________________
પ્રકાશનોએ આની ઉપયોગિતા પુરવાર કરી આપી છે.
એ જ પ્રકાશનમાળામાં આ નવલો પ્રયોગ છે. વિદ્યાર્થીને સુખદ રીતે વિદ્યાલાભ થાય તે માટે કેવી કેવી રીતો વિદ્વાનો અજમાવતા આવ્યા છે.
આધુનિક વિદ્યાગ્રહણ પદ્ધતિ મુજબ મૂળશ્લોક કંઠસ્થ કરવા, સાથે સાથે જ-શબ્દની સાથે જ અર્થબોધ અનાયાસ થઈ જાય તે પદ્ધતિ આમેજ કરવામાં આવી છે. | સાહિત્યની પરિભાષામાં એક વિદ્યાની શાખાના જ્ઞાન માટે સુંદર સુભાષિત આવે છે-તેનો અર્થ મર્મ મજાનો
व्याकरणरहितश्चान्धः बधिरः कोशवर्जितः । काव्येन रहितः पङ्गु-मूकस्तर्कविवर्जितः ॥ १ ॥
આમાં કોશ રહિતને બધિરની ઉપમા આપી છે. શબ્દનો સમ્યક પરિચય નથી તે વ્યક્તિ જ્યારે શ્રવણ કરે છે ત્યારે તેની પાસે જો શબ્દ ભંડોળ નથી, ભિન્ન ભિન્ન અર્થચ્છાયા ધરાવતા વિવિધ પર્યાયયુક્ત શબ્દોનો બોધ નથી તો બાઘા જેવો જ લાગશે.
રાજાને ધનકોશનો મહિમા તો વિદ્યાર્થીને શબ્દકોશનો મહિમા છે.
પોતાના હૃદયગત ભાવોને અભિવ્યક્ત કરવા માટે તેની પાસે જો શબ્દસામર્થ્ય નહીં હોય તો સ્વમતિ નિહિત ભાવોને અન્યમાં વિનિયોગ કરવામાં સફળ નહીં થાય.
શબ્દ પણ એક સાધન લેખે મહત્ત્વનું સાધન છે. તેનાથી જ અશબ્દલોક પ્રતિ પ્રયાણ થઈ શકે છે.
જીવનમાં બન્ને ક્ષણો આવે છે અને બન્નેનું યથાસ્થાને મહત્ત્વ છે જ. બાળક નાનો હોય ત્યારે તેને બોલાવવા મહેનત કરવાની હોય છે, શીખવવાનું છે. બોલતો કરવો
(8)