________________
૨૫. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતા હોય તો તે ઈ ને હસ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયે, રેંટિયો, ફડિયે, ધોતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર, સહિયર, પિયુ.
અપવાદ– પી; તથા જુઓ પછીને નિયમ. વિકલ્પ–પિયળ - પીપળ. ૨૬. વિભક્તિ કે વચનના પ્રત્યય લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી. ઉદા. નદી-નદીઓ, નદીમાં ઈસ્ત્રી- સ્ત્રીઓ, સ્ત્રીને ઈ. ખૂબી – ખૂબીઓ. બારીબારણું.
૨૭. ૪, કરીએ, છીએ, ખાઈએ, જોઈએ, સૂઈએ, જોઈએ, હાઈએ મારીએ, એવાં ક્રિયાપદનાં રૂપ બતાવ્યા પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું, સચવાયેલું, એવાં રૂપ દર્શાવ્યા મુજબ લખવાં.
સજુવો, ધુવો નહિ પણ જુઓ, ધુઓ લખવું. તેમ જ ખાવું, રેવું જેવાં કારાન્ત ધાતુઓમાં ખુઓ, ઓ લખવું. અને જુએ છે, ધુએ છે, ખુએ છે, રુએ છે, જોયેલું, જોતું; ખોયેલું, તું; ધોયેલું, ધતું વગેરે રૂપે દર્શાવ્યા મુજબ લખવાં.
જ સૂવું, પીવું જેવાં ક્રિયાપદેમાં સૂએ છે, સૂઓ, સૂતું, સૂતેલ, સૂનાર, અને પીએ છે, પીઓ, પીતું, પીધેલ, પીનાર એ પ્રમાણે લખવું.
૨૮. પૈસે, ચૌટું, પડું, રવૈ એમ લખવું. પણ પાઈ પાઉંડ, ઊડઈ સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા.
ર૯. સજા, જિંદગી, સમજ એમાં જ; તથા ગોઝારું, મોઝારમાં ઝ, અને સાંજ -ઝ, મજા-ઝા એમ લખવું.
૩૦. આમલી-આંબલી, લીમડો–લીંબડો, તૂમડું–તુંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લે–ચાંદલે, સાલે–સાડલે એ બંને રૂપો ચાલે.
૩૧. કહેવડાવવું-કહેવરાવવું, ગવડાવવું–ગવરાવવું, ઉડાડવું–ઉરાડવું, બેસાડવું-બેસારવું જેવાં પ્રેરક રૂપમાં ડ અને ૨નો વિકલ્પ રાખવો.
૩૨. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હસ્વ દીર્ધ બતાવનારાં ચિહ્ન વાપરવાં.
૩૩. જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમો અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડા, ટુચકે, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુટકે, કુલડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org