________________
[ આમુખ
કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સાંગોપાંગ પંચાનુશાસન પૂર્વક ‘સિદ્ધ હેમ વ્યાકરણ (૧ લાખ શ્લોક પ્રમાણ)ની રચના કરી છે, અને ભાષાકીય જ્ઞાન માટે બીજા પણ અનેક ગ્રન્થોનું નિર્માણ કર્યું છે. તેમાં આ એક અતિ મહત્ત્વનો પ્રસ્તુત ગ્રન્થ છે “અભિધાન ચિંતામણિ નામમાલા”.
૧પ૪૨ શ્લોક પ્રમાણ આ નામમાલાના પ્રારંભના અમુક શ્લોકોમાં પૂજ્ય આચાર્યશ્રીએ શબ્દ-સંયોજનની આવશ્યક માહિતી આપી છે. ગ્રન્થકાર પ્રારંભમાં જ કહે છે -
रूढयौगिकमिश्राणां नाम्नां मालां तनोम्यहम् ।
‘રૂઢ-યૌગિક અને મિશ્ર એમ ત્રણ પ્રકારના નામોની શ્રેણિની રચના હું કરું છું’ એમ કહીને ગ્રન્થકારે શબ્દ-સંયોજનની પદ્ધતિ એટલી સરસ બતાવી છે, રૂઢ યૌગિક મિશ્ર શબ્દોના ભેદોનું એટલું સુંદર જ્ઞાન આપ્યું છે, જેથી અભ્યાસીને હજારો શબ્દોનું અર્થ-જ્ઞાન અનાયાસે થઈ જાય છે.
રાજાઓને અથવા કેન્દ્ર કે રાજ્ય સરકારોને રાજ્ય સંચાલનમાં અર્થ-કોશ-ધન ભંડારની જરૂર રહે છે, તેમ વિદ્વાનોને, સાહિત્યકારોને, કવિઓને, લેખકોને, વાચકોને પણ શબ્દના ભંડાર સમા શબ્દકોશોની પણ એટલી જ આવશ્યકતા રહે છે. એથી સંસ્કૃત સાહિત્યના સમુપાસક ભારતવર્ષના પ્રાચીન અનેક વિદ્વાનોએ સંસ્કૃત કોશોની રચના કરી છે, તેમાં અમરકોશની જેમ “અભિધાન ચિન્તામણિ નામમાલા” પણ શબ્દકોશમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે.
પ્રસ્તુત અભિધાન ચિંતામણિ નામમાલાના અનેક પ્રકાશનો આજ સુધી બહાર પડ્યા છે. તેમાં અભ્યાસીવર્ગને ખાસ ઉપયોગી બની શકે તેવું સુંદર પ્રકાશન પૂજ્યપાદ