________________
સાત તત્ત્વોને સમ્યગ્દર્શન કહ્યું. આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ જીવ અજીવના વિશેષો છે. પૂણ્ય-પાપ આસ્રવ છે, વીતરાગી દર્શન-જ્ઞાન-ચારિત્ર તે સંવર નિર્જરા છે, બંધમાં અટકે તે ભાવબંધ છે, પૂર્ણ શુદ્ધદશા તે મોક્ષ છે. તે બધા જીવના વિશેષો છે, જડની પર્યાયો જે જે થાય, તે અજીવના વિશેષો છે. તો તે પર્યાયોને જુદી શા માટે કહી ?
ઉત્તરઃ જો અહીં પદાર્થનું શ્રદ્ધાન જ કરવાનું પ્રયાજોન હોત, તો સામાન્યપણે અથવા વિશેષપણે જેમ સર્વ પદાર્થનું જાણપણું થાય. તેમ કથન કરત. એકલા શેયને જાણવાનું પ્રયોજન નથી. પણ અહીં તો મોક્ષનું પ્રયોજ્ય છે. સામાન્યને વિશેષ ભાવોની શ્રદ્ધા કરતાં મોક્ષ થાય. તથા જેની શ્રદ્ધા કર્યા વિના, કદી પણ મોક્ષ ન થાય, તેનું અહીં નિરૂપણ કર્યુ છે. આત્મામાં પૂર્ણ શુદ્ધતા પ્રગટે, કેવળ જ્ઞાન દિશા થાય ને વિકાર ન રહે, તે પ્રયોજન છે. જીવ-અભ્ય બે સામાન્ય છે, ને આસવી, બંધ, સંવર, નિર્જનરા, મોક્ષ એ પાંચ વિશેષો છે. જીવ-અભ્યરૂપ સામાન્યની શ્રદ્ધા કર્યા વિના ને આસ્રવાદિ પાંચ વિશેષોની શ્રદ્ધા કર્યા વિના, મોક્ષ ન થાય, તેથી તેનું અહીં નિરૂપણ કર્યુ છે.
જીવ-અભ્ય એ બે, તો દ્રવ્યોની એક જાતિ અપેક્ષાએ સામાન્યરૂપ તત્ત્વ કહ્યાં. અનંતા જીવોની એક જાતિ અને અજીવોની એક જાતિ ગણીને, જીવ અજીવ સામાન્ય તત્ત્વ કહ્યાં. અભ્યમાં અનંતા યુદગલો, ધર્મ, અધર્મ, આકાશને કાળ, સમાઈ જાય છે. એક જીવ તત્ત્વનું ભાન કરતાં, અનંતા જીવોનું ભાન થાય છે ને એક અભ્યનું ભાન કરતાં, અનંતા અભ્યનું ભાન થાય છે. એ બંનેની જાતિ જાણતાં શું ફળ આવ્યું ? આત્માને સ્વ પરનું શ્રદ્ધાન થયું. આત્માને જડપદાર્થો જુદા છે, તેમાં જાતિભેદ છે. ઈંનેની જાતિને અભ્ય જાતું નથી, જાણનાર ને આત્મા છે. જીવ સ્વ છે, ને ભાવસહિત છે. એમ સ્વ પરનું શ્રદ્ધાન થાય. ઊરો આત્મા મારા ભાવસહિત છે ને શરીર, કર્મ વગેરે અભ્ય છે. તે તેના ભાવ સહિત છે, એમ ભેદજ્ઞાન થતાં પોતાના હિતને અર્થે મોક્ષનો ઉપાય કરે.
૧૦૩૩
બીજા જીવો જાતિ અપેક્ષાએ એક હોવા છતાં, દ્રવ્ય અપેક્ષાએ મારાથી જુદા છે. પરથી ને બીજા જીવથી જુદો જાણી, હિત અર્થે મોક્ષનો ઉપાય કરે. ઊરે પર પદાર્થ સાથે કોઈ સંબંધ નથી. હું હોઉં તો પાંજરાપોળ ચાલે, તે વાત મિથ્યા છે, મારાથી તેની અવસ્થા થતી નથી, ને તે મારૂં કાર્ય કરતા નથી. હું પરથી ભિન્ન છું, તે વસ્તુ મારે લીધે નથી, તે વસ્તુ તેને લીધે છે. આમ સાચા શ્રદ્ધા-જ્ઞાન થતાં, વીતરાગતા થાય, પરથી ઉદાસીન થાય છે. ઊરે પરદ્રવ્ય સાથે સંબંધ નથી. એમ માને, તો પરથી ઉદાસીન થાય. રાગ છોડી વીતરાગ થાય, માટે પ્રથમ શ્રદ્ધા કરવી જોઈએ. પરથી ભિન્ન જાણ્યા પછી, આ છે તો હું છું અથવા હું છું તો તે પદાર્થો છે, એ વાત રહેતી નથી. સ્વભાવને આશ્રય લેતા, રાગ છુટી જાય ને મોક્ષમાર્ગમાં પ્રવર્તે. તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જે મોક્ષ થાય. એકલા જીવને માને અથવા એકલા અજીવને માને અથવા જીવને લીધે અજીવ માને, અજીવને લીધે જીવ માને, તો તેનો મોક્ષ નથી. કર્મને લીધે આત્મા માને, તે મિથ્યાદષ્ટિ છે. જે જીવ-અભ્યને જુદા માનતો નથી.
જીવ-અજીવની ભિન્નતાની શ્રદ્ધાથી, મોક્ષમાર્ગમાં પ્રવર્તવું થાય છે. તેથી બે જાતિનું શ્રદ્ધાન થતાં, મોક્ષ થાય. પણ એ બે જાતિ જુદી જાશ્રયા વિના, સ્વ પરનું શ્રદ્ધાન થતું નથી. કર્મ તે હું, શરીર તે હું, એવી પર્યાયબુદ્ધિ થાય છે. અભ્યથી મારું તત્ત્વ જુદું છે, એવી બુદ્ધિ થઈ નહિ, નવમી ત્રૈવેયકે જનાર મિથ્યાદષ્ટિ મુનિ, પર્યાય બુદ્ધિથી સાંસારિક પ્રયોજનનો ઉપાય કરે છે. ઈંરીરની ક્રિયાથી ધર્મ માને, મન-વચન-કાયાને સ્થિર રાખી શકું છું, એમ માને, શરીરની પર્યાયને મેં સ્થિર કરી, તેથી સામાયિક થઈ, એમ માને તે અજ્ઞાની છે. તેને તત્ત્વ સમજવાનો મહિમા આવતો નથી, પણ શરીરની ક્રિયાનો મહિમા આવે છે. એવી પર્યાય બુદ્ધિવાળો જીવ, શરીરને પોતાનું તત્ત્વ માને છે, તે મોક્ષમાર્ગમાં પ્રવર્તી શકે નહિ. જે શરીર તથા પૂણ્ય-પાપને રાખવા માગે છે. શરીરની ક્રિયા જુદી છે, ને આત્માની ક્રિયા જુદી છે, એવી ભિન્ન શ્રદ્ધા વિના બંધને સાધે, પણ મોક્ષને સાધે નહિ.