________________
કોવડા(રા)વવું : કોવાવું; કોવાય; કોહપણ; કોહવાણ; કોહવાટ. સોહ : મોહ પ્રમાણે
૧૧. કેટલાક ઢ ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે, જેમ કે કહાડવું, વહાડવું. એમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું, પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું.
ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં. ૧૨. કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે. ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, લ્યો, ઘો, ઇત્યાદિ, પણ એ લખવામાં દર્શાવવાની જરૂર નથી. જાત, આંખ, લાવ, લો, દો એમ જ લખવું.
૩. તદ્ભવ શબ્દો *૧૩. અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનો સંયુક્ત હોય એવા શબ્દોમાં અલ્પપ્રાણ + મહાપ્રાણ અને મહાપ્રાણ + મહાપ્રાણ એવી જોડણી (સંસ્કૃતની જેમ) વિકલ્પ કરવી. ઉદા. ચોખ્ખું - ચોખું, અચ્છેર – અછૂછેર, પચ્છમ - પછમ, અચ્છે - અછું, ચિઠી - ચિઠ્ઠી, બુઠું - બુઠું, પત્થર – પથ્થર,
ઓદ્ધો - ઓધ્ધો, સદ્ધર - સધ્ધર, સુદ્ધાં – સુધ્ધાં, અદ્ધર – અધ્ધર, ઝભ્ભો - ઝભ્ભો, સર્ભર - સક્સર.
૧૪. અનાદિ ‘શના ઉચ્ચરની બાબતમાં કેટલક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા. ડોશી-ડોસી; માશી-માસી; ભેંશ-ભેંસ; છાશ-છાસ; બારશ-બારસ; એશી-એસી; આવા શબ્દોમાં શ અને સનો વિકલ્પ રાખવો.
૧૫. કેટલાક શબ્દોમાં (ઉદા. પારણું, બારણું, શેરડી, દોરડું, ખાંડણી, દળણું, ચાળણી, શેલડી) “ર, ડ, ળ, લ’ને બદલે ય ઉચ્ચારણ થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવું. ૧૬. “શક, શોધ, શું'માં રૂઢ શ રાખવો, પણ સાકરમાં સ લખવો.
*૧૭. વિશે” એવી જોડણી કરવી. વિકલ્પ કરવો હોય તો નિયમ ૧૬ પ્રમાણે વિસે કરાય. અસ્વાભાવિક કદીય નહીં ઉચ્ચારાતો એવો “વિષે નહીં.
*૧૮. તદ્ભવ શબ્દોમાં અંત્ય દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ અનુનાસિક (માત્ર નાસિક્યો કે અનનુનાસિક એ બેઉ અનુક્રમે દીર્ઘ અને હ્રસ્વ લખવા. ઉદા. ઘી, છી; છું, શું, તું, હું, ધણી, વીંછી, અહીં, નહીં, તહીં, નહીં (તત્સમ “નહિ પણ), પિયુ, લાડુ, જુદું, સારું, ખારું, સૂકું, કરવું, મરવું, રમવું,
૧૩