________________
દષ્ટિ
ખૂબી, સૂડી, ફૂદું, સૂકું અપવાદ : જ્યાં વ્યુત્પત્તિને કારણે કે રૂઢિને લીધે જોડણી જુદી થતી હોય તેવા શબ્દોમાં હ્રસ્વ લખવા. ગિની, ચિટ, ટિન, ટિપ, ઉર્દુ, ઉર્સ, કુળ, ખુશ ત્રણ અક્ષરોના શબ્દોમાં મધ્યાક્ષરમાં હ્રસ્વ - દીર્ઘ અક્ષરોને ધ્યાનમાં રાખી જોડણી કરવી. ઉપાંત્ય કે મધ્યાક્ષર દીર્ઘ હોય ત્યારે પ્રથમાક્ષરમાં છે કે જે હૃસ્વ કરવા. ઉદા. ઇજાફો, કિનારો, જિરાફ, મિનારો, હિલોળો, ઉચાટ, ઉધર, ઉનાળો, કુહાડો, સુથાર, લુહાર ઉપાંત્ય કે મધ્યાક્ષર હ્રસ્વ હોય તો પ્રથમાક્ષરમાં ઈ કે ઊ દીર્ઘ કરવા. ઉદા. કીચડ, ખીજડો, દીવડો, પીપળ, લીમડો, હિજડો, ઊધઈ, કૂકડો, ખૂમચો, છૂટકો, ભૂસકો, સૂરજ અપવાદ : અહીં પણ વ્યુત્પત્તિ કે રૂઢિને કારણે જયાં જુદી જોડણી થાય છે તેને અપવાદ ગણવો; જેમ કે ઉપર, ચુગલી, કુરતું, ટુચકો, કુમળું જેવા. ચાર કે ચારથી વધુ અક્ષરોવાળા શબ્દોમાં જો એ એક જ ઘટકના કે પ્રાથમિક શબ્દો હોય ત્યાં પ્રથમાક્ષરમાં છે કે જે હ્રસ્વ લખવા; જેમ કે, ઇમારત, ખિસકોલી, ઉધરસ, ઉપરાંત, કુરબાન, ગુલશન, જુમેરાત. ત્રણ અને ત્રણથી વધુ અક્ષરોવાળા શબ્દોમાં અપવાદ કે વિકલ્પ. બે કે ત્રણ અક્ષરોના પ્રાથમિક શબ્દોને પ્રત્યયો લાગતાં કે સામાસિક બનતાં અને દ્વિરુક્ત પ્રયોગોમાં પ્રાથમિક શબ્દો ત્રણ કે ત્રણથી વધુ અક્ષરોના બને ત્યાં પ્રાથમિક શબ્દ કે મૂળ અંગની જોડણી વિકલ્પ કરવી. ઉદા. રીસાળ-રિસાળ, મૂછાળો-મુછાળો, ખીચડિયું-ખિચડિયું, થીગડિયું-થિગડિયું, ઘુઘરિયાળ-ઘુઘરિયાળ, શબ્દના બંધારણમાં કોઈ પણ સ્થાને “ય' શ્રુતિ આવતી હોય ત્યાં પૂર્વેનો ઇ હ્રસ્વ કરવો :