથવા
કર્મોના બંધને બંધ કહે છે. (૫) સંવર તત્વ':- કર્મોના આવવાને રોકનારાં કારણો અથવા કર્મોનું
આવવું રોકાઇ જવું તેને સંવર કહે છે. નિર્જરા ‘તત્વ' -કર્મોના કોઇ અંશે ક્ષયનાં કારણને અથવા કર્મોના કોઇ અંશે ક્ષયને નિર્જરા કહે છે.
૧૦૩૪ (ા મોક્ષ‘તત્વ’ :-સર્વ પ્રકારે કર્મોથી છૂટી જવાનાં કારણને અથવા
સર્વાશે કર્મોથી પૃથક થવાને મોક્ષ કહે છે. આ વિશ્વ જીવ અને અજીવ અર્થાત્ છે દ્રવ્યોનો-જીવ, પુદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ એનો સમુદાય છે. પુદ્ગલોમાં સૂક્ષ્મજાતિની કર્મવર્ગણા છે અથવા કર્મસ્કંધ છે. તેના સંયોગથી આત્મા અશુધ્ધ થાય છે. આસવ અને બંધતત્વ અશુધ્ધતાનાં કારણને બતાવે છે. સંવર અશુધ્ધતાને રોકવાનો અને નિર્જરા અશુધ્ધતાને દૂર કરવાનો ઉપાય બતાવે છે. મોક્ષ બંધ રહિત શુધ્ધ અવસ્થાને બતાવે છે. આ સાત તત્ત્વો ઘણાં ઉપયોગી છે, તેને બરોબર જાણ્યા વિના આત્માનો કર્મ રોગ મટી શકતો નથી. આ સાત તત્વોની સાચી શ્રધ્ધા વ્યવહાર સમ્યગ્દર્શન છે. તેના મનનથી નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે એ નિશ્ચય સમ્યકત્વ થવામાં બાહ્ય નિમિત્ત કારણ છે. અંતરંગ નિમિત્ત કારણ અનંતાનુબંધી ચાર કષાય અને
મિથ્યાત્વ કર્મનો ઉપશમ થવો કે દબાઇ જવું તે છે. (૩) (૧) જીવ તત્ત્વ - પ્રથમ જ જીવ તત્ત્વ, ચેતના લક્ષણથી વિરાજમાન તે શુદ્ધ અશુદ્ધ અને મિત્રતા ભેદથી, ત્રણ પ્રકારે છે. ત્યાં (૧) શુદ્ધ જીવ તત્વ - જે જીવોને સર્વ ગુણ-પર્યાય
પોતાના નિજભાવરૂપે, પરિણમે છે. અર્થાત જેમના કેવળજ્ઞાનાદિ ગુણ શુદ્ધ પરિણતિપર્યાયથી બિરાજમાન થાય, તેને શુદ્ધ જીવ કહીએ. અશુદ્ધ જીવતત્ત્વ-જે જીવોના સર્વ ગુણ પર્યાય, વિકાર ભાવને પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્ઞાનાદિ ગુણ આવરણથી આચ્છાદિન થઇ રહ્યા છે, જે થોડાઘણા પ્રગટરૂપ છે, તે વિપરીતપણે પરિણમી