________________
શાહ પ્રભાકર - શાહ વૈદ્ય બાપાલાલ ગરબડદાસ
શાહ પ્રાગજીભાઈ લાલભાઈ : કનકસેન રાજા ને પદ્માવતી રાણી’ (૧૮૯૦)ના કર્તા.
૨.ર.દ. શાહ પ્રેમચંદ કરમચંદ : “સરળ ગુજરાતી બાળવ્યાકરણ' (૧૯૨૫) -ના કર્તા.
૨.૨.દ. શાહ પ્રેમચંદ જેઠાલાલ: નાટક ‘સત્યવિજય' (૧૮૮૭)ના કર્તા.
‘ઉન્માદિની' (૧૯૬૩), ‘આંખ અમારી આંસુ તમારા' (૧૯૭૨), ‘એક દ્રૌપદી કલિયુગની' (૧૯૭૯) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘સપનાં' (૧૯૭૦), ‘મારા સ્વપ્નને ચિરાગ' (૧૯૭૩)માં વ્યંગકાવ્યો છે. “વૈશાખી ગુલમહોર' (૧૯૭૭) એમને કાવ્યગ્રંથ છે. મહેફિલ' (૧૯૮૧) મુકતકસંગ્રહ છે. આ ઉપરાંત એમણે કેટલાંક સંપાદન પણ આપ્યાં છે.
.ટી. શાહ પ્રભાકર : ‘એક જ પ્રકાર નાટકનાં ગાયન તથા ટૂંકસાર (૧૯૪૦)ના કર્તા.
૨.ર.દ. શાહ પ્રભુદાસ પુરુષોત્તમદાસ: ‘લાલહિ-રાવિત્રી નાટક' (અન્ય સાથે, ૧૮૮૮)ના કર્તા.
૨.ર.દ. શાહ પ્રમીલા કાન્તિલાલ (૨૪-૯-૧૯૧૯): બાળસાહિત્યલેખક. જન્મ કરાંચીમાં. ૧૯૪૯માં કર્વે મૅટ્રિક.
એમણે “ચાંદકુમારી’, ‘જાદુઈ આરસી’, ‘અક્ષયપાત્ર', બુટ્ટી કુભારજા’, ‘અમરલેક’ અને ‘યામાતો કેનાં પરાક’ નામે જાપાનીઝ પરીકથાઓના ભા. ૧થી ૬(૧૯૬૦) તેમ જ ‘ટાગોરની બોધકથાઓ' તથા બંગાળી નવલકથાને અનુવાદ “ધી” જેવાં પુસ્તકો આપ્યાં છે.
૨.ર.દ. શાહ પ્રમેદરાય અમૃતલાલ (૧-૮-૧૯૩૪) : વાર્તાકાર. જન્મ સાદરામાં. બી.એ., આર.એમ.પી.
‘ફેમિલી ડૉકટર’ (૧૯૭૩) અને ઝેરને પ્યાલો કોણે મોકલ્યો?’ (૧૯૭૯) એમનાં કથાસાહિત્યનાં પુસ્તકો છે.
ચંટો. શાહ પ્રવીણકાન્ત મેહનલાલ (૭-૯-૧૯૪૫): ચરિત્રલેખક. જન્મ નાળા (જિ. ખેડા)માં ૧૯૬૭માં બી.એ. શ્રોફ પેઢી તથા વેપાર.
વીર વિઠ્ઠલભાઈ પટેલ' (૧૯૭૬) તથા “નડીયાદની રાષ્ટ્રીય અસ્મિતા' (૧૯૭૪) જેવાં ચરિત્ર પુસ્તકો એમણે આપ્યાં છે.
૨.ર.દ. શાહ પ્રવીણચંદ્ર અમૃતલાલ (૧૨-૬-૧૯૩૨) : સંશોધક. જન્મ નડિયાદમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૯ માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી. ૧૯૬૬ થી આજ સુધી વિરમગામની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
“કામાવતીની કથાનો વિકાસ અને શિવદાસકૃત કામાવતીની વાર્તાની અધિકૃત વાચના' (૧૯૭૬) એમને શોધપ્રબંધ છે.
