________________
શાહ નેમચંદ જી.– શાહ પ્રફુલ્લચંદ્ર મણિલાલ
(૧૯૮૬) જેવાં સંપાદન તથા પૂર્વ અને પશ્ચિમની સંતનારીઓ’ (૧૯૬૮) જેવો અનુવાદ એમણે આપ્યાં છે.
|
ર.ટી. શાહ નેમચંદ જી.: શત્રુંજય-Bળવર્ણન આપતી પુસ્તિકા આત્મરંજન ગિરિરાજ શત્રુંજયના કર્તા.
૨.ર.દ. શાહ પાકાત રણછોડલાલ, ‘સ્મિતાનંદ (૬-૧૦-૧૯૧૫) : જન્મ વડોદરામાં. ૧૯૩૨ માં મૅટ્રિક. ૧૯૩૬માં બી.એસસી. ટેકનોલેકિનકલ ઇન્સ્ટિટયુટ ઓવ ગ્રેટબ્રિટનમાંથી એ.એમ.ટેક.આઈ. ૧૯૫૮ માં લાઈબ્રેરી ઍસોસિયેશન, હાંડનમાંથી એ.એલ.એ. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી નેશનલ રેયોન કોર્પોરેશન લિ., કલ્યાણમાં ટેકનિકલ ઇન્ફર્મેશન સેન્ટરના સંશોધન અધિકારી.
‘કુતુહલ'-ભા. ૧, ૨ (૧૯૩૫, ૧૯૩૯)માં કિશોરજિજ્ઞાસાના વૈજ્ઞાનિક ઉત્તરે છે. ‘મદ્રારાક્ષસ' (૧૯૩૫) એમને બાળભોગ્ય અનુવાદ છે. આ ઉપરાંત પેટ્રોલિયમ’, ‘કાગળ', ‘સૂર્યશકિત’ વગેરે વિજ્ઞાનજ્ઞાનનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
ચ.ટી. શાહ પરિમલ ચંદુલાલ (૨૯-૩-૧૯૩૮): નવલકથાકાર. જન્મ રાજકોટ જિલ્લાના કનેસરા ગામમાં. ઇન્ટર સુધીને અભ્યાસ.
‘બુઝાતો દીપક' (૧૯૬૦), ‘રહસ્યમયી રમણી'(૧૯૬૪), ‘એક પગ પડછાયામાં' (૧૯૮૨) વગેરે સાડત્રીસ જેટલી નવલકથાઓ એમણે આપી છે.
ચં.ટો. શાહ પુનશી અર્જુન: વાર્તા કસ્તુરી' (૧૯૧૭)ના કર્તા.
શાહ પુરુષોત્તમદાસ સી.: પદ્યકૃતિ “કાવ્યકલિકા' (૧૯૨૯) તથા ‘કૃષ્ણકનૈયો' (૧૯૩૭)ના કર્તા.
૨.ર.દ. શાહ પુષ્પા ક.: પ્રૌઢશિક્ષણ માટે ઉપયોગી પ્રસંગકથાઓને સંગ્રહ મંગલ આરતી' (૧૯૮૩)નાં કર્તા.
૨.ર.દ. શાહ પૃથ્વી : અઢાર વાર્તાઓને સંગ્રહ વણખૂટયા સંબંધો'(૧૯૭૮) -ના કર્તા.
૨.ર.દ. શાહ પોપટલાલ કેવળચંદ : જીવનચરિત્ર ‘શહેનશાહ સાતમો એડવર્ડ'(૧૯૦૯), તથા પદ્યકૃતિઓ બહુમુખબત્રીશી' (૧૯૧૫) અને “નવીન ગરબાવલી' (૧૯૧૬)ના કર્તા.
૨.ર.દ. શાહ પોપટલાલ ગોવિંદલાલ: ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ' (૧૯૩૭)ના સંયોજક,
શાહ પોપટલાલ પુંજાભાઈ (૧૮૮૮,-): કવિ, નિબંધલેખક. જન્મ વાંકાનેર (જિ.રાજકોટ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ત્યાં જ. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. વાંકાનેરમાં શિક્ષક.
