________________
સંધ તરફથી રૂ. ૫૦૦] અભિધાન ચિંતામણિ ગ્રંથની બીજી આવૃત્તિ છાપવા માટે અર્પણ કરવામાં આવ્યા છે.
સાબરમતીથી વિહાર કરી વિ. સં. ૨૦૧૭નું ચાતુર્માસ અમદાવાદ ઉસ્માનપુરા કરાયું અને વિ. સં. ૨૦૨૦નું ચાતુર્માસ સુરેન્દ્રનગર કરાયું તે દરમ્યાન ગ્રંથ છપાઈ તૈયાર થઈ જવા આવેલ.
તેમજ ગુરૂમંદિર પણ તૈયાર થવા આવેલ જેથી પ. પૂ. આચાર્યદેવ શ્રીમાન આદિ અમદાવાદ આવવાના સમાચાર મળતાં ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા કરવા નિર્ણય કરાયો હતો. - ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠા અને પંન્યાસપદારે પણ
પ. પૂ. આચાર્યદેવશ્રીમાને સુરેન્દ્રનગરમાં વિ. સં. ૨૦૨૮નું ચાતુમાસ બહુ જ ઉત્સાહને ઉમંગપૂર્વક પૂર્ણ કરી શાસન સમ્રાટ શતાબ્દી મહત્સવ તેમજ પ. પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીને આચાર્ય પદારોપણ મહોત્સવ તેમજ અનેક વિધ શાસન પ્રભાવનાના કાર્યો કરી કરાવી અમદાવાદ કૃષ્ણનગરના કીર્તિકુમારની દીક્ષા નિમિતિ પિ. વ.-૩ ના વિહાર કરી અનેક ગામમાં શાસન પ્રભાવના કરી આવી રહ્યા હતા તો ગુરુમૂર્તિપ્રતિષ્ઠા કરવા અંગે વિહારમાં વિનંતિ કરાઈ અને સાબરમતીમાં માહ સુદ ૨ ના રોજ બંને આચાર્યદેવશ્રી સપરિવાર ને શ્રીસંઘે ઉત્સાહ ને ઉમંગપૂર્વકના સામૈયા સાથે પ્રવેશ કરાવ્યો હતો. ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા માહ સુદ ૧૩ ના રોજ કરવાનું નક્કી થતા તે અંગે માહ સુદ ૨ થી શાંતિસ્નાત્રાદિ મહોત્સવ બહુ જ ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો.
પન્યાસ પદારોપણ મહોત્સવ દરમ્યાન માહ સુદ ૧૧ ના રોજ પ. પૂ. આચાર્ય દેવશ્રી ચંદ્રોદયસૂરીશ્વરજીના શિષ્ય ગણિપ્રવરશ્રી વિજયચંદ્રવિજયજી તથા પ. પૂ. આ. મ. શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ.ના શિષ્ય ગણિપ્રવર અશોકચંદ્રવિજયજી મહારાજશ્રીનું પન્યાસપદારે પણ બહુ જ ઉત્સાહપૂર્વક થયું હતું.