________________
કે બોલતો રાખવો જરૂરી ગણાય છે. પછી તે શબ્દને વાવવા કે વાપરવાને બદલે વૈડફવા લાગે એટલે તેને મૌન રહેવાનું પણ કહેવું પડે છે.
આ જ રીતે શબ્દને શીખી, શુદ્ધ રીતે પ્રયોજી અંતે તો અશબ્દ લોકમાં જવા માટે જ શબ્દને આરાધવાના છે, સાધવાના છે.
આ પ્રકાશન પણ, અશબ્દલોક, જ્યાંથી સ્વરો નિવૃત્ત થઈ જાય છે, વાણી વિરમી જાય છે ત્યાં પહોંચવામાં સહાયક બને, વિદ્યાયાત્રીઓને આ શબ્દનો સથવારો શબ્દાતીત અવસ્થામાં જવા સહાયક બને તે માટે જ નવું નવું લખવા વાંચવાનો જ નિરંતર ઉદ્યમ કરવામાં ઉજમાળ રહેતા મુનિરાજશ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. તથા મુનિરાજશ્રી મુનિચન્દ્રવિજયજી મહારાજે આ પ્રયત્ન ર્યો છે.
તેમનો કરેલો આ પ્રયાસ વિદ્યાર્થીને વિદ્યાને સુJહીત કરવામાં સહાયક નીવડો એ શુભેચ્છા સાથે –
- પં. પ્રધુમ્નવિજય ગણી
આસો સુદિ ૭, ૨૦૪૮.
જૈન પાઠશાળા, જી. પી. ઓ. સામે, જામનગર - ૩૬૧ 00.