________________
થાય તેને સંયોગસિદ્ધ સંબંધ કહેવાય છે. જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય. ક્રોધાદિ એક સમયમાં નાશ થઈ જાય છે અને બીજા સમયે નવા ઉત્પન્ન થયા છે, આત્માના ભાવ વડે સમૂળગા નાશ થઈ જાય છે. માટે ક્રોધાદિ આત્મા સાથે ઉત્પાદ-વ્યય સંબંધે છે પણ ધ્રુવ સંબંધ નથી. ધ્રુવ સંબંધ નથી માટે સંયોગ સંબંધ છે પણ સ્વાભાવ સંબંધ નથી. પંચ મહાવ્રતના શુભ પરણિામ પણ આત્મા સાથે સંયોગ સંબંધે છે. સંયોગ છે તો કેવળજ્ઞાન પામતાં તે પરિણામનો વિયોગ થાય છે. તેને ઉત્પાદ થાય છે તેનો વ્યય થાય. કોઈને એમ પ્રશ્ન થાય કે જ્ઞાનની પર્યાય બદલાય છે ને ! તેને ઉત્પાદ- વ્યય થાય છે ને ! તેનો ઉત્તર એમ છે કે જ્ઞાનની પર્યાય બદલાય છે ખરી. ઉત્પાદ-વ્યય થાય છે : પર્યાયની જાત તેની તે જે રહીને બદલાય છે માટે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાભ્ય સંબંધ છે. પરસ્પર અવગાહ લક્ષણ સિદ્ધ સંબંધ = જીવના, પરિણામનું નિમિત્ત પામીને પુલો કર્મપણે સ્વયં પરિણમી જાય છે. એક બીજાની અવસ્થાની યોગ્યતા એવી થાય છે કે એક બીજા માંહોમાંહે એક જગ્યાએ વ્યાપીને રહે છે તેને પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ કહેવાય છે. જીવના પરિણામનું બાહ્ય નિમિત્ત પામીને કર્મના પુદ્ગલો એક જગ્યાએ અવગાહીને રહે છે તો પણ ભાવથી જુદા છે. એક જગ્યાએ રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવો સંબંધરૂપ બંધ કહેવાય છે. આ રીતે જીવ અને પુલોનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવો સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી
૧૦૦૦ ઈતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ. કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. જીવ અને પુગલોનો જે બંધ થાય છે તેમાં ઈતરેતરાશ્રય દોષ નથી. જીવના એના એ રાગના પરિણામથી બંધ થાય અને એના એ બંધથી પાછો એનો એ રાગ થાય તો ઈતરેતરાશ્રય દોષ થાય પણ વસ્તુસ્વરૂપ તેમ નથી. જેમ રૂની એક પૂણી પછી બીજી પૂણી જુદી હોય તો પણ દોરો સંધાયા કરે તેમ અમુક સ્થિતિ સુધી કર્મો આત્મામાં રહે, જૂનાં ટળતાં જાય અને નવાં બંધાતાં જાય પણ પ્રવાહ તૂટે નહીં, જીવમાં નવા નવા રાગાદિ વિકારના પરિણામ થાય છે અને જડ કર્મો પણ જૂનાં ટળતાં જાય છે અને નવાં બંધાતાં જાય છે પણ પ્રવાહ તૂટતો નથી. જેમ પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ તેના તે પરિણામનું નિમિત્ત થતું નથી પણ નવા પરિણામનું નિમિત્ત થાય છે, અને જે નવા વિકારી પરિણામ થયા તે જૂના બંધનું નિમિત્ત થતું નથી પણ નવા બંધનું નિમિત્ત થાય છે માટે ઈતરેતરાશ્રય દોષ લાગતો નથી. પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો, પહેલાં કર્મ નહોતાં ને પછી કર્મ બંધાયાં તેમ નથી એટલે કે આત્માના પરિણામથી કર્મ થયાં અને કર્મથી આત્માનાં પરિણામ થયા એમ નથી. એકબીજાના આધારે બન્ને સિદ્ધ થયા તેમ નથી. પરંતુ અનાદિ કાળથી સ્વતઃ સિદ્ધ છે, અનાદિ કાળથી કર્મ કર્મપણે અને આત્માના પરિણામ વિકારપણે સ્વતંત્ર પરિણમતા આવે છે. અને દ્રવ્યોના અનાદિકાળથી પરિણમન ચક્ર સ્વતંત્રપણે પરિણમતાં આવે છે; કોઈના આધારે કોઈ સિદ્ધ થતું નથી માટે ઈતરેતરાશ્રય દોષ લાગતો નથી.