________________
૨૨
રાખ્યું છે. કોશમાં ૩૭૩ પાનાં છે. મારી ઉમેદ છે કે, આ કેશને તુરત ઉપાડી લઈ ભાષાપ્રેમી ગૂજરાતી સંચાલકોની શ્રદ્ધાની ન્યૂનતા દૂર કરશે ને જોડણીકોશ પ્રત્યેની પિતાની સહાનુભૂતિ સિદ્ધ કરશે.
A 7 ઈ૬.
(મે. ક. ગાંધી)
[ઈ. સ. ૧૯૪૦માં મુંબઈ સરકારે એવો હુકમ બહાર પાડ્યો કે, “જોડણીકેશ”માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકને પાઠયપુસ્તકની થયેલી યાદીમાં મંજુર મુકાશે. તેવી યાદી તેના પ્રકાશન ખાતા તરફથી બહાર પડી તે વિષે “હરિજનબંધુ', તા. ૪-૨-'૧૯૪૦ (પા. ૩૮૩)માં લખેલું –
ગુજરાતી જોડણું જેવી અરાજકતા ગૂજરાતી શબ્દોની જોડણી વિષે વર્તે છે, એવી ભાગ્યે જ બીજી કોઈ ભાષામાં હશે. મરાઠીમાં નથી, બંગાળીમાં નથી, તામીલમાં નથી, ઉર્દૂમાં નથી. યુરોપની ભાવાએમાં તો નથી જ. જે ભાષાના શબ્દોની જોડણી બંધાઈ ન હોય, તે ભાવાના બોલનારા જંગલી ન કહેવાય તો શું કહેવાય ? મનુષ્ય જેમ આગળ વધે તેમ તેની ભાષા વધે જ છે. ભાષા ઉપરથી તેના બોલનારાની પરીક્ષા ઘણું બાબતમાં કરી શકાય છે. “હગ મર ટપર લખનારના જ્ઞાનની પરીક્ષા કરવામાં વાર ન લાગે.
આવા મારા વિચાર ભાષાને વિષે હાઈ જ્યારે મગનભાઈએ મને નીચેની કાપલી મોકલી ત્યારે હું રાજી થયો:–
“મુંબઈ સરકારના પ્રકાશન ખાતા તરફથી નીચે પ્રમાણેની યાદી બહાર પડી છે:
ગૂજરાતી શબ્દોની સાચી જોડણી વિષે ગૂજરાતમાં ઘણું વખતથી ચર્ચા ચાલી રહી છે. એને પરિણામે એ ભાવાના અભ્યાસમાં નડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી ગૂજરાત વિદ્યાપીઠે, સામાન્ય રીતે સ્વીકારાયેલા અમુક સિદ્ધાંતોને આધારે, “જોડણીકોશ' નામનો એક શબ્દકોશ પ્રગટ કર્યો છે. આ જોડણીકોશ'માં સ્વીકારાયેલી જોડણીનો ગૂજરાત સાહિત્ય પરિષદ, મુંબઈ યુનિવર્સિટી, તેમ જ ઘણુંખરા ગૂજરાતી પ્રકાશકે, વર્તમાનપત્રો અને સામયિકાએ પણ સ્વીકાર કર્યો છે. સર્વત્ર એક જ પ્રકારની જોડણી રહે, તેમ જ ભાષાના અભ્યાસમાં ચોકસાઈ સચવાય, એ હેતુથી મુંબઈ સરકાર એ જરૂરી અને ઈષ્ટ માને છે કે, ‘જોડણીકોશ'માં નકકી કરેલી સર્વસામાન્ય અને એક જ પ્રકારની જોડણી ઈલાકાની શિક્ષણ સંસ્થાઓમાં અનુસરવામાં આવે. આ અનુસાર સરકારે એવો હુકમ બહાર પાડે છે કે, ભવિષ્યમાં જોડણીકોશ'માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકને પાઠયપુસ્તકની મંજૂર થયેલી યાદીમાં મૂકવામાં આવશે.”
મુંબઈ સરકારે આ નિર્ણય કરતાં વખત તો ઠીક લીધો, પણ છેવટે નિર્ણય કરી શક્યા તેને સારુ તેમને ધન્યવાદ ઘટે છે. મારી આશા છે કે, સહુ પત્રકાર અને લેખકે વિદ્યાપીઠના કોશને અનુસરશે. આમ તેઓ કરી શકે તેને સારુ વિદ્યાપીઠે તુરત સાધનો પૂરાં પાડવાં જોઈશે. દરેક ભાષાપ્રેમીના ખીસામાં કે તેની પાટલી ઉપર જેમ, અંગ્રેજી લખતો હોય તે, અંગ્રેજી કેશ હોય છે જ, તેમ ગૂજરાતી જોડણીકોશ હોવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org