________________
માં શ્રી સિદ્ધચક્રપૂજન. તેમજ પ્રકાશ હાઈસ્કૂલ રીલીફરોડ ઉપર શહેરમાં ગુણાનુવાદ સભા યોજાઈ હતી. અમદાવાદ ઉસ્માનપુરામાં સ્વર્ગારોહણ નિમિત્તે
શાંતિસ્નાત્રાદિ મહત્સવ ઉસ્માનપુરામાં પૂ. સ્વ. આ. ભ. શ્રી. ઉદય સૂરીશ્વરજી મહારાજશ્રીનો ઘણો જ ઉપકાર હોવાથી તે નિમિત્તે જેઠ સુદ ૧૧ થી જેઠ વદી ૫ સુધી શાંતી સ્નાત્ર, શ્રી સિદ્ધ ચક્રપૂજન આદિ મહેસૂવ થયો હતો તેમજ ગુરુમંદિર બનાવવાનું પણ નિર્ણય કરાયેલ હતો.
- સાબરમતીમાં ચાતુર્માસ પ્રવેશ - પ. પૂ આ. ભ. શ્રી વિજય કસ્તૂર સૂરીશ્વરજી. મ. તથા તેમના વિદ્વાન - શિષ્ય પ્રખર વક્તા ઉપા. શ્રી ચંદ્રોદય વિજય ગણિવર મ. (હાલ આચાર્ય મહા
રાજશ્રી; પૂ. ગણિવર શ્રી અશોકચંદ્ર વિજયજી મ, પ્રવર્તક શ્રીવિજયચંદ્ર વિજ્યજી મ. આદિ વિશાલ પરિવાર સાથે જેઠ વદ ૭ રોજ સાબરમતીમાં પ્રવેશ કર્યો હતો. ધર્મનગરથી સામયું થવાના સમાચાર સાબરમતી રામનગરમાં ફેલાતાં ઘણા વરની ઈચ્છા પાર પડતાં અનેરો આનંદ ફેલાયો હતો. અને ભવ્ય સામૈયું થયું હતું અનેક ગહેલીઓ થઈ હતી. પ્રવેશ ઉત્સાહપૂર્વક થયો હતો.
સાબરમતીમાં ચાતુર્માસની વિવિધ આરાધના | * દરરોજના ચાતુર્માસ વ્યાખ્યાનમાં ધર્મરત્ન પ્રકરણ અને નર્મદા સુંદરી
ચરિત્ર વંચાવવાનું શરૂ કર્યું હતું ઉપરાંત દરરિવવારે અનેક વિધ
વિષય ઉપર બપોરના જાહેર વ્યાખ્યાને ચાલતાં હતાં ' જ શ્રીઅરિહંતપદજીની આરાધના જા૫પૂર્વકની કરાઈ તેમાં ૧૮૦૦ થી
૨૦૦૦ આરાધકેએ લાભ લીધો હતો. ૯ દીપક એકાસણા ઠામચૌવિહાર એકજ દ્રવ્યના કરાવ્યા તે આરાધ
નામાં ૧૫૦૦ આરાધકે જોડાયા હતા.