________________
રામલાલ શિવલાલ-રાયચુરા ગોકુલદાસ દ્રારકાદાસ
રામલાલ શિવલાલ : ‘બહુચરાજી સ્તુતિ ગાયને સંગ્રહ’ (અન્ય સાથે, ૧૮૯૮)ના કર્તા.
૨.ર.દ. રામવિજય : પદ્યકૃતિ “જીવન્તિકાને ગરબે'ના કર્તા.
કર્તા.
રામસિંહ કહાનદાસ : બાળવાર્તા ‘નકલંક અવતાર' (૧૯૫૮)ના કર્તા.
નિ.. રામસે એચ. એમ. : “ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો' (૧૯૪૨)ના
નિ.. રામાનુજ કનૈયાલાલ લક્ષ્મીરામ, પર્ણ', ‘વનરાજ' (૧-૧૧-૧૯૩૮) :
ચરિત્રકાર, વાર્તાકાર. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણા ગામમાં. ૧૯૫૮માં લખતરની સર. જે. હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ત્યારબાદ એન.એફ.સી.આઈ. અને સી.ટી.આઈ. તથા સંસ્કૃત વિશારદ. નેશનલ ફિટનેસ કોર્પસ ઇન્સ્ટ્રકટર, વન્યજીવન અને પ્રાણી-પક્ષીઓનાં જીવનને અભ્યાસ. “વર્લ્ડ વાઈલ્ડ લાઈફના યુનિટ સેક્રેટરી.
એમની પાસેથી વન્ય પ્રાણીસૃષ્ટિનો પરિચય આપતી સાહસકથાઓ અને માહિતીલક્ષી કૃતિઓ ‘વન્ય પ્રાણીસૃષ્ટિ' (૧૯૭૯), ‘સાવજનું અપમાન' (૧૯૮૦), ‘અપંગ તનનાં પણ મનનાં નહિ (૧૯૮૨), ‘રછદરબારમાં અગિયાર રાત' (૧૯૮૩), 'કુદરતને ખોળે ખેલનારા' (૧૯૮૩), “અઘોર જંગલના અઘોરી સાધુઓ (૧૯૮૫), ‘જંગલની દુનિયા માતને મુકાબલો'(૧૯૮૭) વગેરે મળી છે.
નિ.વે. રામાનુજ માધવ ઓધવદાસ (૨૨-૪-૧૯૪૫): કવિ. જન્મ પચ્છમ (જિ. અમદાવાદ)માં. ૧૯૭૩માં અમદાવાદની સી. એન. કૉલેજ ઑવ ફાઇન આર્ટ્સમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમાં ઑવ આર્ટ. ૧૯૬૯માં “અખંડઆનંદ' સામયિકના તંત્રીવિભાગમાં. ૧૬૬૯થી ૧૯૭૦ દરમિયાન વારા ઍન્ડ કંપનીના પ્રકાશન માસિક પત્રિકાના સંપાદનવિભાગમાં. ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનેનાં મુખપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી. ૧૯૭૩ થી અદ્યપર્યત સી. એન. ફાઇન આર્ટ્સ કોલેજના ઍપ્લાઇડ આર્ટ વિભાગમાં અધ્યાપક.
નેવું ઉપરાંત કાવ્યરચનાઓના સંગ્રહ ‘તમે (૧૯૭૨)માં મુખ્યત્વે પરંપરિત લય-ઢાળાના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવાને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવે તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની રજૂઆત થયેલી છે. ઉપરાંત સૌનેટ, ગઝલ, અછાંદસ, મુકતક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે.
૫.ના. રામી દુર્લભરામ ગિરધરદાસ: ત્રિઅંકી ‘સુઘડ તારા નાટક' (૧૯૦૦) -ના કર્તા.
૨.૨,દ.
રામી મગનલાલ જેઠાલાલ (૯-૮-૧૯૦૮) : કવિ. જન્મસ્થળ કડા
(તા. વિસનગર). છ ધોરણ સુધીનો અભ્યાસ. પ્રાથમિક શાળામાં શિક્ષક, પછીથી તાર-ટપાલ ખાતામાં. બ્રાંચ પોસ્ટઑફિસ નિરીક્ષક તરીકે નિવૃત્ત. એમણે કાવ્યસંગ્રહ ‘સુધારસ' (૧૯૭૯) આપ્યો છે.
