________________
1
પો]
પણો પું. શાકભાજીનો ઝૂડો; પોપૈયાં કેળાં વગેરેનો ખાવા માટે બનાવેલો છૂંદો; સાકરનું સરબત. -ણી સ્ત્રી. ઝૂડી
૧૩૪
પણે અ. ત્યાં, પરે
પત સ્ત્રી. પતીજ, આબરૂ; વિશ્વાસ પતરાજ,-જી સ્ત્રી. બડાઈ પતરું નપું. ધાતુનો ઘડેલો મોટો સપાટ પાતળો ઘાટ. -રી સ્ત્રી. પતરાની નાની પતલી ચીપ. પત(-)રવેલિયું નપું. અડવીનાં પાંદડાંની વેસણથી ભેળી કરેલી એક વાની. પતરાવળ, પતરાવળી, પતરાળી સ્ત્રી. ખાખરાનાં પાંદડાંની બનાવેલી થાળી, પાતળ. પતરાળું નપું. પતરાળી પતવું અ.ક્રિ. નિકાલ આવવો; પૂરું થવું; ચૂકતે થવું. પતાવટ સ્ત્રી. પતાવવું એ, નિકાલ
પતંગ [સં.] પું. પતંગિયું; પું.સ્ત્રી. કનકવો. -ગિયું નપું. ફૂદું પતાકડું નપું. નાની ધજા; કાગળનો છાપેલો નાનો ટુકડો, પત્રિકા પતાસું નપું. ખાંડની ચાસણીનાં ચકતાં જેવી એક બનાવટ પતિ [સં.] પું. ધણી; માલિક; ઉપરી, oવ્રતા [સં.] સ્ત્રી. એક જ પતિને ધર્મથી વળગી રહેનાર સ્ત્રી પતો, -તો પું. ઠામઠેકાણાની ભાળ પત્તું નપું. પાંદડું; કાગળનું પાનું;
[પદ્ધતિ
ગંજીફાનું પાનું; ટપાલનો એકવડો
કાગળ
|પત્ની [સં.] સ્ત્રી. ઘરવાળી, ભાર્યા પત્ર [સં., નપું.] પું. ટપાલનો કાગળ; નપું. પાંદડું; વર્તમનાપત્ર, છાપું. ૦૬ [સં.] નપું. ટીંપ; યાદી; રજિસ્ટર. ૦કાર [સં.] વિ. વર્તમાનપત્રમાં લખવાનો ધંધો કરનાર. કારત્વ [સં.] નવું., Öકારી સ્ત્રી. વર્તમાનપત્રમાં લખવાનો ધંધો. -ત્રિકા [સં.] સ્ત્રી. નાનું પતાકડું; માસિક કે પાક્ષિક છાપું પથરો, પત્થ(-સ્થ્ય)૨ પું. શિલા, પાષાણ, પહાણો. પથરાળ વિ. પત્થરવાળું (જમીન પ્રદેશ વગેરે). પથરી સ્ત્રી. અસ્ત્રી વગેરેની ધાર કાઢવાની પત્થરની પટ્ટી; મૂત્રમાર્ગ કે શરીરના ગમે તે ભાગમાં જામતી પત્થરની જાતની કાંકરી |પદવી [સં.] સ્ત્રી. (લા.) દરજ્જો; ઉપાધિ, ઇલ્કાબ પદાર્થ [સં.] પું. ચીજ, વસ્તુ, દ્રવ્ય; (લા.) શબ્દાર્થ; સાર, તત્ત્વ પદોડવું સ.ક્રિ. ખૂબ થાકી જાય ત્યાંસુધી ઘોડાં-ગધેડાં વગેરેને દોડાવવાં; (લા.) બગડી જાય ત્યાં સુધી વાપૂરવું
પદ્ધતિ [સં.] રીત; વ્યવસ્થિત રીતે કામ કરવાનો પ્રકાર; શાસ્ત્રશુદ્ધ રીતે ક્રમસર કામ કરવાનું બતાવતો શાસ્ત્રગ્રંથ