ચં.ટો. શાહ પ્રવીણચંદ્ર હંસરાજ (૩-૯-૧૯૪૦): નવલકથાલેખક. જન્મ સુથારી (જિ. કચ્છ)માં.
એમણે “નિશાગીત' (૧૯૬૭) તથા 'દરદ અને દરદી' (૧૯૬૭) જેવી નવલકથાઓ આપી છે.
૨.ર.દ.
શાહ પ્રેમચંદ ભાણજી : ‘બત્રીસલક્ષણા છોકરાની વાર્તા' (૧૮૯૨) -ના કર્તા.
૨.ર.દ. શાહ ફૂલચંદ ઝવેરચંદ (૧૦-૯-૧૮૭૯, ૧૪-૩-૧૯૫૪): નાટકાર, આખ્યાનકવિ. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં પૂરું કરી, સરકારી મહેસૂલખાતામાં તલાટી અને પછીથી રસર્કલ ઇનસ્પેકટર, પછી સર જે.જે. સ્કૂલ ઑવ આર્ટના સ્નાતક. ૧૯૦૫થી ૧૯૧૨ સુધી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ, અમદાવાદમાં ચિત્રશિક્ષક. ૧૯૧૨માં નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક. અનેક નાટયમંડળીઓ માટે નાટયલેખન તથા અભિનય. પછી નાટયકાર તરીકે ક્ષેત્રસંન્યાસ. નડિયાદમાં અવસાન.
આરંભમાં સંસ્કૃત સાહિત્યકારે કાલિદાસ, બાણભટ્ટ અને ભવભૂતિની કૃતિઓ તથા પૌરાણિક વિષયો ઉપરથી સરળ, સંક્ષિપ્ત અને ગીતપ્રધાન લોકભોગ્ય નાટકો અને પછીથી રંગભૂમિનાં અનિષ્ટોથી ત્રાસી જઈ આખ્યાન લખતા થયેલા આ કવિ-ચિત્રકારે ‘શાકુન્તલ', 'કાદમ્બરી’ અને ‘માલતીમાધવ” ઉપરથી અનુક્રમે ‘મુદ્રાપ્રતાપ' (૧૯૨૧), ‘મહાશ્વેતા કાદમ્બરી' (૧૯૫૭) અને માલતીમાધવ' (૧૯૫૭) તથા પુરાણ-આધારિત ‘સુકન્યા સાવિત્રી' (૧૯૧૦), 'મહાસતી અનાયા' (૧૯૧૧), ‘શુકદેવજી” (ત્રી. આ. ૧૯૧૭), “વિશ્વધર્મ' (૧૯૬૭), “સૂરજમણિ વગેરે નાટકો આપ્યાં છે.
“અજામિલ' (૧૯૨૫), “વામનજી' (૧૯૨૫), ‘વિશ્વાહિની' (૧૯૨૫), ‘શ્રીકૃષ્ણલીલા' (૧૯૨૬), હરિશ્ચન્દ્ર(૧૯૨૬), ‘ગોપીચંદ' (૧૯૨૭), ‘અંકાકાર' (૧૯૨૮), ‘ચન્દ્રહાસ' (૧૯૨૮), “માતંગમેક્ષ' (૧૯૨૯), ‘સતી સાવિત્રી' (૧૯૨૯) અને ‘બાલરામાયણ' (૧૯૩૧) જેવાં આખ્યાનો ઉપરાંત રાગ-પરિચય કરાવતું ‘રાગરૂપાવલિ' (૧૯૬૨) અને ગદ્યપદ્યમિશ્ર કૃતિ “ભગવાન શ્રીકૃષ્ણ' (૧૯૮૦) જેવાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના માલિક મૂળજી આશારામ ઓઝાના નામે આ કર્તાની એકાધિક નાટયકૃતિઓની આવૃત્તિ થઈ છે. એમના અવસાન પછી એમના અંગેની સ્મારક સ્મૃતિ સમિતિએ એમનાં મોટા ભાગનાં નાટકોનું પુન:પ્રકાશન કર્યું છે.
૨.૨.દ. શાહ/વૈદ્ય બાપાલાલ ગરબડદાસ (૧૭-૮-૧૮૯૬): જીવનચરિત્રલેખક, વિવેચક. જન્મ સણસેલી (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક
૫૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org