૨.ર.દ. રામી લક્ષ્મણરામ કાશીરામ (૧૮-૮-૧૯૦૮): કવિ. જન્મ દહેગામ
તાલુકાના નાંદોલ ગામમાં. અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. હિન્દી, મરાઠી અને સંસ્કૃત ભાષાને અભ્યાસ. કરિયાણાને વેપાર.
એમની પાસેથી ‘આત્માનંદ ગીતાવલી' (૧૯૩૨), ‘જીવનમઠ' | (૧૯૩૨), ‘હરિજનસ્તોત્ર' (૧૯૩૨), ‘આનંદવર્ષા' (૧૯૩૨) વગેરે પુસ્તકો મળ્યાં છે.
નિ.. રામૈયા નીતા પ્રમાદ (૧૪-૭-૧૯૪૧) : બાળસાહિત્યલેખક, કવિ.
જન્મ મોરબીમાં. ૧૯૫૭માં મૅટ્રિક. ૧૯૬૦માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૬૨માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૨ થી ૧૯૬૬, સુધી એમ. જી. એસ. એમ. કૅલેજ, માટુંગામાં અધ્યાપક. ૧૯૬૬ -થી આજ સુધી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈના અંગ્રેજી વિભાગમાં પ્રાધ્યાપક.
‘ધમાચકડી' (૧૯૮૬) એમને બાળકાવ્યોનો સંગ્રહ છે. “શબ્દને રસ્તેકાવ્યસંગ્રહ પણ એમને નામે છે.
ચંટો. રાયચુરા ગોકુલદાસ દ્રારકાદાસ, 'દાલચીવડા', “રસિક ચતુર” (૧૮૯૦, ૧૯૫૧) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક. જન્મ સેરઠના બાલાગામમાં. વાર્તાકાર પિતાને સંસ્કારવારસે. મુંબઈમાં શેરબજારને ધધ. પોતે નક્કી કર્યા પ્રમાણે બત્રીસમે વર્ષે ધંધાકીય કામકાજ છોડીને સાહિત્યને જ વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું.
એમના કાવ્યસંગ્રહ “નવનીત' (૧૯૨૧)નાં કેટલાંક કાવ્યોમાં દલપતરામની પ્રાકૃત બેધક શૈલી છે, તે કેટલાંકમાં લેક્શીતની ફોરમ છે. ‘રસિયાના રાસ’ તથા ‘રાસમંદિર' (૧૯૧૫)ના રામ ન્હાનાલાલ-બોટાદકરનાં શૈલી અને વિષયનું અનુસરણ છે, તો સાથે કેટલાક રાસમાં ક૯૫ના વિશેષ મૌલિકતાથી વિક્સી છે. ‘સેરઠી દુહાની રમઝટ' (૧૯૬૬) મેરૂભા ગઢવી સાથે કરેલું ૭૮૧ દુહાનું એમનું સંપાદન છે, જેમાં સામસામે બેલાતા દુહા સંગૃહીત થયા છે. ‘મહીપાળદેવ’, ‘ગ્રહરાજ’, સેરટરાણી', ‘નગાધિરાજ', ‘કુલદીપક', ‘સેરઠપતિ' તથા ‘મનાથની સખાતે' એ સાત નવલકથાઓમાં એમણે આલેખેલી સેરઠના ચૂડાસમાઓની કીર્તિકથામાં પરંપરાગત ઇતિહાસ ઉપરાંત લોકકથાઓનો પણ આધાર લીધો છે. નવલકથાઓની લખાવટ રસભરી છે. ‘ઈસરદાન’ ઈસરદાસ ચારણને જીવન પર આધારિત સંવાદસભર નવલકથા છે. ‘સ્નેહપૂર્ણ’ સામાજિક નવલકથા છે. 'રસીલી વાર્તાઓ(૧૯૨૫), ‘વ્યાસજીની વાર્તાઓ (૧૯૨૮) તથા 'દાલચીવડાની દસ વાર્તાઓ' (૧૯૨૯)માં સામાજિક પરિપ્રેક્ષ્યમાં, મુખ્યત્વે હાસ્યરસપ્રધાન અને વાર્તાકારની વ્યંજનાશકિતને સુષ્ઠ પરિચય આપતી પ્રસંગકથાઓ આલેખાઈ
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૧૫
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only