________________
સપન્ન શત્રુ; ઘાતી કર્મો.
સંપન્ન ઃપ્રાપ્ત.
સંપર્ક :સંબંધ; સંગ
સંપાદક ઃપ્રાપ્ત કરાવનાર; ઉત્પત્તિ કરનાર.
સંપાદિત પ્રામ
સંપ્રદાન :આપવું એ. (૨) કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે
તે સંપ્રદાન.
સંપ્રયોગ :ઉપયોગ
સંપ્રાપ્તિ ઃપ્રાપ્તિ; લબ્ધિ.
સંયુક્ત ઃસંપર્કવાળો; સંબંધવાળો; સંગવાળો (૨) સંસર્ગવાળું. સંમત કર્યો છે. :સ્વીકાર્યો છે.
સંભૂત ઃભરેલો. (અમૃત સંભૃત = અમૃતથી ભરેલો કુંભ) બનેલો; સંભવેલો
સભ્ય :વિવેકી; વિનયી; શિષ્ટ; સભાસદ
સંભવ થવું તે; ઉત્પત્તિ (૨) અવકાશ. સંભવે છે. થાયછે.
સંભાળવું ઃસંભાવના કરવી; સન્માન કરવું; આરાધવું સંભવિત ઃશક્ય
સંભારવું ઃયાદ કરવું.
સંભાળ સમ્યક્ ભાવ.
સંભાળવું ઃસંભાવના કરવી; સન્માન કરવું; આરાધવું. સંભાવીને :સન્માનીને.
સંભાવના :સંચેતન; અનુભવ; માન્યતા; આદર
સંભાવ્ય માન આપવા જેવું; સંભાવનાને પાત્ર; યોગ્ય; લાયક ; આબરૂદાર; પ્રતિષ્ઠિત; શક્ય
સંભાવવું :સન્માનવું (૨) સંભાવના કરવી; સન્માન કરવું; આરાધવું સંભાવ્ય ઃશક્ય; યોગ્ય;લાયક; માન અપાવા જેવું; સંભાવનાને પાત્ર; પ્રતિષ્ઠિત;
આબરૂદાર
સંભાવી સન્માની
સંભાવીને સન્માનીને. સંભાવવું ; આરાધવું; સન્માન કરવું. સંભાષણ ઃવાતચીત; પ્રશ્નોત્તરી; વાર્તાલાપ. સંક્ષખ :પ્રત્યક્ષ
સંયુક્ત :જોડાયેલો. (૨) સંપર્કવાળો, સંબંધવાળો; સંગવાળો. સંયુક્ત ભાવ ઃરાગાદિ ઉપાધિ સહિતનું નામ સંયુકત ભાવ છે. સંક્ષય સમ્યક પ્રકારે ક્ષય.
સંક્ષેપ ઃમોળું પડવું; ઓછું થવું; સંકોચાવું; મોળાપણું; ઓછાપણું (૨) સાર. (૩)
ટૂંકું. સંક્ષેપમાં = ટૂંકામાં.
સંક્ષેપ પ્રવૃત્તિ ઃપ્રવૃત્તિને ટુંકવવી; પ્રવૃત્તિને ઓછી કરવી. સંતોપતા સંક્ષેપપણું; ટૂંકાપણું.
સંોપવું ઃસંકોચવું; ટૂંકાવવું; ટુંકું કરવું; ઓછું કરવું
સંોપીને અંતર્ગત કરીને.
૧૦૦૫
સંતાય :સમ્યક્ પ્રકારે ક્ષય.
સંજ્ઞા :નિશાની.
સંશ :ચેતનના વિકાર.
સંશા તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઇ પદાર્થને જોતાં આ પદાર્થ
તે જ છે કે જેને પહેલાં જોયો હતો, એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. (૨) નામ; દ્રવ્યનું નામ અને પર્યાયનું નામ જુદું છે માટે સંજ્ઞાભેદે ભેદ છે. (૩) સંજ્ઞાઓ ચાર પ્રકારની છે, આહાર, કાય, મૈથુન અને પરિગ્રહ તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થાય છે. (૪) નામ અને અર્થ (૫) વર્તમાનમાં કોઇ પદાર્થને જોતાં “આ પદાર્થ તે જ છે કે પહેલાં જોયો હતો”. એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષતા જોડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. તેવું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. (૬) ઓળખ માટેનું નામ; ઓળખ-પિછાણ; જ્ઞાન સમઝ; ચેતના; ભાન; સાન; સંકેત; ઇશારો; નિશાની; મન (૭) લક્ષણ; પ્રયોજન (૮) નામ. (૯) નામ; જ્ઞાન; સમઝ; ચેતના; ભાન; સાન; સંકેત; ઓળખ; પિછાણ. (૧૦) ભાન; ચેતના; જ્ઞાન; સમજ;