________________
(૩) સામાયિક ચરિત્ર = સામાયિક ચારિત્ર તે છઢે સાતમે ગુણસ્થાને ઝુલતા નગ્ન દિગંબર મુનિ હોય છે. તે સંત મુનિ જ્ઞાન-દર્શન-ચારિત્રની રમણતામાં રમતા હોય છે તે સામાયિક ચારિત્ર છે.
(૪) છેદોપ સ્થાનીય ચારિત્ર = નગ્ન દિગંબર મુનિ સ્વરૂપ રમણતામાં ઘણા જ લીન હોય છે પણ કોઈવાર કંઈક અલ્પવૃત્તિમાં મચક ખાઈ જાય તે ગુરૂ પાસેથી છેદ એટલે પ્રાયશ્ચિત લે અને પોતે સ્થિર થયા તે છેદોપસ્થાનીય ચારિત્ર છે.
(૫) પરિહાર વિશુદ્ધ ચારિત્ર = જે સંત મુનિઓને સંયમની લબ્ધિ પ્રગટી હોય છે કે તે લબ્ધિને લઈને તે વનસ્પતિ ઉપર ચાલે. પાણ ઉપર ચાલે, તો પણ તેના શરીરથી હિંસા ન થાય તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં આવી લબ્ધિ હોય છે.
(૬) સૂક્ષ્મ સાંપરાય ચારિત્ર = દશમા ગુણસ્થાને વર્તતા સંત મુનિને સૂક્ષ્મ સાંપરાય ચારિત્ર હોય છે. ચારિત્રની વિશેષ વિશેષ નિર્મળ પર્યાય થઈ ગઈ હોય, લોભનો છેલ્લામાં છેલ્લો તદ્ન અલ્પ અંશ રહ્યો હો, એવી વિશેષ ચારિત્રની દશાને સૂક્ષ્મ સાંપરાય ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર દશમા ગુણસ્થાને હોય છે.
(૭) યથાખ્યાત ચારિત્ર = જેવું ચારિત્રનું સ્વરૂપ છે તેવું પૂરું પ્રગટી જાય તે યથાખ્યાત ચારિત્ર છે. આ ચારિત્રમાં કષાયનો સર્વથા અભાવ હોય છે. અગિયારમે ગુણસ્થાને ઉપશમ યથાખ્યાત હોય છે, એ બારમે, તેરમે અને ચૌદમે જ્ઞાયિક યથાખ્યાત ચારિત્ર છે.
સંયમાસંયમ :સમ્યગ્દષ્ટિ શ્રાવકનાં વ્રત. સંયમિત અંકુશિત
સંયોગ :નિમિત્ત; કર્યોદય (૨) જોડાવું એ; યુતિ; સમાગમ; મેળાપ; મિલન; પરિસ્થિતિ; સંજોગ; મોકો; તક; સંભોગ; મૈથુન (૩) સંબંધ સંયોગજનિત :નિમિત્તના સદભાવવાળી પ્રમતદશા અને નિમિત્તના અભાવવાળી અપ્રમતદશા એ બન્ને સંયોગજનિત છે.
૧૦૦૪
સંયોગસિદ્ધ સંબંધ :આત્માની પર્યાયમાં થતા વિકારી આસવભાવને આ આત્મા સાથે સંયોગ સિદ્ધ સંબંધ છે.
ગોળ અને ગળપણને તાદામ્ય સંબંધ છે પણ ડાબલાને ગોળ ને સંયોગ સિદ્ધ સંબંધ છે. વિકારી ભાવ થાય છે તે પરના સંયોગે થાય છે. માટે તેની સાથે આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે. (૨) જેનો સંબંધ થઇને વિયોગ થાય તેને સંયોગ સિધ્ધ સંબંધ કહેવાય.
સંયોગી :અનિત્ય
સંયોગી અને વિયોગી પર્યાયો ઃવિશેષ અવસ્થાઓ. આસ્રવ અને બંધ, તે સંયોગી છે. તથા સંવર, નિર્જરા અને મોક્ષ, તે જીવ અજીવના વિયોગી પર્યાયો છે. યોગીજિન :વીતરાગવિજ્ઞાન સ્વરૂપ અરિહંત દેવ; શુદ્ધ આત્મપદ.
સંયોગી દૃષ્ટિ સંયોગી દૃષ્ટિથી અસંયોગી આત્મસ્વભાવમાં જે શક્તિ ભરી છે તેની પ્રતીતિ થતી નથી. શરીરને સંયોગ છૂટવાનો હશે ત્યારે શ્વાસ પણ સરખો નહિ લેવાય, ઈન્દ્રિયો શિથિલ થઈ જશે ત્યારે અનંતો ખેદ થશે, પણ શરીરની ક્રિયા આત્માને આધીન નથી, હું નિરાવલંબી ચિદાનંદ જ્ઞાનમૂર્તિ છું એમ પોતાના સ્વતંત્ર સ્વભાવને માને તો અનંતા પર પ્રત્યેનો રાગ એ દ્વેષ ટળી જાય છે.
શેવ ઃપોતે જ.
સ્પંદી ઝરવું; ટપકવું.
સંન્યાસ :ત્યાગ. (૨) (સંલ્લેખના) આત્માનો ધર્મ સમજીને પોતાની શુદ્ધતા માટે
કષાયોને અને શરીરને કૃશ કરવાં (શરીર તરફનું લક્ષ છોડી દેવું) તે સમાધિ અથવા સંલ્લેખના કહેવાય છે.
સંન્યાસી :સર્વ વાસનાનો ક્ષય કરે તેનું નામ સંન્યાસી.
સંનિક :નિકટપણું; સમીપતા; સંબંધ
સંનિધાન અત્યંત નિકટતા, નજીકપણું, સાંનિધ્ય, સમીપ
સંનિધિ હાજરી; નિકટતા.
સંનિવેશ :પ્રવેશ; સત્પ્રવેશ.
સંપતિ :ઇન્દ્રિયો ઉપરનો સંપૂર્ણ કાબૂ; ઇન્દ્રિયનિગ્રહ; જૈનમતિ; જૈનસાધુ