________________
ગાંધીજીના આશીર્વાદ
[જોડણીકોશની ૧લી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૯માં બહાર પડી, તેની નોંધ લેતાં તા. ૭-૪-૨૯ના “નવજીવનમાં (પા. ૨૫૩) લખેલું-].
જોડણુકેશ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી આ અઠવાડિયે જોડણી કોશ પ્રગટ થયો છે. આવો કેશ આ પહેલે જ છે. આપણી ભાષામાં શબ્દકોશ તે બે ચાર છે, પણ તેમાં જોડણીનું કશું માપ કે પ્રમાણ નથી. નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ, તેમ જોડણી વિનાની ભાવાનું સમજવું. આથી અંકાયેલા જોડણી કોશની ખામી મને તો હંમેશાં જણાઈ છે. “નવજીવનના વાંચનારની સંખ્યા જેવી તેવી નથી; ગૂજરાત વિદ્યાપીઠને આશ્રય લેનારની સંખ્યા પણ ઓછી નથી. આ બધાને જોડણીકોશ વિના કેમ ચાલે ? આ પ્રશ્નના ધ્યાનમાંથી મજકૂર કાશ તૈયાર થયો છે.
આ કેશની જ જોડણી ખરી ને બીજી બરોબર નહિ એ કેમ કહેવાય ? – આ પ્રશ્ન કેાઈ કરે તો જવાબ એ છે કે, અહીં ખરાખોટાનો નિર્ણય કરવાનો સવાલ નથી. ઠીક ઠીક ગૂજરાતી જાણનારા, વ્યાકરણશુદ્ધ ગુજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમેથી જે જોડણી ઊતરી તે ખરી ગણાય. આ ધોરી નિયમને અનુસરીને કેશ તૈયાર થયો છે.
જે ગૂજરાતી ભાષાનો પ્રેમ છે, જે શુદ્ધ ભાષા લખવા ઈચ્છે છે, અથવા જે રાષ્ટ્રીય હિલચાલમાં ગૂંથાયેલ અસંખ્ય ગૂજરાતી લખવા માગે તે જોડણીને સ્વીકાર કરવા ઈચ્છતા હોય, તે બધાએ આ જોડણીકોશ મેળવી લેવો ઘટે છે.
અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખૂટી કરતાં આપણને શરમ લાગે છે, તેના કરતાં માતૃભાષાની જોડણનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. મારા જેવા અધૂરું ગૂજરાતી જાણનારને આ કેશની મદદ લઈને જ પોતાના કાગળપત્રો લખવાની હું ભલામણ કરું છું.
આ કોશમાં ૪૩,૭૪૩ શબ્દો છે. તેની રચના, જોડણીના નિયમો વગેરે વિશે હું લખવા નથી ઈચ્છતો. સહુ તે કાશ મેળવીને આ વીગતો જાણી લે. જેમને ભાષાને પ્રેમ હોય એવા ધનિક લોકોએ પિતાના પ્રત્યેક મહેતાને આ કેશ આપી તેને અનુસરીને પોતાનું ગૂજરાતી લખાણમાત્ર કરવાની ભલામણ ઘટે છે.
સંચાલકો ઓછી શ્રદ્ધાવાળા હોવાથી તેમણે પહેલી આવૃત્તિની માત્ર ૫૦૦ નકલ કઢાવી છે. ‘નવજીવન’ના ઘરાકમાં જ આટલી સંખ્યા પૂરી નહિ પડે એવી મારી આશા છે. દેશની પડતર કિંમત પણ ચાર રૂપિયા છે. વેચવાની કિંમત ત્રણ રૂપિયા રાખી છે. પૂંઠું પાકું
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org