એમણે પદ્યકૃતિ 'રાસબત્રીસી' (૧૯૨૨), ‘હિંદનો ઇતિહાસ (૧૯૨૫-૨૬), સ્થળવર્ણન ‘ભગવાન જડેશ્વર (૧૯૨૯), 'જૈન સંવાદો' (૧૯૨૯), 'સંવાદિકા' (૧૯૩૦) ઇત્યાદિ મૌલિક પુસ્તકો ઉપરાંત એક ટૂંકું વિવેચન' નામની પ્રસ્તાવનાથી ધ્યાન ખેંચતું સંપાદન ‘સંવાદસાહિત્ય' (અન્ય સાથે, ૧૯૩૦) અને ગોલ્ડસ્મિથ કૃત ડેઝર્ટેડ વિલેજને અનુવાદ ‘તજાયેલ તિલકા અથવા ગ્રામ્ય ગૌરવ' (૧૯૨૩) આપ્યાં છે.
૨.૨..
શાહ પોપટલાલ મગનલાલ: હિન્દી ગુજરાતી-ઈગ્લીશ ડિકશનરી (૧૯૧૩) તથા “નામદાર શહેનશાહ પાંચમા જર્જનું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કર્તા.
૨.૨,દ.
શાહ પુરુત્તમ ગીગાભાઈ : નાટયકૃતિ નવીન મોતીસાહ અને ડાહી વહુને ફારસ' (બી. આ. ૧૮૮૯) તથા સંપાદન ‘ભવાઈ સંગ્રહના કર્તા.
૨.ર.દ. શાહ પુરુષોત્તમ ગેકુળદાસ, ‘ચિંતા' (૧૯-૧૦-૧૯૨૨): કવિ. જન્મ ચિચણ-તારાપુરમાં. પ્રથમ વર્ષ વિનયન સુધીનો અભ્યાસ. ‘રંગ રંગ ચૂંદડી' (૧૯૮૦) એમને કાવ્યસંગ્રહ છે.
ચ.ટી. શાહ પુરુષોત્તમ છગનલાલ: જીવનચરિત્રો છે. મગનલાલ ગણપતરામ શાસ્ત્રીનું જીવનદર્શન'(૧૯૪૨) અને “મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય' (૧૯૫૨)ના કર્તા.
૨..દ. શાહ પુરુરામ જેઠાભાઈ : “સરલ વ્યાકરણ' (૧૯૦૭)ના કર્તા.
૨..દ. શાહ પુરુષોત્તમ નથુભાઈ : “વિધાત્રીની કથા' (૧૮૯૯)ના કર્તા.
૨.૨.દ. શાહ પુરુષોત્તમદાસ લ.: વૈચારિક સ્વાતંત્રયની મહત્તાને નિરૂપતી નાટિકા ‘બંધ બારણાંના કર્તા.
૨.ર.દ.
શાહ પોપટલાલ મુળચંદ : ધૂલિભદ્રની કથા અ૫નું ‘શ્રી સુમતી ચરિત્ર સ્થલી નાટક' (૧૮૮૯)ના કર્તા.
૨.૨.દ.
શાહ પ્રતિભા ડાહ્યાભાઈ (૧૯-૮-૧૯૪૭) : વિવેચક. જન્મસ્થળ
ભરૂચ. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. ૧૯૮૬ માં પીએચ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દહેગામમાં અધ્યાપક,
ભકતકવિ રણછોડ- એક અધ્યયન' (૧૯૮૮) એમનો શોધનિબંધ છે.
ચં.ટો. શાહ પ્રફુલ્લચંદ્ર મણિલાલ, ભારતીય’, ‘નગુણો નડિયાદી’ (૨૪-૧૧-૧૯૩૭) : કવિ, વાર્તાકાર. જન્મ ખંભાતમાં. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૩માં એમ.એ. શિક્ષણના વ્યવસાયમાં.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૮૧
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org